યુનિયન બેંક ભરતી : બેંકમાં સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો બધી જ માહિતી

Union bank recruitment 2025 :યુનિયન બેંક ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, મહત્વની તારીખો સહિતની બધી જ માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.

Written by Ankit Patel
April 30, 2025 09:52 IST
યુનિયન બેંક ભરતી : બેંકમાં સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો બધી જ માહિતી
યુનિયન બેંક ભરતી - photo-Social media

Union bank recruitment 2025,યુનિયન બેંક ભરતી : બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ નોકરીના દ્વાર ખોલ્યા છે. યુનિયન બેંક દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર કર્યું છે. બેંક દ્વારા આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન પ્રક્રિયા શરુ કરી છે. ઉમેદવારો આજે 30 એપ્રિલ 2025થી ઓનલાઈન અરજીઓ કરી શકશે.

યુનિયન બેંક ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, મહત્વની તારીખો સહિતની બધી જ માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.

યુનિયન બેંક ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાયુનિયન બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટવિવિધ
જગ્યા500
વય મર્યાદા22થી 30 વર્ષ વચ્ચે
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ30-4-2025
અરજી કરવાની છેલ્લી તારીખ20-5-2025
ક્યાં અરજી કરવીhttps://www.unionbankofindia.co.in/

યુનિયન બેંક ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટવિભાગજગ્યા
આસિસ્ટન્ટ મેનેજરક્રેડિટ250
આસિસ્ટન્ટ મેનેજરઆઈટી250
કુલ500

શૈક્ષણિક લાયકાત

આસિસ્ટન્ટ મેનેજર ક્રેડિટ

ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અને CA/CMA (ICWA)/CS કરેલું હોવું જોઈએ અથવા તો ફૂલ ટાઈમ ફાઈનાન્સમાં 60 ટકા માર્ક સાથે MBA/MMS/PGDM/PGDBM કરેલું હોવું જોઈએ.

આસિસ્ટન્ટ મેનેજર આઈટી

ઉમેદવારે ફૂલટાઈમ B.E./BTech/MSc(IT)/MS/Mtech-કમ્યુટર સાયન્સ, આઈટી, ઈલેક્ટ્રોનિક્સ ડિગ્રી કરેલી હોવી જોઈએ.

શૈક્ષણિક લાયકાત અંગે વધુ માહિતી જાણવા ઉમેદવારે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

વય મર્યાદા

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી આસિસ્ટન્ટ મેનેજરની બંને પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા અંગે વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 22 વર્ષથી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ.અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

અરજી ફી

કેટેગરીફી
SC/ST/PwBD ઉમેદવારો₹177 (Inclusive of GST)
અન્ય કેટેગરીના ઉમેદવારો₹1180 (Inclusive of GST)

પગાર ધોરણ

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારો બેંકે નક્કી કરેલા ધારા ધોરણ પ્રમાણે પગાર ધોરણ મળવા પાત્ર રહેશે. વધારે માહિતી માટે નોટિફિકેશન વાંચવું.

ગુજરાત અને દેશમાં ચાલતી ભરતીઓ વિશે અને કરિયર સંબંધી અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી

  • આ ભરતી અંતર્ગત અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ બેંકની વેબસાઈટ https://www.unionbankofindia.co.in/ ની મુલાકાત લેવી
  • અહીં કરિયર-રિક્રૂટમેન્ટ ઓપ્શનમાં જવું
  • અહીં ભરતી માહિતી અને એપ્લાય ઓનલાઈનનો ઓપ્શન આવશે જેના પર ક્લિક કરવી
  • આમ એપ્લિકેશન ફોર્મ ખુલશે અને માંગેલી માહિતી ભરીને ફોર્મ સબમીટ કરવું
  • ફાઇનલ સબમિટ ફોર્મની પ્રીન્ટ કાઢી લેવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ