Today history 8 july: આજે 8 જુલાઇ 2023 (8 july) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજના દિવસે વર્ષ 1497માં પોર્ટુગઝ નાગરિક વાસ્કો દ ગામાએ યુરોપથી ભારત આવવાની પ્રથમ યાત્રા શરૂ કરી હતી. આજે વર્લ્ડ વીડિયો ગેમ અને ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો બર્થડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
8 જુલાઇની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1497 – વાસ્કો દ ગામાએ યુરોપથી ભારતની પ્રથમ સફર શરૂ કરી.
- 1858 – ગ્વાલિયરના કિલ્લાના પતન પછી, લોર્ડ કેનિંગે શાંતિની જાહેર કરી હતી.
- 1918 – ભારતીય બંધારણમાં સુધારો કરવા માટે મોન્ટાગુ ચેમ્સફોર્ડ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો.
- 1954 – વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સતલજ નદી પર બનેલ ભાખરા નાંગલ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ પર બનેલી સૌથી મોટી નહેરનું ઉદ્ઘાટન કર્યું.
- 1975 – મ્યાનમારના બર્ગાંમાં આવેલા ભૂકંપમાં હજારો મંદિરો નાશ પામ્યા અને જાનમાલનું ભારે નુકસાન થયું હતું.
- 1994 – શિમાકી મુકાઈ જાપાનના પ્રથમ મહિલા અવકાશયાત્રી બન્યા.
- 1999 – પાપુઆ ન્યુ ગિની (પેસિફિક મહાસાગરનો દેશ) વડા પ્રધાન બિલ સ્કોટનું રાજીનામું.
- 2002 – દક્ષિણ આફ્રિકામાં અશ્વેત ક્રિકેટરો માટે ક્વોટા સિસ્ટમનો અંત આવ્યો.
- 2003 – સુદાનમાં વિમાન દુર્ઘટનામાં 115 લોકો માર્યા ગયા હતા.
- 2005 – ક્લાઈમેટ ચેન્જ મુદ્ જી-8ના દેશો સહમત થયા.
- 2008 – પેરિસની સરકારે બાંગ્લાદેશની વિવાદાસ્પદ લેખિકા તસ્લીમા નસરીનને માનદ નાગરિકતા આપવાનો પ્રસ્તાવ મૂક્યો.
- 2012 – આસામમાં ભયાનક પૂરના કારણે વિશ્વ પ્રસિદ્ધ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી 13 ગેંડા સહિત 500 થી વધુ જંગલી પ્રાણીઓ મૃત્યુ પામ્યા.
આ પણ વાંચોઃ 7 જુલાઇનો ઇતિહાસ : હેપી બર્થડે મહિન્દ્ર સિંહ ધોની, વિશ્વ ચોકલેટ દિવસ
વાસ્કો દ ગામાએ યુરોપથી ભારતની પ્રથમ સફર શરૂ કરી
વાસ્કો દ ગામા વર્ષ 1497માં આજના દિવસે ભારતની શોધમાં પહેલીવાર યુરોપથી નીકળ્યો હતો. વાસ્કો દ ગામા (Vasco Da Gama) એક પોર્ટુગીઝ નાવિક હતો. વાસ્કો દ ગામાની ભારતની સફર કેપ ઓફ ગુડ હોપ થઈને પશ્ચિમ યુરોપથી પૂર્વ તરફના દરિયાઈ માર્ગોની શોધ કરી હતી. તેણે વિશ્વ ઇતિહાસના નવા યુગની શરૂઆત કરી. તે યુરોપીયન એજ ઓફ ડિસ્કવરીના સૌથી સફળ સંશોધકો પૈકીના એક હતા અને યુરોપથી ભારત સુધી સીધી સફર કરતા જહાજોના કમાન્ડર હતા. વાસ્કો દ ગામાએ પણ પોર્ટુગલને વિશ્વ શક્તિ બનાવવામાં મદદ કરી હતી.
આ પણ વાંચો- 6 જુલાઇ: વિશ્વ ઝૂનોસીસ દિવસ, લુઈ પાશ્ચરે હડકવાની રસી શોધી
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- અનિતા કુંડુ (1991) – ભારતના પ્રખ્યાત પર્વતારોહક.
- ચેતન આનંદ (1980) – ભારતના પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી.
- સૌરવ ગાંગુલી (1972) – ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન.
- નીતુ સિંહ (1958) – હિન્દી ફિલ્મોના અભિનેત્રી.
- ગેગોંગ અપાંગ (1949) – અરુણાચલ પ્રદેશના રાજકારણી.
- વાય. એસ. રાજશેખર રેડ્ડી (1949) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી, આંધ્ર પ્રદેશના 14માં મુખ્યમંત્રી.
- ગિરિજા વ્યાસ (1946) – બે ટર્મ માટે રાષ્ટ્રીય મહિલા આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચુક્યા છે.
- ગંગા પ્રસાદ (1939) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.
- ગિરિરાજ કિશોર (1937) – પ્રખ્યાત હિન્દી નવલકથાકાર, મજબૂત વાર્તાકાર, નાટ્યકાર અને વિવેચક.
- જ્યોતિ બસુ (1914) – ભારતીય માર્ક્સવાદી રાજકારણી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી.
- બનારસી દાસ (1912) – ભારતના સ્વાતંત્ર્ય સેનાની હતા.
- વિષ્ણુ ડે (1909) – જ્ઞાનપીઠ પુરસ્કાર (1971) થી સન્માનિત બંગાળી સાહિત્યકાર હતા.
- પી.એસ. કુમારસ્વામી રાજા (1898) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 5 જુલાઇ: નેશનલ વર્કહોલિક દિવસ – પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને સંતુલિત કરવી જરૂરી
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- વીરભદ્ર સિંહ (2021) – હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન.
- જગદીપ (2020) – ભારતીય સિનેમાના પ્રખ્યાત હાસ્ય કલાકાર હતા.
- એમ.એમ. જેકબ (2018) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી.
- ચંદ્રશેખર સિંહ (2007) – ભારતના 11મા વડાપ્રધાન.
- સુભાષ મુખોપાધ્યાય (2003) – ભારતના બંગાળી કવિ.
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 4 જુલાઇ: અમેરિકાનો સ્વતંત્રતા દિવસ





