UGC Fake University List: યુજીસી દ્વારા દેશની 32 બોગસ યુનિવર્સિટીની યાદી જાહેર, સૌથી વધુ દિલ્હીમાં

UGC Fake University List 2026: યુજીબી દ્વારા દેશભરની 32 બોગસ યુનિવર્સિટીની યાદી જાહેર કરવામાં આવી છે. આ સાથે જે યુજીસીએ ચેતવણી આપી છે કે આ સંસ્થાઓમાંથી મેળવેલી ડિગ્રી માન્ય રહેશે નહીં.

UGC Fake University List 2026: યુજીબી દ્વારા દેશભરની 32 બોગસ યુનિવર્સિટીની યાદી જાહેર કરવામાં આવી છે. આ સાથે જે યુજીસીએ ચેતવણી આપી છે કે આ સંસ્થાઓમાંથી મેળવેલી ડિગ્રી માન્ય રહેશે નહીં.

author-image
Ajay Saroya
New Update
UGC Fake University List

UGC Fake University List 2026 : UGC બોગસ યુનિવર્સિટી યાદી 2026. Photograph: (Freepik)

UGC Fake University List 2026: ગુજરાતમાં આગામી માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે. તેના 1 કે બે મહિના બા યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. આ પહેલા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ દેશભરમાં ધમધમી રહેલી નકલી યુનિવર્સિટીઓની અપડેટ યાદી (UGC Fake University List 2026) જાહેર કરી છે. આ યાદીમાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલતી કુલ 32 બોગસ યુનિવર્સિટીની યાદી જાહેર કરી છે. આ યાદીમાં સૌથી વધુ 12 શૈક્ષણિક સંસ્થાઓ દેશની રાજધાની દિલ્હીની છે.

Advertisment

બોગસ યુનિવર્સિટીની ડિગ્રી માન્ય રહેશે નહીં

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળ કામ કરતી સંસ્થા યુજીસી દ્વારા નકલી યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓને કડક ચેતવણી પણ આપી છે. યુજીસીએ કહ્યું છે કે આ સંસ્થાઓમાંથી મેળવેલી ડિગ્રી માન્ય રહેશે નહીં. આ સંસ્થાઓની ડિગ્રીનો ઉપયોગ નોકરીઓ, સરકારી સેવાઓ અથવા ઉચ્ચ શિક્ષણ કાર્યક્રમોમાં પ્રવેશ માટે કરી શકાશે નહીં.

UGC બોગસ યુનિવર્સિટીની યાદી 2026

ક્રમયુનિવર્સિટીનું નામરાજ્ય
1ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એન્ડ ફિઝિકલ હેલ્થ સાયન્સિસ (AIPHS) સ્ટેટ ગવર્મેન્ટ યુનિવર્સિટીદિલ્હી
2કોમર્શિયલ યુનિવર્સિટી લિમિટેડદરિયાગંજ, દિલ્હી
3યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટીદિલ્હી
4વોકેશનલ યુનિવર્સિટીદિલ્હી
5ADR સેન્ટ્રિક કેન્દ્રિત જ્યૂરિડિકલ યુનિવર્સિટી25 રાજેન્દ્ર પ્લેસ, નવી દિલ્હી
6ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગનવી દિલ્હી
7વિશ્વકર્મા ઓપન યુનિવર્સિટી ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટદિલ્હી
8આધ્યાત્મિક વિશ્વવિદ્યાલયરોહિણી, દિલ્હી
9વર્લ્ડ પીસ ઓફ યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી (WPUNU)પીથમપુરા, નવી દિલ્હી
10ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ એન્જિનિયરિંગકોટલા મુબારકપુર, દિલ્હી
11ગાંધી હિન્દી વિદ્યાપીઠપ્રયાગરાજ (અલ્હાબાદ), ઉત્તર પ્રદેશ
12નેતાજી સુભાષચંદ્ર બોઝ યુનિવર્સિટી (ઓપન યુનિવર્સિટી)અલીગઢ, ઉત્તર પ્રદેશ
13ભારતીય શિક્ષણ પરિષદલખનઉ, ઉત્તર પ્રદેશ
14મહામાયા ટેકનિકલ યુનિવર્સિટીસેક્ટર 110, નોઈડા
15મેજિક એન્ડ આર્ટ યુનિવર્સિટીફરીદાબાદ, હરિયાણા
16રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ અલવર, રાજસ્થાન
17દક્ષ વિશ્વવિદ્યાલય (વ્યાવસાયિક અને જીવન કૌશલ્ય શિક્ષણ) રાંચી, ઝારખંડ
18ક્રાઇસ્ટ ન્યૂ ટેસ્ટામેન્ટ ડીમ્ડ યુનિવર્સિટીઆંધ્રપ્રદેશ
19બાઇબલ ઓપન યુનિવર્સિટી ઓફ ઈન્ડિયાઆંધ્રપ્રદેશ
20ભારતીય વૈકલ્પિક ચિકિત્સા સંસ્થાનઅરુણાચલ પ્રદેશ
21ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિનકોલકાતા
22ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન એન્ડ રિસર્ચ  પશ્ચિમ બંગાળ
23રાજા અરબી યુનિવર્સિટીનાગપુર, મહારાષ્ટ્ર
24શ્રી બોધિ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશનપુંડુચેરી
25બડગાંવવી ગવર્નમેન્ટ વર્લ્ડ ઓપન યુનિવર્સિટી એજ્યુકેશન સોસાયટીબેલગામ (કર્ણાટક)
26ઉષા લચુમનન કોલેજ ઓફ એજ્યુકેશનપુંડુચેરી
27સર્વ ભારતીય શિક્ષા પીઠવિજય નગર, કર્ણાટક
28ગ્લોબલ હ્યુમન પીશ યુનિવર્સિટીબેંગ્લોર, કર્ણાટક
29ઇન્ટરનેશનલ ઇસ્લામિક યુનિવર્સિટી ઓફ પ્રોફેટિક મેડિસિનકોઝિકોડ, કેરળ
30સેન્ટ. જોહ્ન યુનિવર્સિટીકિશનટ્ટમ, કેરળ
31રાજા અરેબિક યુનિવર્સિટીનાગપુર, મહારાષ્ટ્ર
32નેશનલ બેકવર્ડ કૃષિ યુનિવર્સિટીસોલાપુર, મહારાષ્ટ્ર

શિક્ષણ કરિયર ટીપ્સ કરિયર