/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/UGC.jpg)
UGC : યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. (Photo: Jansatta)
UGC Fake Universities List : યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ ત્રણ રાજ્યોમાં ધમધમી રહેલી 3 બોગસ યુનિવર્સિટી વિશે ચેતવણી આપી છે. UGC એ દિલ્હી, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ચાલી રહેલી ત્રણ નકલી યુનિવર્સિટીના નામ જાહે કર્યા છે. યુજીસીએ કહ્યું છે કે, આ ત્રણેય યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ડિગ્રી ખાનગી ક્ષેત્રની નોકરીઓ અથવા સરકારી ક્ષેત્રની નોકરીઓમાં માન્ય રહેશે નહીં.
યુજીસીએ વિદ્યાર્થીઓના વાલીઓને આ યુનિવર્સિટીઓથી સતર્ક રહેવા જણાવ્યું છે. UGC નું કહેવું છે કે આ યુનિવર્સિટીઓ કોઈ પણ કાયદાકીય મંજૂરી વિના યુનિવર્સિટી તરીકે કામ કરી રહી છે.
આ ત્રણેય યુનિવર્સિટીઓ કઈ છે?
યુજીસીની નોટિસ અનુસાર, દેશની રાજધાની દિલ્હીની NIMS, કર્ણાટકની સર્વ ભારતીય શિક્ષા પીઠ અને મહારાષ્ટ્રની રાષ્ટ્રીય બેકવર્ડ કૃષિ વિદ્યાપીઠ નકલી યુનિવર્સિટી તરીકે કાર્યરત છે. યુજીસીના જણાવ્યા અનુસાર આ સંસ્થાઓ જે ડિગ્રી આપી રહી છે તેની કોઈ માન્યતા નથી. આ યુનિવર્સિટીઓને ભારતીય કાયદા હેઠળ ડિગ્રી આપવાનો અધિકાર નથી.
UGC ની વિદ્યાર્થીઓને ચેતવણી
UGC સ્પષ્ટપણે જણાવ્યું છે કે આવી સંસ્થાઓમાંથી મેળવેલી ડિગ્રી માન્ય નથી. આગળના અભ્યાસ, સરકારી ભરતી અથવા ખાનગી ક્ષેત્રમાં નોકરીઓ માટે આ યુનિવર્સિટીઓની લાયકાત સ્વીકારવામાં આવશે નહીં. યુજીસીએ વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે તેઓ કોલેજ અથવા યુનિવર્સિટીની પસંદગી કરતી વખતે સાવચેત રહે અને પ્રવેશ લેતા પહેલા સંસ્થાને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે કે નહીં તે હંમેશા તપાસ કરો. આ ચેતવણી યુજીસીના નકલી યુનિવર્સિટીઓની યાદી અપડેટ કરવા અને જાહેર કરવાના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે.
UGCના આ નિયમ હેઠળ યુનિવર્સિટી ને માન્યતા મળે છે
યુજીસી દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીને યોગ્ય યુનિવર્સિટી માનવામાં આવે છે અને યુનિવર્સિટીને કાયદા હેઠળ આવ્યા પછી આ અધિકાર મળે છે. યુજીસી એક્ટ, 1956 એ ભારતમાં ઉચ્ચ શિક્ષણનું સંચાલન કરતો મુખ્ય કાયદો છે. આ અંતર્ગત યુજીસીને યુનિવર્સિટીઓ પર નજર રાખવાની, શૈક્ષણિક ધોરણો નક્કી કરવાની અને ગુણવત્તા સુનિશ્ચિત કરવાની સત્તા મળે છે. આ કાયદા મુજબ માત્ર તે જ સંસ્થાઓ યુનિવર્સિટી તરીકે ઓળખાવા અને ડિગ્રી આપવા માટે પાત્ર છે, જે કલમ 2 (એફ) હેઠળ માન્યતા પ્રાપ્ત છે, અથવા કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી જાહેર કરવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us