/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/AMC-recruitment-2023.jpg)
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી
AMC recruitment 2023, Notification, last date, online apply : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ખાસ કરીને અમદાવાદમાં રહેતા ઉમેદવારો માટે આ સૂવર્ણતક છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ માટેની ભરતી બહાર પાડી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરશનના નોટિફિકેશન પ્રમાણે મેડિકલ ઓફિસર, લેબ ટેક્નિશિયન, ફાર્માસિસ્ટ, ફીમેઇલ હેલ્થ વર્કર, મલ્ટિ પરપઝ હેલ્થ વર્કર સહિતની કુલ 1027 જગ્યાઓ પર ભરતી કરવાની છે. રસ ધરાવતા ઉમેદવારોએ 19 સપ્ટેમ્બર 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ https://ahmedabadcity.gov.in/ પર ઓનલાઇન અરજી કરી શકે છે.
AMC Recruitment 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, મહત્વની માહિતી
| સંસ્થાનું નામ | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન – AMC |
| કુલ ખાલી જગ્યા | 1027 |
| પોસ્ટનું નામ | મેડિકલ ઓફિસર, લેબ ટેક્નિશિયન, ફાર્માસિસ્ટ, ફીમેઇલ હેલ્થ વર્કર, મલ્ટિ પરપઝ હેલ્થ વર્કર |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની શરુઆતની તારીખ | 4/09/2023 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 18/09/2023 |
| સત્તાવાર વેબસાઇટ | https://ahmedabadcity.gov.in/ |
AMC Bharti 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નોકરી, જગ્યાની વિગતે માહિતી
| પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
| મેડિકલ ઓફિસર | 87 |
| લેબ ટેક્નીશીયન | 78 |
| ફાર્માસીસ્ટ | 83 |
| ફીમેલ હેલ્થ વર્કર | 435 |
| મલ્ટી પરપઝ હેલ્થ વર્કર | 344 |
| કુલ | 1027 |
AMC vacancy 2023 : અમદાવાદ મહાનગરપાલિકા ભરતી, નોટિફિકેશન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારોએ લાયકાત, ઉમર, પગારધોરણ સહિતની માહિતી જાણવા માટે એએમસીનું સત્તાવાર નોટિફિકેશન જોવું.
AMC placement 2023 : અમદાવાદ મહાનગરપાલિકા પ્લેસમેન્ટ, અરજી કેવી રીતે કરવી?
રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે
AMC ની ભરતી માટે અરજી કરતી વખતે તમારે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
સૌ પ્રથમ આપેલી લિન્કની મદદથી ઓફીસીયલ ભરતી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us