/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/bryan-johnson-2023-09-08T230414.885.jpg)
World First Aid Day : આજે વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ છે. (Express Photo)
Today history 9 September : આજે 9 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ છે. વર્ષ 1949માં આજના દિવસે ભારતની બંધારણ સભાએ હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી હતી. આજે બોલીવુડના ખેલાડી એકટર અક્ષય કુમાર અને ભારતીય સૈનિક વિક્રમ બત્રાનો જન્મ દિવસ છે. ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા અને અમૂલ ડેરીના વડા વર્ગીસ કૃરિયનની પૃણ્યતિથિ છે.
જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
9 સપ્ટેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1776 - યુએસ સંસદ કોંગ્રેસે સત્તાવાર રીતે દેશનું નામ 'યુનાઇટેડ કોલોનીઝ' માંથી બદલીને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા કર્યું.
- 1850 - કેલિફોર્નિયા અમેરિકાનું 31મું રાજ્ય બન્યું.
- 1867 - યુરોપિયન દેશ લક્ઝમબર્ગે સ્વતંત્રતા પ્રાપ્ત કરી.
- 1915 - ઓરિસ્સાના કપ્તેવાડામાં પ્રખ્યાત ભારતીય ક્રાંતિકારી સચિન્દ્રનાથ સાન્યાલ અને અંગ્રેજો વચ્ચે અથડામણ.
- 1920 - અલીગઢની એંગ્લો ઓરિએન્ટલ કોલેજને 'અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી'માં પરિવર્તિત કરવામાં આવી.
- 1924 - ભારતમાં 9 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી કોહાટ રમખાણો થયા.
- 1949 - ભારતની બંધારણ સભાએ હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી.
- 1976 - માઓ ઝેડોંગનું અવસાન થયું અને કુઓ ફેંગ રાષ્ટ્રપતિ બન્યા.
- 1939 - બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી સૈનિકો વર્સેલ્સ પહોંચ્યા.
- 1954 - આફ્રિકન દેશ અલ્જેરિયામાં ભૂકંપમાં 1400 લોકોના મોત થયા.
- 1965 - તિબેટ ચીનનો સ્વાયત્ત પ્રદેશ બન્યો.
- 1967 - યુગાન્ડા બ્રિટનથી સ્વતંત્ર થયું.
- 1979 - જોગેન્દ્રનાથ હજારિકાએ મુખ્યમંત્રી પદ સંભાળ્યું.
- 1991 - તાજિકિસ્તાને સોવિયત સંઘથી સ્વતંત્રતા મેળવી.
- 1998 - સ્વતંત્ર સલાહકાર કેનેથ સ્ટારે યુએસ પ્રમુખ બિલ ક્લિન્ટન અને મોનિકા લેવિન્સ્કી અફેર અંગે કોંગ્રેસને તેમનો બહુચર્ચિત અહેવાલ મોકલ્યો.
- 1999 - ભારતના મહેશ ભૂપતિ અને જાપાનના આર્ક સુગિયામાએ યુએસ ઓપન મિક્સ્ડ ડબલ્સનો ખિતાબ જીત્યો.
- 2001 - વિનસ વિલિયમ્સે ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં નાની બહેન સેરેનાને હરાવી.
- 2002 - પીટ સામ્પ્રાસે આન્દ્રે અગાસીને હરાવી યુએસ ઓપન ટેનિસ ટાઇટલ જીત્યું.
- 2004 - પેલેસ્ટાઈનના વડા પ્રધાન અહેમદ કુરેઈએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું.
- 2005 - ચીનમાં બેઇજિંગ સ્થિત ચાઓયાંગ પાર્કમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ.
- 2006 - આંતરરાષ્ટ્રીય દબાણને ધ્યાનમાં રાખીને આઠ અઠવાડિયા માટે ઇઝરાયેલ દ્વારા લેબનોનની નૌકાદળની ઘેરાબંધીનો અંત આવ્યો. સ્પેસ શટલ એટલાન્ટિસ અમેરિકાના ફ્લોરિડા રાજ્યના કેપ કેનાવેરલ સ્પેસ સેન્ટરથી ઉપડ્યું.
- 2007 - વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં હોલીવુડ અભિનેતા બ્રાડ પિટને બેસ્ટ એક્ટર અને કેટ બ્લેન્ચેટને બેસ્ટ હિરોઇનનો પુરસ્કાર આપવામાં આવ્યો.
- 2009- રેલવે મંત્રાલયે ગૃહ મંત્રાલયની તર્જ પર તેના કર્મચારીઓ માટે બાયોમેટ્રિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી.
- 2011- પુરાતત્વવિદોએ એક અવશેષ શોધી કાઢ્યો છે. તે માણસનો સૌથી જૂનો પૂર્વજ છે જે લગભગ 20 લાખ વર્ષ પહેલા પૃથ્વી પર મળી આવ્યો હતો. તે વાંદરાની જેમ દેખાય છે અને તેનું નામ 'ઓસ્ટ્રેલોપિથેકસ સેડિબા' છે.
- 2012 - ઇરાકમાં બોમ્બ હુમલામાં સો કરતાં વધુ લોકો માર્યા ગયા, 350 અન્ય ઘાયલ થયા.
આ પણ વાંચો | 7 સપ્ટેમ્બરનો ઇતિહાસ : બેંક ઓફ ઇન્ડિયાનો 118મો સ્થાપનાદિન, બ્રાઝિલનો સ્વતંત્રતા દિવસ
વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ (World First Aid Day)
વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ (World First Aid Day) દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના બીજા શનિવારે દુનિયાભરમાં ઉજવાય છે. વર્ષ 2000માં ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ સોસાયટી દ્વારા વિશ્વ પ્રાથમિક સારવાર દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. વિશ્વ પ્રાથમિક સારવાર દિવસની ઉજવણીનો હેતુ આરોગ્ય કટોકટીમાં પ્રથામિક સારવાર દ્વારા લોકોના જીવનને બચાવવાનો છે. વર્લ્ડ ફર્સ્ડ એડ ડે 2023ની થીમ - ડિજિટલ વિશ્વમાં પ્રથમ સહાય છે. ઘણી વખત અકસ્માતમાં તાત્કાલિક જરૂરી પ્રથામિક સારવાર ન મળવાથી હજારો લોકો જીવ ગુમાવે છે.
આ પણ વાંચો | 6 સપ્ટેમ્બરનો ઇતિહાસ : મેજર ધન સિંહ થાપાની પૃણ્યતિથિ, ભારત-ચીન યુદ્ધના પરમવીર ચક્રથી સમ્માનિત ભારતીય સૈનિક
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- તુલિકા માન (1998) - ભારતીય જુડો ખેલાડી.
- લીઓ ટોલ્સટોય (1828) - એક મહાન રશિયન નવલકથાકાર હતા.
- ભારતેન્દુ હરિશ્ચંદ્ર (1850) - પ્રખ્યાત હિન્દી લેખક અને નાટ્યકાર હતા.
- મહેબૂબ ખાન (1907) - ભારતીય સિનેમા ઇતિહાસના અગ્રણી નિર્માતા-નિર્દેશક હતા.
- હુસૈન શા (1905) - ભારતીય ફિલસૂફ.
- બ્રિશ ભાન (19080 - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને સ્વતંત્રતા સેનાની હતા.
- અક્ષય કુમાર (1967) - પ્રખ્યાત બોલીવુડ અભિનેતા.
- વિક્રમ બત્રા (1974) - ભારતીય સૈનિક.
- લીલા ચિટનીસ (1909) - એક પ્રખ્યાત હિન્દી ફિલ્મ અભિનેત્રી હતી.
- ગોપાલ ચંદ્ર પ્રહરાજ (1874) - ઉડિયા ભાષાના પ્રખ્યાત લેખક અને ભાષાશાસ્ત્રી હતા.
- મણિ મધુકર (1942) - પ્રખ્યાત સાહિત્યકાર.
- કાંતિ કુમાર જૈન (1932) - પ્રખ્યાત હિન્દી લેખક.
- જ્યોતિ સુનીતા કુલ્લુ (1978) - ભારતની પ્રખ્યાત મહિલા હોકી ખેલાડી.
- હમીદુલ્લા ખાન (1894) - ભારતના ભોપાલ રાજ્યના છેલ્લા નવાબ હતા.
- અર્જુન લાલ સેઠી (1880) - ભારતના સ્વાતંત્ર્ય સેનાની.
આ પણ વાંચો | 5 સપ્ટેમ્બરનો ઇતિહાસ : ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનની શિક્ષક દિવસ તરીકે ઉજવણી
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- જોગેશ દાસ (1999) - આસામી ભાષાના પ્રખ્યાત લેખક.
- શેખ અબ્દુલ્લા (1982) - કાશ્મીરના નેતા.
- સદાશિવ ત્રિપાઠી (1980) - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને ઓડિશાના 5મા મુખ્યમંત્રી.
- લાલા જગત નારાયણ (1981) - પ્રખ્યાત પત્રકાર અને હિંદ સમાચાર જૂથના સ્થાપક હતા.
- રામવૃક્ષ બેનીપુરી (1968) - ભારતના પ્રખ્યાત નવલકથાકાર, વાર્તા લેખક, નિબંધકાર, નાટ્યકાર, ક્રાંતિકારી, પત્રકાર અને સંપાદક.
- વર્ગીસ કુરિયન (2012) - ભારતમાં અને શ્વેત ક્રાંતિના પિતા, અમૂલ ડેરીના પૂર્વ વડા .
- આનંદ કુમાર સ્વામી (1947) - ભારતના પ્રખ્યાત કલાકાર અને વિચારક.
- અકબર અલ્હાબાદી (1921) - હિન્દુસ્તાની ભાષા અને હિન્દુસ્તાની સંસ્કૃતિના ખૂબ જ મજબૂત અને હિંમતવાન કવિ હતા.
આ પણ વાંચો | 4 સપ્ટેમ્બર: બ્રિટિશ સંસદમાં ચૂંટાનાર પ્રથમ ભારતીય દાદા ભાઇ નવરોજીની જન્મજંયતિ


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us