આજનો ઇતિહાસ 8 નવેમ્બર : પીએમ મોદીએ નોટબંધીની જાહેરાત કરી’ને બેંકો સામે લોકોની લાંબી લાઇનો લાગી

Today History 8 Navember : આજે 8 નવેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતમાં નોટબંધીની 7મી વર્ષગાંઠ અને વિશ્વ શહેરીકરણ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.

Written by Ajay Saroya
Updated : November 08, 2023 10:06 IST
આજનો ઇતિહાસ 8 નવેમ્બર : પીએમ મોદીએ નોટબંધીની જાહેરાત કરી’ને બેંકો સામે લોકોની લાંબી લાઇનો લાગી
ભારતની રદ થયેલી 500 અને 1000 રૂપિયાની ચલણ નોટ. નોટબંધી બાદ નોટ બદલવા બેંકની બહાર લોકોની લાંબી લાઇન (Express Photo by Partha Paul)

Today History 8 Navember : આજે 8 નવેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતમાં નોટબંધીની 7મી વર્ષગાંઠ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2016ના રોજ 500 અને 1000 રૂપિયાના મૂલ્યની ચલણી નોટની માન્યતા રદ કરી અને નોટબંધીની ઘોષણા કરી હતી. નોટબંધીથી દેશભરમાં હડકંપ મચી ગયો હતો. બેંકોની બહાર 500 – 1000 રૂપિયાની નોટ બદલાવવા લોકોની લાંબી લાઇનો લાગી હતી. આજે વિશ્વ શહેરીકરણ દિવસ છે. વર્ષ 2008માં ભારતનું પ્રથમ માનવરહિત અવકાશ મિશન ચંદ્રયાન-1 ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

8 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1945 – હોંગકોંગમાં નૌકા દુર્ઘટનામાં 1550 લોકો મૃત્યુ પામ્યા.
  • 1956 – સંયુક્ત રાષ્ટ્રસંઘે તત્કાલિન સોવિયત સંઘને યુરોપીય દેશ હંગેરીમાંથી ખસી જવાની અપીલ કરી.
  • 1957 – બ્રિટને ક્રિસમસ ટાપુઓ નજીક પરમાણુ પરીક્ષણ કર્યું.
  • 1967 – અમેરિકાએ નેવાડામાં પરમાણુ પરીક્ષણ કર્યું.
  • 1988 – ચીનમાં વિનાશક ભૂકંપમાં 900 લોકો માર્યા ગયા.
  • 1992 – જર્મનીની રાજધાની બર્લિનમાં જાતિવાદ વિરુદ્ધ પ્રદર્શનમાં ત્રણ લાખ લોકોએ ભાગ લીધો.
  • 1998 – બાંગ્લાદેશમાં દેશના પ્રથમ વડાપ્રધાન શેખ મુજીબુર રહેમાનની હત્યા બદલ 15 લોકોને મૃત્યુદંડ.
  • 1999 – રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરે વન-ડે ક્રિકેટ મેચમાં 331 રનની ભાગીદારી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
  • 2000 – બિલ ક્લિન્ટનની પત્ની હિલેરી ક્લિન્ટને ન્યૂયોર્ક સીટ જીતીને ઈતિહાસ રચ્યો.
  • 2001 – અફઘાનિસ્તાન પર ફરીથી ભયંકર બોમ્બ ધડાકા.
  • 2002 – મનીલામાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બે દિવસીય બેઠક શરૂ થઈ.
  • 2004 – હેગમાં સામાજિક ભાગીદારી વધારવા પર ભારત અને યુરોપિયન સંઘ સહમત થયા.
  • 2005 – ભારતે પેલેસ્ટિનિયન સંગઠનોની આતંકવાદી કાર્યવાહી અને ઈઝરાયેલના દમનની ટીકા કરી.
  • 2008- ભારતનું પ્રથમ માનવરહિત અવકાશ મિશન ચંદ્રયાન-1 ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું.
  • 2013 – ફિલિપાઈન્સના હૈનાન પ્રાંતમાં વિનાશકારી ચક્રવાતને કારણે છ હજાર લોકોના મોત થયા.
  • 2016- ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની ઘોષણા કરી, 500 અને 1000 રૂપિયાની ચલણી નોટોની માન્યતા રદ કરી પાછી ખેંચવામાં આવી. સોમાલિયાના મોગાદિશુમાં કાર બોમ્બ બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો |  7 નવેમ્બરનો ઇતિહાસ : શિશુ સુરક્ષા દિવસ- ભારતમાં બાળ મૃત્યુદર કેટલો છે?, રાષ્ટ્રીય કેન્સર સુરક્ષા દિવસ કોની યાદીમાં ઉજવાય છે?

8 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓની જન્મજયંતિ

  • અવની લખેરા (2001) – ભારતીય પેરા શૂટર.
  • અરવિંદ ત્રિવેદી (1938) – ભારતીય સિનેમાના નાના પડદાના પ્રખ્યાત કલાકાર હતા.
  • ભૂપેન્દ્ર નાથ ક્રિપાલ (1937) – ભારતના 31મા ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ હતા.
  • લાલ કૃષ્ણ અડવાણી (1929) – ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન
  • સિતારા દેવી (1920) – ભારતની પ્રખ્યાત કથક નૃત્યાંગના.
  • પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે (1919) – મરાઠી લેખક, નાટ્યકાર, હાસ્ય કલાકાર, અભિનેતા, વાર્તાકાર અને પટકથા લેખક, ફિલ્મ નિર્દેશક, સંગીતકાર અને ગાયક હતા.
  • કમલ રણદિવે (1917) – ભારતીય મહિલા ડૉક્ટર હતા.

આ પણ વાંચો | 6 નવેમ્બરનો ઇતિહાસ: યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવાનો આંતરરાષ્ટ્રીય દિવસ

8 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓનું અવસાન

  • સંચમન લિમ્બુ (2020) – સિક્કિમના ચોથા મુખ્યમંત્રી હતા.
  • જૌન એલિયા (2002) – ભારતીય ઉર્દૂ કવિ હતા.
  • બોમીરેડ્ડી નરસિમ્હા રેડ્ડી (1977) – દક્ષિણ ભારતીય ફિલ્મના નિર્દેશક
  • લોચન પ્રસાદ પાંડે (1959) – પ્રખ્યાત સાહિત્યકાર, જેમણે હિન્દી અને ઉડિયા બંને ભાષાઓમાં કવિતાઓ પણ રચી છે.
  • જહાંગીર (1627) – ભારતના મુઘલ શાસક.

આ પણ વાંચો |  5 નવેમ્બરનો ઇતિહાસ : વિશ્વ સુનામી જાગૃતિ દિવસ, ભારતમાં ક્યારે સુનામી આવી હતી?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ