યુનિયન બેંક ભરતી : આ બેંકમાં બમ્પર ભરતી, ગુજરાતમાં પણ આટલી બધી નોકરીઓ, અહીં વાંચો તમામ માહિતી

Union bank Recruitment 2024 : યુનિયન બેંક દ્વારા દેશભરમાં લોકલ બેંક ઓફિસરની 1500 નોકરીઓ બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત ગુજરાતમાં પણ 200 જગ્યાઓ ભરવાની છે.

Union bank Recruitment 2024 : યુનિયન બેંક દ્વારા દેશભરમાં લોકલ બેંક ઓફિસરની 1500 નોકરીઓ બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત ગુજરાતમાં પણ 200 જગ્યાઓ ભરવાની છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
union bank Recruitment 2025

યુનિયન બેંક ભરતી - photo - Social media

Union bank Recruitment 2024, યુનિયન બેંક ભરતી : બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. યુનિયન બેંક દ્વારા દેશભરમાં લોકલ બેંક ઓફિસરની 1500 નોકરીઓ બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત ગુજરાતમાં પણ 200 જગ્યાઓ ભરવાની છે. આ માટે બેંકે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

યુનિયન બેંક ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, અનુભવ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

યુનિયન બેંક ભરતી મહત્વની વિગતો

સંસ્થાયુનિયન બેંક
પોસ્ટલોકલ બેંક ઓફિસર
જગ્યા1500
નોકરીનું સ્થળદેશભરમાં
ગુજરાતમાં જગ્યા200
અરજી કરવાની શરુઆતની તારીખ24-10-2024
અરજી કરવાની છેલ્લી તારીખ13-11-2024
ક્યાં અરજી કરવીhttps://www.unionbankofindia.co.in/english/recruitment.aspx

યુનિયન બેંક ભરતી માટે પોસ્ટની વિગતો

રાજ્યજગ્યા
આંધ્રપ્રદેશ200
આસામ50
ગુજરાત200
કર્ણાટક300
કેરળ100
મહારાષ્ટ્ર50
ઓડિશા100
તમિલનાડુ200
તેલંગાણા200
પશ્વિમ બંગાળ100
કુલ1500

ગુજરાતમાં કયા જિલ્લામાં મળશે નોકરી

યુનિયન બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન પ્રમાણે ગુજરાત માટે પસંદ કરેલા ઉમેદવારોને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ભાવનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરામાં પોસ્ટિંગ મળી શકે છે.

યુનિયન બેંક ભરતી માટે લાયકાત

  • શૈક્ષણિક લાયકાત - ભારત સરકાર અથવા તેના નિયમનકારી સંસ્થાઓ દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં પૂર્ણ સમય/નિયમિત સ્નાતકની ડિગ્રી.
  • વય મર્યાદા - યુનિયન બેંક ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 20 વર્ષથી વધારે અને 30 વર્ષથી ઓછી હોવી જોઈએ.

અરજી ફી

કેટેગરીફી
GEN/EWS/OBC850 રૂપિયા અને જીએસટી
SC/ST/PwBD175 રૂપિયા અને જીએસટી

પગાર ધોરણ

યુનિયન બેંકની ભરતી પ્રક્રિયામાં પસંદ પામેલા ઉમેદવારોને બેંકના ધારાધોરણ પ્રમાણે પગાર મળવા પાત્ર રહેશે. નોટિફિકેશનમાં કોઈ ચોક્કસ રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

પસંદગી પ્રક્રિયા

યુનિયન બેંક ભરતી માટે પસંદગી પ્રક્રિયામાં ઉમેદવારોની સંખ્યાના આધારે ઓનલાઈન પરીક્ષા/જૂથ ચર્ચા (જો હાથ ધરવામાં આવે તો)/અરજીઓની ચકાસણી અને/અથવા વ્યક્તિગત ઈન્ટરવ્યુનો સમાવેશ થઈ શકે છે. નોટિફાઇડ પોસ્ટ્સ માટે પસંદગી માટે આ તમામ અથવા કોઈપણ મોડનો ઉપયોગ કરવો કે નહીં તે નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર બેંક પાસે છે.

નોટિફિકેશન

યુનિયન બેંક ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, અનુભવ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.

અરજી કેવી રીતે કરવી

  • ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://www.unionbankofindia.co.in/ જવું
  • જ્યાં કરિયર ઓપ્શનમાં ક્લિક કરવાથી ભરતી અંગેની લિંક દેખાશે
  • એપ્લાય નાઉ ઉપર ક્લિક કરવાથી ભરતી ફોર્મ ખુલશે
  • માંગેલી વિગતો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • ફીની ચૂકવણી કર્યા બાદ સબમીટ કરવી અને ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી

આ પણ વાંચોઃ-વરાછા બેંક ભરતી : સુરતની આ બેંકમાં નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

ઉમેદવારોને સૂચન કરવામાં આવે છે કે યુનિયન બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી લોકલ બેંક ઓફિસરની ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

Advertisment
બેંક બેંક નોકરી નોકરી કરિયર ભરતી સરકારી નોકરી