Banas Dairy Recruitment 2023 : બનાસ ડેરી ભરતી, વિવિધ જગ્યાઓ માટે અરજી કરવાનો માત્ર એક જ દિવસ બાકી

Banas Dairy Recruitment 2023, Post, last date, Notification : બનાસ ડેરી દ્વારા જુનિયર ઓફિસરથી લઇને મેનેજર સુધીની પોસ્ટ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.જોકે, રસ ધરાવતા ઉમેદવારો ફટાફટ અરજી કરી કરો કારણ કે હવે અરજી કરવા માટે માટે માત્ર એક જ દિવસ બાકી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 11 ઓગસ્ટ 2023 છે..

Written by Ankit Patel
August 10, 2023 08:51 IST
Banas Dairy Recruitment 2023 : બનાસ ડેરી ભરતી, વિવિધ જગ્યાઓ માટે અરજી કરવાનો માત્ર એક જ દિવસ બાકી
બનાસ ડેરીમાં વિવિધ જગ્યાઓ પર ભરતી

Banas Dairy Recruitment 2023, Post, last date, Notification : નોકરી માટે તકની શોધમાં રહેલા યુવક-યુવતીઓ માટે સારા સમાચાર આવી ગયા છે. બનાસકાંઠાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીએ વિવિધ જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે. બનાસ ડેરી દ્વારા જુનિયર ઓફિસરથી લઇને મેનેજર સુધીની પોસ્ટ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.જોકે, રસ ધરાવતા ઉમેદવારો ફટાફટ અરજી કરી કરો કારણ કે હવે અરજી કરવા માટે માટે માત્ર એક જ દિવસ બાકી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 11 ઓગસ્ટ 2023 છે.અંગે શૈક્ષણિક લાયકાત, અનુભવ, પોસ્ટની વિગત વાર વિગતો જાણવા માટે ઉમેદારો https://www.banasdairy.coop/ વેબસાઇટની મુલાકાત ચોક્કસ લેવી.

Banas Dairy Recruitment 2023 : બનાસ ડેરી ભરતીની મહત્વની માહિતી

સંસ્થાનું નામબનાસ ડેરી
પોસ્ટજુનિયર ઓફિસરથી લઇને મેનેજર સુધી
નોટિફિકેશન બહાર પડ્યાની તારીખ26 જુલાઇ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ11 ઓગસ્ટ 2023
લાયકાતવિવિધ પોસ્ટ વિવિધ લાયકાત છે જે માટે સત્તાવાર નોટિફિકેશન જોવું
અનુભવવિવિધ પોસ્ટ માટે 2 વર્ષથી લઇને 10 વર્ષ સુધીનો અનુભવ
વેબસાઈટhttps://www.banasdairy.coop/
ક્યાં અરજી કરવીrecruitment@banasdairy.coop

Banas Dairy Recruitment 2023 : બનાસ ડેરી ભરતી માટે વિવિધ પોસ્ટની માહિતી

બનાસ ડેરીએ આપેલી જાહેરાત પ્રમાણે વિવિધ પોસ્ટઓ માટે ભરતી બહાર પાડી છે.

જુનિયર ઓફિસર, ઓફિસર, સિનિયર

  • શૈક્ષણિક લાયકાત – બી.ટેક, એમ.ટેક, (ડેરી ટેક્નોલોજી) (ડેરી એન્ડ ફૂડ ટેક્નોલોજી)
  • અનુભવ – ડેરી ઇન્ડસ્ટ્રીમાં 1થી 5 વર્ષ અનુભવ

જુનિયર એક્ઝુક્યુટિવ, આસિસ્ટન્ટ એક્ઝુક્યુટિવ, એક્ઝુક્યુટિવ, સિનિયર એક્ઝુક્યુટિવ

  • શૈક્ષણિક લાયકાત – બી.ટેક, એમ.ટેક, (ડેરી ટેક્નોલોજી) (ડેરી એન્ડ ફૂડ ટેક્નોલોજી)
  • અનુભવ – ડેરી ઇન્ડસ્ટ્રીમાં 6થી 10 વર્ષનો અનુભવ

સિનિયર ઓફિસર, જુનિયર એક્ઝુક્યુટિવ, આસિસ્ટન્ટ એક્ઝુક્યુટિવ, એક્ઝુક્યુટિવ, સિનિયર એક્ઝુક્યુટિવ

  • શૈક્ષણિક લાયકાત – બી.ઈ., બી.ટેક, એમ.ઈ, એમ. ટેક (મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ,ઇસ્ટ્રૂમેન્સ્ટેશન એન્ડ કંટ્રોલ, ડેરી એન્જીનિયરિંગમાં એમ.ટેક 60 ટકા માર્ક્સ મેળવેલા હોવા જોઇએ.,
  • અનુભવ – 5 વર્ષનો અનુભવ

જુનિયર એક્ઝુક્યુટિવ, સિનિયર ઓફિસર, ઓફિસર, જુનિયર ઓફિસર (ફાઇનાન્સ એન્ડ ઓડિટ)

  • શૈક્ષણિક લાયકાત – સીએ
  • અનુભવ – 2થી 5 વર્ષનો અનુભવ

મેનેજર (ફાઇનાન્સ- કાસ્ટિંગ)

  • શૈક્ષણિક લાયકાત – સીએ
  • અનુભવ – કોસ્ટ એકાઉન્ટન્ટનો 7થી 10 વર્ષનો અનુભવ

હેડ એગ્રોનોમી

  • શૈક્ષણિક લાયકાત – એમએસસી એગ્રીકલ્ચર
  • અનુભવ – એગ્રોનોમીમાં ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ

ઓફિસર- સિનિયર ઓફિસર

  • શૈક્ષણિક લાયકાત – બીએસસી, એમએસસી એગ્રિકલ્ચર

  • અનુભવ – એગ્રોનોમી 5થી 10 વર્ષનો અનુભવ

Banas Dairy Recruitment 2023 : બનાસ ડેરી ભરતીની જાહેરાત

Banas Dairy Recruitment 2023 : બનાસ ડેરી ભરતી માટે છેલ્લી તારીખ

બનાસ ડેરી ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારોએ 11 ઓગસ્ટ 2023 સુધીમાં પોતાનો રિઝ્યુમ ઇમેલ કરવાનો રહશે.

Banas Dairy Recruitment 2023 : બનાસ ડેરી ભરતી માટે ક્યાં અરજી કરવી

બનાસ ડેરીની વિવિધ પોસ્ટની ભરતી માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ પોતાનો બાયો ડેટા recruitment@banasdairy.coop ઉપર ઇમેઇલ કરવાનો રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ