SBI Recruitment 2023 : ગુજરાતમાં સ્ટેટ બેંકમાં 291 જગ્યાઓ પર બમ્પર ભરતી,અહીં વાંચો સંપૂર્ણ વિગત

SBI Apprentice Recruitment 2023, SBI bharti, notification, last date, online apply : સ્ટેટ બેંકે 6160 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના નોટિફિકેશન પ્રમાણે કુલ 6160 જગ્યાઓ પૈકી ગુજરાતમાં 291 જગ્યાઓની ભરતી થશે.

SBI Apprentice Recruitment 2023, SBI bharti, notification, last date, online apply : સ્ટેટ બેંકે 6160 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના નોટિફિકેશન પ્રમાણે કુલ 6160 જગ્યાઓ પૈકી ગુજરાતમાં 291 જગ્યાઓની ભરતી થશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
SBI recruitment 2023 | SBI recruitment notification | SBI jobs | jobs news in Gujarati

સ્ટેટ બેંકમાં ભરતી

SBI Apprentice Recruitment 2023, Gujarat SBI bharti, notification, last date, online apply : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સ્ટેટ બેંકે 6160 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના નોટિફિકેશન પ્રમાણે કુલ 6160 જગ્યાઓ પૈકી ગુજરાતમાં 291 જગ્યાઓની ભરતી થશે.

જે ઉમેદવારો આ પદો માટે અરજી કરવા માગે છે તેઓ SBIની અધિકૃત સાઇટ sbi.co.in દ્વારા અરજી કરી શકે છે. નોંધણી પ્રક્રિયા 1 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે અને 21 સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થશે. ઉમેદવારો માત્ર એક રાજ્ય માટે અરજી કરી શકે છે. ઉમેદવારો આ પ્રોજેક્ટ હેઠળ માત્ર એક જ વાર પરીક્ષા આપી શકે છે. પાત્રતા, પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો માટે આગલ આર્ટિકલ વાંચતા રહો.

SBI bharti 2023 : સ્ટેટ બેંક ભરતી, મહત્વની વિગતો

સંસ્થાનું નામસ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)
પોસ્ટએપ્રેન્ટિસ
કુલ જગ્યા6160
ગુજરાતમાં જગ્યા291
અરજી કરવાની શરુઆતની તારીખ1 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ21 સપ્ટેમ્બર 21 2023
લેખિત પરીક્ષાઓક્ટોબર/નવેમ્બર 2023
લાયકાતસ્નાતક
અરજી ફી₹ 300

SBI bharti 2023 : સ્ટેટ બેંક ભરતી, અનામત પ્રમાણે વિવરણ

જ્ઞાતિપોસ્ટની સંખ્યા
એસસી20
એસટી43
ઓબીસી78
ઈડબલ્યુએસ29
યુઆર121
કુલ291

SBI Bank jobs : SBI ભરતી, લાયકાત

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એપ્રેન્ટિસ કરવામાં રસ ધરાવતા ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.

state bank bharti : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી નોટિફિકેશન

ઉમેદવારો આ પ્રોજેક્ટ હેઠળ માત્ર એક જ વાર પરીક્ષા આપી શકે છે. પાત્રતા, પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો માટે આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

SBI Recruitment 2023 : સ્ટેટ બેંક ભરતી, પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન લેખિત કસોટી અને સ્થાનિક ભાષાની કસોટીનો સમાવેશ થશે. લેખિત પરીક્ષામાં 100 પ્રશ્નો હશે અને મહત્તમ ગુણ 100 છે. પરીક્ષાનો સમયગાળો 60 મિનિટનો છે. સામાન્ય અંગ્રેજીની કસોટી સિવાય, લેખિત પરીક્ષા માટે કસોટીના પ્રશ્નો 13 પ્રાદેશિક ભાષાઓમાં સેટ કરવામાં આવશે. અંગ્રેજી અને હિન્દી ભાષા ઉપરાંત આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ, ઉર્દૂ.

SBI bank Vacancy 2023 : એસબીઆઈ બેંક ભરતી, અરજી ફી

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એપ્રેન્ટિસ માટે અરજી કરના જનરલ/OBC/EWS કેટેગરી ઉમેદવારો માટેની અરજી ફી ₹300 છે. SC/ST/PwBD કેટેગરીના ઉમેદવારોને ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. વધુ સંબંધિત વિગતો માટે ઉમેદવારો SBIની અધિકૃત સાઇટ તપાસી શકે છે.

Advertisment
બેંક બેંક નોકરી કરિયર ટીપ્સ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નોકરી કરિયર