Union Bank of India Recruitment 2024 : નોકરીની શોધ કરતા યુવાનો માટે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં જોબ કરવાની સારી તક છે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ એપ્રેન્ટિસની 500 પોસ્ટ પર ભરતીની જાહેરાત બહાર પાડી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર ભરતી માટે બેંકની સત્તાવાર વેબસાઇટ www.unionbankofindia.co.in ના માધ્યમથી અરજી કરી શકે છે.
ગુજરાતમાં 56 વેકેન્સી
યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ એપ્રેન્ટિસની આ ભરતી ગુજરાત, યુપી, બિહાર , આંધ્ર પ્રદેશ સહિત 25 રાજ્યો માટે બહાર પાડી છે. કુલ 500 પોસ્ટ છે. જેમાં સૌથી વધારે વેકેન્સી ઉત્તર પ્રદેશ (61), ગુજરાત (56),આંધ્ર પ્રદેશ (50),કર્ણાટક (40) અને કેરળ (22)માં છે.
સૌ પ્રથમ તો નેશનલ એપ્રેન્ટિસશિપ પોર્ટલ www.apprenticeshipindia.gov.in અને એનઇટીએસ પોર્ટલ nats.education.gov.in વિઝિટ કરીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ પછી તમારે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ unionbankofindia.co.in પર જઇને અરજી કરવાની રહેશે.
યોગ્યતા
કોઇ પણ વિષયમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. જે રાજ્યમાં અરજી કરવામાં આવી રહી છે તે રાજ્યની સ્થાનિક ભાષાનું સારું જ્ઞાન હોવું આવશ્યક છે.
વય મર્યાદા
આ પદ પર અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 1 ઓગસ્ટ 2024ના રોજ ન્યૂનતમ 20 વર્ષ અને વધારેમાં વધારે 28 વર્ષ હોવી જોઈએ. એસસી/એસટી ઉમેદવારો માટે વયમર્યાદામાં 5 વર્ષ અને ઓબીસી માટે 3 વર્ષની છૂટ આપવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે.
આ પણ વાંચો – ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : આ ઉમેદવારોને મળશે ₹ 40,000થી વધુ પગારવાળી સરકારી નોકરી
પગાર ધોરણ
એક વર્ષના સમયગાળા માટે દર મહિને 15000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. અન્ય કોઈ ભથ્થું મળશે નહીં.
પસંદગી પ્રક્રિયા
ઓનલાઈન પરીક્ષા . આમાં 100 ગુણના ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. આ પ્રશ્નો જનરલ/ફાઇનાન્સિયલ અવેરનેસ, જનરલ ઇંગ્લિશ, ક્વોન્ટિટેટિવ અને રિઝનિંગ એપ્ટીટ્યૂડ અને કમ્પ્યુટર નોલેજ સાથે સંબંધિત હશે. દરેક વિભાગમાં 25 ગુણના 50 પ્રશ્નો હશે.
પરીક્ષા ફી
- જનરલ અને ઓબીસી – 800 રૂપિયા
- મહિલા ઉમેદવારો – 600 રૂપિયા
- SC/ST-600 રૂપિયા
- દિવ્યાંગ ઉમેદવારો – 400 રૂપિયા