Today history 8 october : આજે 8 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતીય વાયુસેના દિવસ છે. વર્ષ 1932માં 8 ઓક્ટોબરના રોજ બ્રિટિશ રાજ વખતે જ ઇન્ડિયન એરફોર્સની સ્થાપના કરવામાં આવી હતી. હાલ ભારતીય વાયુસેનાની ગણનાર દુનિયાના સૌથી વિશાળ અને શક્તિશાળી હવાઇ સેન્યમાં થાય છે. આજે વર્લ્ડ ઓક્ટોપસ ડે અને નેશનલ હાઇટ્રોજન અને ફ્યૂઅલ સેલ ડે ઉજવાય છે. આજે હિંદી સાહિત્યના પ્રખ્યાત લેખક પ્રેમચંદ મુનશી અને જાણીતા રાજકારણી રામવિલાસ પાસવાનની પૃણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
8 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1932 – ભારતીય વાયુસેનાની રચના.
- 1996 – ઓટાવામાં યોજાયેલી કોન્ફરન્સમાં લગભગ 50 દેશો લેન્ડમાઈન પર વિશ્વવ્યાપી પ્રતિબંધ લાદવા સંમત થયા.
- 1998 – ભારત ‘ફ્લાઇટ સેફ્ટી ફાઉન્ડેશન’નું સભ્ય બન્યું.
- 2000 – વોજોસ્લાવ કોસ્ટુનિકા યુગોસ્લાવિયાના પ્રમુખ બન્યા. ઇઝરાયેલ, પેલેસ્ટાઇન અને અમેરિકા ગાઝા પટ્ટીની સમસ્યાના ઉકેલ માટે ત્રિપક્ષીય કટોકટી વ્યવસ્થાપન ટીમ બનાવવા માટે સંમત થયા.
- 2001 – ઇટાલીના મિલાન એરપોર્ટ પર બે વિમાનો અથડાયા પછી, એકમાં આગ લાગી, જેમાં 114 લોકોના મોત થયા.
- 2002 – પાકિસ્તાને શાહીન મિસાઈલનું ફરીથી પરીક્ષણ કર્યું.
- 2003 – ટોક્યોમાં આયોજીત મિસ ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં વેનેઝુએલા ગોજેદોર અઝુઆએ ખિતાબ જીત્યો. 2003નો નોબેલ શાંતિ પુરસ્કાર ઈરાનની શિરીન એબાદીને આપવાની જાહેરાત કરવામાં આવી.
- 2004 – ભારતીય ઘઉં પર મોન્સેન્ટોની પેટન્ટ રદ કરવામાં આવી. કેન્યાના પર્યાવરણવાદી વાંગારી માથાઈને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
- 2007 – બાંગ્લાદેશના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન મોહમ્મદ નસીમને 13 વર્ષની જેલની સજા કરવામાં આવી.
આ પણ વાંચો | 7 ઓક્ટોબરનો ઇતિહાસ : ગુરુ ગોવિંદ સિંહનું અવસાન કયા થયુ હતુ? વિશ્વ કપાસ દિવસ કેમ ઉજવાય છે?
ભારતીય વાયુસેના દિવસ (ભારતીય વાયુસેના સ્થાપના દિન/ Indian Air Force Day)
આજે ભારતીય વાયુસેના દિવસ (indian air force day) છે. વર્ષ 1932માં 8 ઓક્ટોબરના રોજ ભારતીય વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. આથી આ તારીખે ઇન્ડિયન એરફોર્સ દિવસ તરીકે ઉજવાય છે. ભારતીય સામ્રાજ્યની સહાયક હવાઈ દળ તરીકે પ્રથમવાર 8 ઓક્ટોબર 1932ના રોજ હવાઈ દળ દિવસની સત્તાવાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 2017માં, સેન્ટ્રલ એર કમાન્ડે 8 ઓક્ટોબરના રોજ ભારતીય વાયુસેનાની 85મી વર્ષગાંઠ દેશભરના વિવિધ એર સ્ટેશનો પર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. ઓપરેશન રાહત અને ઓપરેશન મેઘદૂત જેવી વિવિધ મહત્વપૂર્ણ કામગીરીમાં તૈનાત એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વિવિધ મિશન માટે ડિઝાઇન કરાયેલા નવા એરક્રાફ્ટ પણ પ્રદર્શિત કરવામાં આવે છે, તેમની લાક્ષણિકતાઓ અને હેતુઓ સમજાવવામાં આવે છે.
ભારતીય વાયુસેનાની ગણતરી વિશ્વની ચોથી સૌથી મોટી એરફોર્સમાં થા છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સ્થિત હિંડન એરફોર્સ સ્ટેશન એશિયાનું સૌથી મોટું એરબેઝ છે. જ્યારથી ભારતીય વાયુસેના અસ્તિત્વમાં આવી છે ત્યારથી તે તેના સૂત્ર ‘નભ: સ્પૃશં દીપ્તમ્’ ના માર્ગ પર ચાલી રહ્યુ છે. તેનો અર્થ છે ‘ગર્વ સાથે આકાશને સ્પર્શવું.’ વાયુસેનાનું આ સૂત્ર ભગવદ ગીતાના 11મા અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે.
ભારતીય વાયુસેનાનો ધ્વજ – વાયુસેનાના ચિહ્નથી વિપરીત,વાદળી રંગનો હોય છે જેના આરંભમાં એક ચતુર્થાંશ ભાગમાં રાષ્ટ્રીય ધ્વજ દોરેલો છે અને વચ્ચેના ભાગમાં રાષ્ટ્ર ધ્વજના ત્રણેય રંગો, જેમ કે કેસરી, સફેદ અને લીલા રંગથી બનેલું એક વર્તુળ (ગોળ આકાર) હોય છે. ભારતીય વાયુ સેનાનો આ ધ્વજ વર્ષ 1951માં અપનાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો | 6 ઓક્ટોબરનો ઇતિહાસ : સેરિબ્રલ પાલ્સી કઇ બીમારી છે? આઈપીસી એક્ટ ક્યારે બન્યો હતો? જાણો
8 ઓક્ટોબરની જન્મજયંતિ
- દિવ્યા કાકરન (1998) – ભારતીય ફ્રી સ્ટાઇલ મહિલા કુસ્તીબાજ.
- પદ્મનાભ બાલકૃષ્ણ આચાર્ય (1931) – ભારતીય રાજકારણી.
- બદરુદ્દીન તૈયબ જી (1844) – પ્રખ્યાત વકીલ, ન્યાયાધીશ અને નેતા
આ પણ વાંચો | 5 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ શિક્ષક દિવસ ક્યારે ઉજવાય છે? રાણી દુર્ગાવતી કોણ છે? જાણો
8 ઓક્ટોબરની પૃણ્યતિથિ
- રામવિલાસ પાસવાન (2020) – લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ અને ભારતીય દલિત રાજકારણના નેતા.
- કેદાર નાથ સાહુ (2008) – ભારતના પ્રખ્યાત લોકનૃત્ય કલાકાર હતા.
- કમલાપતિ ત્રિપાઠી (1990) – ભારતીય રાજકારણી, લેખક, પત્રકાર અને સ્વતંત્રતા સેનાની હતા.
- જયપ્રકાશ નારાયણ (1979) – સમગ્ર ક્રાંતિના પ્રણેતા.
- પ્રેમચંદ (1936) – પ્રખ્યાત હિન્દી વાર્તા લેખક અને નવલકથાકાર.
આ પણ વાંચો | 4 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ પશુ કલ્યાણ દિવસ કેમ ઉજવાય છે? શ્યામજી કૃષ્ણ વર્મા અને સરલા ગ્રેવાલ કોણ છે?





