UGC NET 2024 Exam New Date : યુજીસી નેટ 2024 ની (UGC-NET 2024) પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએએ યુજીસી નેટ પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે. અગાઉ યુજીસી નેટ એક્ઝામ 16 જૂન, 2024 રવિવારના રોજ યોજાવાની હતી. જો કે પરીણાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. યુજીસીના અધ્યક્ષ એમ જગદેશ કુમારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા નવી તારીખ વિશે માહિતી આપી હતી. જાણો યુજીએસ નેટ 2024 પરીક્ષાની નવી તારીખ અને તારીખ બદલવાનું કારણ
યુજીસી નેટ પરીક્ષાની તારીખ કેમ બદલાઇ
યુજીસી નેટ 2024 એક્ઝામ જે દિવસે યોજાવાની હતી તે જ દિવસે યુપીએસસી 2024 પ્રીલિમ્સની એક્ઝામ પર થવાની હતી. આથી ઉમેદવારો મૂંઝવણમાં હતા કે યુજીએસ નેટની પરીક્ષા આપવી કે યુપીએસસી પ્રીલિમ્સની એક્ઝામ આપવી. ઉમેદવારો દ્વારા આ મામલે યુજીસીને રજૂઆત કરવામાં આવી હતી.
યુજીએસ નેટ 2024 પરીક્ષા નવી તારીખ
યુજીસીના અધ્યક્ષ એમ જગદેશ કુમારના ટ્વીટ અનુસાર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને યુજીસીએ ઉમેદવારો તરફથી મળેલી રજૂઆતના આધારે નિર્ણય લીધો છે કે 16 જૂને યોજાનારી યુજીસી નેટ પરીક્ષા હવે 18 જૂન, 2024ના રોજ લેવામાં આવશે.
એનટીએ એક જ દિવસે સમગ્ર ભારતમાં ઓએમઆર મોડમાં યુજીસી-નેટનું આયોજન કરશે. તમને જણાવી દઈએ કે અગાઉ યુજીસી નેટની પરીક્ષા અને યુપીએસસી પ્રીલિમ્સ પરીક્ષા એક જ દિવસ યોજાવાની હતી. તેથી એનટીએએ તેના શેડ્યૂલમાં ફેરફારની જાહેરાત કરી છે.
યુજીસી નેટ 2024 પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ
તમને જણાવી દઇયે કે, યુજીસી નેટ 2024 પરીક્ષા માટેની અરજી પ્રક્રિયા ચાલી રહી છે. યુજીએસ નેટ 2024 પરીક્ષા માટે અરજી પ્રક્રિયા 20 એપ્રિલથી શરૂ થઈ હતી અને અરજી કરવાની છેલ્લી તારીખ 10 મે, 2024 છે. અરજી ફી ભરવાની છેલ્લી તારીખ 11 મે, 2024 છે. જુનિયર રિસર્ચ ફેલોશિપ (જેઆરએફ) અને / અથવા સહાયક પ્રોફેસર માટે લાયક બનવા માટે આ પરીક્ષા માટેની અરજી સંપૂર્ણપણે ઓનલાઇન છે.
આ પણ વાંચો | UPSC : જાણો એવા યુવાનની કહાણી જે પરીક્ષામાં નાપાસ થયા બાદ પણ છે ચર્ચામાં
યુજીસી નેટ પરીક્ષા કોણ આપી શકે છે?
યુજીસી નેટ પરીક્ષા જે ઉમેદવારો ચાર વર્ષ / 8-સેમેસ્ટરના સ્નાતક ડિગ્રી પ્રોગ્રામ કરી રહ્યા છે અને તેમના અંતિમ સેમેસ્ટર / વર્ષમાં છે, તેઓ આ પરીક્ષા આપી શકે છે. યુજીસી માટે ક્વોલિફાય થનારા વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએશનમાં 75 ટકા ગુણ મેળવવાના રહેશે.