Today History 9 October આજનો ઇતિહાસ 9 ઓક્ટોબર : વિશ્વ ટપાલ દિવસ અને ભારતીય પ્રાદેશિક સેના દિવસ કેમ ઉજવાય છે? ટેરિટોરિયલ આર્મી કોને કહેવાય છે?

Today History 9 October : આજે 9 ઓક્ટોબર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ ટપાલ દિવસ અને ભારતીય પ્રાદેશિક સેના દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : October 09, 2023 11:13 IST
Today History 9 October આજનો ઇતિહાસ 9 ઓક્ટોબર : વિશ્વ ટપાલ દિવસ અને ભારતીય પ્રાદેશિક સેના દિવસ કેમ ઉજવાય છે? ટેરિટોરિયલ આર્મી કોને કહેવાય છે?
દર વર્ષે 9 ઓક્ટોબરે વિશ્વ ટપાસ દિવસ અને ઇન્ડિયન ટેરિટોરિયલ આર્મી દિવસની ઉજવણી કરવામાં આવે છે. (Photo: Canva)

Today history 9 october : આજે 9 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ ટપાલ દિવસ છે. તમામ દેશો વચ્ચે ટપાલ- પત્રોની સરળ અવરજવરને ધ્યાનમાં રાખીને, ઑક્ટોબર 9, 1874 ના રોજ, 22 દેશોએ બર્ન, સ્વિટ્ઝર્લેન્ડમાં જનરલ પોસ્ટલ યુનિયનની રચના કરવા એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આથી 9 ઓક્ટોબરને વિશ્વ પોસ્ટ દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું. આજે ભારતીય પ્રાદેશિક સેના દિવસ છે. વર્ષ 1949માં આજની તારીખે ટેરિટોરિયલ આર્મીની સ્થાપના કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ વિશે વાત કરીયે તો આજની તારીખે વર્ષ 1876માં પ્રથમ વખત ટેલિફોન પર આઉટ વાયર મારફચે દ્વિ-માર્ગી વાતચીત કરવામાં આવી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.

9 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1876 ​​- પ્રથમ વખત ટેલિફોન પર આઉટ વાયર મારફચે દ્વિ-માર્ગી વાતચીત કરવામાં આવી. આ પછી 1947માં ચાલતી કાર અને પ્લેનમાં બેઠેલા બે લોકો વચ્ચે વાતચીત થઈ હતી. 1959માં ઓટોરિક્ષા અને પ્લેનમાં મુસાફરી કરતી વખતે લોકો વાત કરતા હતા.
  • 1962 – આફ્રિકન દેશ યુગાન્ડા પ્રજાસત્તાક બન્યું.
  • 1967 – આર્જેન્ટિનાના પ્રખ્યાત માર્ક્સવાદી ક્રાંતિકારી ચે ગ્વેરાની હત્યા કરવામાં આવી.
  • 1997 – ઇટાલિયન અભિનેતા અને લેખક ડારિયો ફોને સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
  • 1998 – પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીએ દેશના સર્વોચ્ચ કાયદા તરીકે ઇસ્લામિક શરિયત કાયદાને મંજૂરી આપી.
  • 2002 – વર્ષ 2002 માટે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર અમેરિકાના રેમન્ડ ડેવિસ અને જાપાનના કોશિબાને સંયુક્ત રીતે આપવાની જાહેરાત કરવામાં આવી.
  • 2005 – યુરોપિયન ઉપગ્રહ ‘ક્રાયોસેટ’નું પ્રક્ષેપણ નિષ્ફળ થયું.
  • 2006 – સર્ચ એન્જિન ગૂગલે યુટ્યુબને ટેકઓવર કરવાની ઘોષણા કરી. ઉત્તર કોરિયાએ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કર્યું.
  • 2007 – ચીને ભારત પર કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો.
  • 2008 – કેન્દ્ર સરકારે તેલને માફિયાઓથી બચાવવા માટે નિષ્ણાતોની એક સમિતિની રચના કરી.
  • 2012 – કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવનાર મલાલાને શાળાએ જતી વખતે તાલિબાનોએ ગોળી મારી હતી.

આ પણ વાંચો | 8 ઓક્ટોબરનો ઇતિહાસ : ભારતીય વાયુસેના કેટલી શક્તિશાળી છે, વિશ્વ ઓક્ટોપસ દિવસ કેમ ઉજવાય છે?

વિશ્વ ટપાલ દિવસ (World Post Day)

વિશ્વ ટપાલ દિવસ (World Post Day) દર વર્ષે 9 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. ટપાલ સેવાઓની ઉપયોગિતા અને તેની શક્યતાઓને ધ્યાનમાં રાખીને, યુનિવર્સલ પોસ્ટલ યુનિયન દ્વારા દર વર્ષે 9 ઓક્ટોબરે વિશ્વ પોસ્ટ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ ટપાલ દિવસનો ઉદ્દેશ્ય ગ્રાહકોમાં ટપાલ વિભાગના ઉત્પાદનો વિશે માહિતી પ્રદાન કરવાનો, તેમને જાગૃત કરવાનો અને પોસ્ટ ઓફિસો વચ્ચે સુમેળ સ્થાપિત કરવાનો છે.

તમામ દેશો વચ્ચે ટપાલ – પત્રોની સરળ અવરજવરને ધ્યાનમાં રાખીને, ઑક્ટોબર 9, 1874 ના રોજ, 22 દેશોએ બર્ન, સ્વિટ્ઝર્લેન્ડમાં જનરલ પોસ્ટલ યુનિયનની રચના કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આથી ત્યારબાદ 9 ઓક્ટોબરને વિશ્વ પોસ્ટ દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું. 1 જુલાઈ, 1876ના રોજ, ભારત યુનિવર્સલ પોસ્ટલ યુનિયનનું સભ્ય બન્યું હતુ અને આ સભ્યપદ મેળવનાર પ્રથમ એશિયન દેશ બન્યો હતો. વિશ્વ ટપાલ દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા 9થી 14 ઓક્ટોબર દરમિયાન વિશ્વ ટપાલ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.

આ પણ વાંચો |  7 ઓક્ટોબરનો ઇતિહાસ : ગુરુ ગોવિંદ સિંહનું અવસાન કયા થયુ હતુ? વિશ્વ કપાસ દિવસ કેમ ઉજવાય છે?

ભારતીય પ્રાદેશિક સેના દિવસ (Indian Territorial Army Day)

ભારતીય પ્રાદેશિક સેના દિવસ (Indian Territorial Army Day) દર વર્ષે 9 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. વર્ષ 1949માં 9 ઓક્ટોબરના રોજ દેશના પ્રથમ ગવર્નર જનરલ, શ્રી સી રાજગોપાલાચારી દ્વારા પ્રાદેશિક સેના સ્થાપનાની યાદમાં પ્રાદેશિક સેનાનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. ભારતીય પ્રાદેશિક સેનાનું સૂત્ર ‘વિજિલન્સ અને વીરતા’ છે. ટેરિટોરિયલ આર્મીમાં દેશના સામાન્ય નાગરિકના ધોરણે લશ્કરી અનુભવ મેળવી શકો છો. આ એક સ્વૈચ્છિક સેવા છે, જેમા નાગરિકને સૈન્ય તાલીમ આપવામાં આવે છે અને જરૂર પડ્યે ભારતીય સેના દ્વારા તમારી સેવા લઈ શકે છે.

આ પણ વાંચો | 6 ઓક્ટોબરનો ઇતિહાસ : સેરિબ્રલ પાલ્સી કઇ બીમારી છે? આઈપીસી એક્ટ ક્યારે બન્યો હતો? જાણો

9 ઓક્ટોબરની જન્મજયંતિ

  • રાજા લક્ષ્મણ સિંહ (1826) – હિન્દી સાહિત્યના ઇતિહાસ સાથે સંકળાયેલા પ્રખ્યાત સાહિત્યકાર હતા.
  • વિલિયમ એસ. મેરિસ (1873) – ભારત સરકારના ગૃહ વિભાગના કાર્યકારી સચિવ.
  • ગોપબંધુ દાસ (1877) – પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર, કવિ, સાહિત્યકાર અને ઓરિસ્સાના પ્રખ્યાત સામાજિક કાર્યકર.
  • મિંજુર ભક્તવત્સલમ (1897) – સ્વાતંત્ર્ય સેનાની અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
  • અમજદ અલી ખાન (1945) – ભારતીય સરોદ વાદક.
  • રાધેશ્યામ બારલે (1966) – છત્તીસગઢના પ્રખ્યાત પંથી નૃત્યના ડાન્સર છે.

આ પણ વાંચો | 5 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ શિક્ષક દિવસ ક્યારે ઉજવાય છે? રાણી દુર્ગાવતી કોણ છે? જાણો

9 ઓક્ટોબરની પૃણ્યતિથિ

  • સૈફુદ્દીન કિચલુ (1988) – પંજાબના સ્વાતંત્ર્ય સેનાની.
  • કાંશીરામ (2006) – રાજકારણી
  • રવિન્દ્ર જૈન (2015) – હિન્દી સિનેમાના પ્રખ્યાત સંગીતકાર અને ગાયક.

આ પણ વાંચો | 4 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ પશુ કલ્યાણ દિવસ કેમ ઉજવાય છે? શ્યામજી કૃષ્ણ વર્મા અને સરલા ગ્રેવાલ કોણ છે?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ