Unjha Nagarpalika bharti, ઊંઝા નગરપાલિકા ભરતી : ઊંઝામાં રહેતા અને નોકરીની શોધમાં રહેલા યુવકો માટે નોકરી કરવાની સારી તક આવી ગઈ છે. ઊંઝા નગરપાલિકા દ્વારા ડ્રેનેજ સફાઈ કામદારની જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટની 73 જગ્યાઓ માટે સીધી ભરતી કરવાની છે. રસ ધરાવતા ઉમેદવારોએ અરજી ફોર્મ ભરીને આપેલા સરનામા પર મોકલી આપવાની રહેશે.
ઊંઝા નગરપાલિકા ભરતીની મહત્વની માહિતી
સંસ્થા ઊંઝા નગરપાલિકા પોસ્ટ સ્વીપર, ડ્રેનેજ સફાઈ કામદાર કુલ જગ્યા 73 અરજી કરવાની છેલ્લી તારીખ ભરતી જાહેર થયાના 30 દિવસ સુધીમાં નોંધ અરજી પોસ્ટ મારફતે મોકલવી 
શૈક્ષણિક લાતયાકત
જે ઉમેદવારો લખી અને વાંચી શકતા હોય એવા તમામ ઉમેદવારો ઊંઝા નગરપાલિકા ભરતી માટે લાયક ગણાશે.
કેવી રીતે અરજી કરવી?
ઊંઝા નગરપાલિકા ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારોએ ઊંઝા નગરપાલિકાની વેબસાઈટ ઉપરથી અરજીનો નમૂનો જોઈને અરજી ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ આપેલા સરનામા પર પોસ્ટ મારફતે મોકલી આપવાના રહેશે.
અરજી ફી
ઉપરોકત સંવર્ગ માટે અ૨જી સાથે બિન અનામત વર્ગના અરજદારે ₹ 300 ચીફ ઓફીસર, ઊંઝા નગરપાલિકા, ઊંઝાના નામના ડિમાન્ડ ડ્રાફટથી મોકલવાની રહેશે. અનુસુચિત જાતિ, અનુસુચિતજનજાતિ તથા સામાજીક શૈક્ષણિક પછાત વર્ગના તથા આર્થિક નબળા વર્ગના ઉમેદવારે પણ કોઈ ફી ભરવાની રહેશે નહી.
પગાર
પસંદગી પામેલા અરજદારોને સરકારના નિયત કરેલા સાતમા પગાર ધોરણ પ્રમાણે 14800થી 47100 રૂપિયા પ્રતિ માસ મળવા પાત્ર રહેશે.
આ પણ વાંચોઃ- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ધોરણ 10 પાસ માટે સરકારી નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ સમાચાર
નોટિફિકેશન
ઊંઝા નગરપાલિકા ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
મહત્વપૂર્ણ તારીખો:
અરજદારે ભરતી જાહેરાત તારીખ 14-3-2024થી 30 દિવસની અંદર અરજી મોકલી આપવાની રહેશે.
અરજી મોકલવાનું સરનામું
ચીફ ઓફીસર, ઊંઝા નગરપાલિકા, ઊંઝા, જિલ્લો મહેસાણા





