SBI Recruitment 2023 : સ્ટેટ બેંકમાં 6160 જગ્યાઓ પર બમ્પર ભરતી, આજથી અરજી પ્રક્રિયા શરુ, અહીં વાંચો તમામ વિગતો

SBI Apprentice Recruitment 2023, SBI bharti, notification, last date, online apply : સ્ટેટ બેંકે 6160 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. જે ઉમેદવારો આ પદો માટે અરજી કરવા માગે છે તેઓ SBIની અધિકૃત સાઇટ sbi.co.in દ્વારા અરજી કરી શકે છે.

Written by Ankit Patel
Updated : September 01, 2023 12:42 IST
SBI Recruitment 2023 : સ્ટેટ બેંકમાં 6160 જગ્યાઓ પર બમ્પર ભરતી, આજથી અરજી પ્રક્રિયા શરુ, અહીં વાંચો તમામ વિગતો
સ્ટેટ બેંકમાં ભરતી

SBI Apprentice Recruitment 2023, SBI bharti, notification, last date, online apply : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સ્ટેટ બેંકે 6160 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે.

જે ઉમેદવારો આ પદો માટે અરજી કરવા માગે છે તેઓ SBIની અધિકૃત સાઇટ sbi.co.in દ્વારા અરજી કરી શકે છે. નોંધણી પ્રક્રિયા 1 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે અને 21 સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થશે. ઉમેદવારો માત્ર એક રાજ્ય માટે અરજી કરી શકે છે. ઉમેદવારો આ પ્રોજેક્ટ હેઠળ માત્ર એક જ વાર પરીક્ષા આપી શકે છે. પાત્રતા, પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો માટે આગલ આર્ટિકલ વાંચતા રહો.

SBI bharti 2023 : સ્ટેટ બેંક ભરતી, મહત્વની વિગતો

સંસ્થાનું નામસ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)
પોસ્ટએપ્રેન્ટિસ
કુલ જગ્યા6160
અરજી કરવાની શરુઆતની તારીખ1 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ21 સપ્ટેમ્બર 21 2023
લેખિત પરીક્ષાઓક્ટોબર/નવેમ્બર 2023
લાયકાતસ્નાતક
અરજી ફી₹ 300

SBI Bank jobs : SBI ભરતી, લાયકાત

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એપ્રેન્ટિસ કરવામાં રસ ધરાવતા ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.

state bank bharti : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી નોટિફિકેશન

ઉમેદવારો આ પ્રોજેક્ટ હેઠળ માત્ર એક જ વાર પરીક્ષા આપી શકે છે. પાત્રતા, પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો માટે આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

SBI Recruitment 2023 : સ્ટેટ બેંક ભરતી, પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન લેખિત કસોટી અને સ્થાનિક ભાષાની કસોટીનો સમાવેશ થશે. લેખિત પરીક્ષામાં 100 પ્રશ્નો હશે અને મહત્તમ ગુણ 100 છે. પરીક્ષાનો સમયગાળો 60 મિનિટનો છે. સામાન્ય અંગ્રેજીની કસોટી સિવાય, લેખિત પરીક્ષા માટે કસોટીના પ્રશ્નો 13 પ્રાદેશિક ભાષાઓમાં સેટ કરવામાં આવશે. અંગ્રેજી અને હિન્દી ભાષા ઉપરાંત આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ, ઉર્દૂ.

SBI bank Vacancy 2023 : એસબીઆઈ બેંક ભરતી, અરજી ફી

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એપ્રેન્ટિસ માટે અરજી કરના જનરલ/OBC/EWS કેટેગરી ઉમેદવારો માટેની અરજી ફી ₹300 છે. SC/ST/PwBD કેટેગરીના ઉમેદવારોને ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. વધુ સંબંધિત વિગતો માટે ઉમેદવારો SBIની અધિકૃત સાઇટ તપાસી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ