Today History 9 Navember : આજે 9 નવેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ અને વિશ્વ ઉર્દૂ દિવસ છે. આજે ઉત્તરાખંડ સ્થાપના દિન છે. વર્ષ 2000માં ઉત્તરપ્રદેશનું વિભાજન કરીને ઉત્તરાખંડ રાજ્યની રચના કરવામાં આવી હતુ. ઉત્તરાખંડ ભારતનું 27મું રાજ્ય બન્યુ હતુ. વર્ષ 1948માં જૂનાગઢ રજવાડાનું ભારતમાં વિલીનીકરણ થયુ હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
9 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1236 – મુઘલ શાસક રૂકનુદ્દીન ફિરોઝ શાહની હત્યા.
- 1580 – સ્પેનની સેનાએ આયર્લેન્ડ પર હુમલો કર્યો.
- 1729 – બ્રિટન, ફ્રાન્સ અને સ્પેને સેવાઇલ સંધિ પર હસ્તાક્ષર કર્યા, બે વર્ષ લાંબા એંગ્લો-સ્પેનિશ યુદ્ધનો અંત આવ્યો.
- 1794 – રશિયન સેનાએ પોલેન્ડની રાજધાની વોર્સો પર કબજો કર્યો.
- 1887 – અમેરિકાને પર્લ હાર્બર હવાઈનો અધિકાર મળ્યો.
- 1917 – બોલ્શેવિક રશિયાની કામચલાઉ સરકારમાં જોસેફ સ્ટાલિનનો પ્રવેશ.
- 1918 – જર્મની અને બોલ્શેવિક રશિયા વચ્ચે બ્રેસ્ટ-લિટોવસ્કની સંધિ; બ્રિટનનો જેરુસલેમ પર અધિકાર; જર્મન ક્રાંતિ; સમ્રાટ વિલિયમ દ્વિતીય દ્વારા દેશ ત્યાગ; જર્મન પ્રજાસત્તાકની ઘોષણા.
- 1937 – જાપાની સેનાએ ચીનના શાંઘાઈ શહેર પર કબજો કર્યો.
- 1948 – જૂનાગઢ રજવાડાનું ભારતમાં વિલીનીકરણ.
- 1949 – કોસ્ટારિકામાં બંધારણ અપનાવવામાં આવ્યું.
- 1953 – કંબોડિયાને ફ્રાન્સથી આઝાદી મળી.
- 1962 – અમેરિકાએ નેવાડામાં પરમાણુ પરીક્ષણ કર્યું.
- 1985 – એન્ટોલી કારપોવને હરાવી સોવિયેત રશિયાનો 22 વર્ષીય ગેરી કાસ્પારોવ વિશ્વનો સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો.
- 1989 – બ્રિટનમાં મૃત્યુદંડ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
- 2000 – ઉત્તર પ્રદેશથી અલગ રાજ્ય તરીકે ઉત્તરાખંડની રચના. ઉત્તરાખંડને ઉત્તર પ્રદેશમાંથી વિભાજીત કરીને એક નવું રાજ્ય બનાવવામાં આવ્યું હતું. ઉત્તરાખંડ ભારતના પ્રજાસત્તાકના 27માં રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું.
- 2005 – ફ્રાન્સમાં કટોકટી જાહેર કરવામાં આવી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે સ્પષ્ટ કર્યું કે બહુરાષ્ટ્રીય દળો 2006 સુધી ઈરાકમાં રહેશે. જોર્ડનમાં ત્રણ હોટલ પર થયેલા આત્મઘાતી હુમલામાં 60થી વધુ લોકો માર્યા ગયા હતા.
- 2008 – જમ્મુ અને કાશ્મીર અવામી લીગ નેશનલ કોન્ફરન્સે વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી.
આ પણ વાંચો | 8 નવેમ્બરનો ઇતિહાસ : પીએમ મોદીએ નોટબંધીની જાહેરાત કરી’ને બેંકો સામે લોકોની લાંબી લાઇનો લાગી
રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ (National Legal Services Day)
ભારતમાં દર વર્ષે 9 નવેમ્બરે રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ (National Legal Services Day) ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના ઘણા સ્થળોએ વિવિધ કાનૂની સાક્ષરતા શિબિરો અને કાર્યક્રમો યોજવામાં આવે છે. આ દિવસે, સરકારી અને બિન-સરકારી સંસ્થાઓના લોકો કાનૂની દિવસ સંબંધિત કાર્યો અને શિબિરોનું આયોજન કરે છે. દેશના નબળા અને ગરીબ વર્ગોને મફત કાયકાદીય સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 1995માં ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી.તેનો ઉદ્દેશ મહિલાઓ, અપંગ લોકો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકો વગેરે જેવા વિવિધ વિભાગોને મફત કાનૂની સહાય પૂરી પાડવાનો છે. આ દિવસ દ્વારા સમાજના વંચિત અને નબળા વર્ગના લોકોને કાયદાકીય સહાય અંગેના તેમના અધિકારો વિશે પણ જાગૃત કરવામાં આવે છે.
આ પણ વાંચો | 7 નવેમ્બરનો ઇતિહાસ : શિશુ સુરક્ષા દિવસ;, રાષ્ટ્રીય કેન્સર સુરક્ષા દિવસ કોની યાદીમાં ઉજવાય છે?
9 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓની જન્મજયંતિ
- યૂ.યૂ. લલિત (1957) – ભારતના મુખ્ય ન્યાયાધીશ.
- તારિક ખાન (1951) – ભારતીય ફિલ્મ અભિનેતા.
- લક્ષ્મી મલ્લ સિંઘવી (1931) – જાણીતા ભારતીય કવિ, લેખક, ભાષાશાસ્ત્રી, બંધારણીય નિષ્ણાત અને પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી હતા.
- સુદામા પાંડે ‘ધુમિલ’ (1936) – હિન્દી કવિ.
- હેડી લામાર (1914) – સુંદર અભિનેત્રીની સાથે સાથે એક શોધક પણ હતી.
- ઇન્દ્ર વિદ્યાવાચસ્પતિ (1889) – પત્રકાર, રાષ્ટ્રીય કાર્યકર્તા અને ભારતીયતાના સમર્થક.
- પંચાનન માહેશ્વરી (1904) – ભારતના પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી.
- પાયલ રોહતગી (1980) – ફિલ્મ અભિનેત્રી.
આ પણ વાંચો | 6 નવેમ્બરનો ઇતિહાસ: યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવાનો આંતરરાષ્ટ્રીય દિવસ
9 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓનું અવસાન
- ગંગાનાથ ઝા (1941) – સંસ્કૃત ભાષાના મહાન વિદ્વાન, જેમણે હિન્દી, અંગ્રેજી અને મૈથિલી ભાષામાં ફિલોસોફિકલ વિષયો પર પુસ્તકોની રચના કરી.
- ગુલામ હૈદર (1953) – સંગીતકાર, જેમણે ભારતમાં અને સ્વતંત્રતા પછી, પાકિસ્તાનમાં કામ કર્યું હતું.
- સુબ્રતો મુખર્જી (1960) – ભારતના પ્રથમ એરફોર્સ ચીફ સુબ્રતો મુખર્જીનું અવસાન થયું.
- ધોંડો કેશવ કર્વે (1962) – સમાજ સુધારક અને તારણહાર.
- પુરણ ચંદ જોશી (1980) – સ્વતંત્રતા સેનાની.
- કે. પી. કેશવ મેનન (1978) – મલબારના અગ્રણી કોંગ્રેસી નેતા અને સમાજ સુધારક હતા.
- કે. આર. નારાયણન (2005) – ભારતના રાષ્ટ્રપતિ
- હરગોબિંદ ખુરાના (2011) – ભારતીય બાયોકેમિસ્ટ, ફિઝિયોલોજીના ક્ષેત્રમાં દવા માટે ‘નોબેલ પારિતોષિક’ વિજેતા.
- ફાધર વાલેસ (2020) – સ્પેનિશ મૂળના ગુજરાતી લેખક અને પાદરી હતા.
આ પણ વાંચો | 5 નવેમ્બરનો ઇતિહાસ : વિશ્વ સુનામી જાગૃતિ દિવસ, ભારતમાં ક્યારે સુનામી આવી હતી?





