ઉત્તર પ્રદેશ લોક સેવા આયોગની પીસીએસની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. આગરાની દિવ્યા સિકરવારે પરીક્ષામાં ટોપ કર્યું છે. જ્યારે લખનઉની પ્રતીક્ષા પાંડે બીજા નંબરે આવી છે. બુલંદશહેરની નમ્રતા સિંહએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. મુરાદાબાદની રહેનારી આયુષી સિંહે પણ આ પરીક્ષા પાસ કરી છે. આયુષી સિંહના પિતાનું નામ યોગેન્દ્ર સિંહ ઉર્ફે ભૂરા છે. જેની ઓળખ એક આરોપી તરીકે થાય છે.
કોણ હતા આયુષીના પિતા યોગેન્દ્ર સિંહ ઉર્ફે ભૂરો?
આયુષી સિંહના પિતા મુરાદાબાદના ડિલારીના પૂર્વ બ્લોક પ્રમુખ હતા. જેના ઉપર હત્યા સહિત અનેક ગુનાહિત કેસો નોંધાયેલા હતા. આ કારણથી આયુષી સિંહના પિતાની ઓળખ એક આરોપી તરીકે થતી હતી. જોકે, યોગેન્દ્ર સિંહ ઉર્ફે ભૂરાને કોર્ટમાં રજૂ કરતા સમયે જ તેની હત્યા કરવામાં આવી હતી. હત્યારા હજી પણ પોલીસ પકડથી દૂર છે. વર્ષ 2013માં એક હત્યામાં યોગેન્દ્ર સિંહનું નામ આવ્યું હતું. જેના કારણે તેઓ જેલમાં બંધ હતા. 23 ફેબ્રુઆરી 2015ના રોજ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના પર ફાયરિંગ કરીને તેમની હત્યા કરવામાં આવી હતી.
હવે આયુષી સિંહના કારણે ઓળખાશે પરિવાર
આયુષી સિંહના પિતાના કારણે આખો પરિવાર બદમાશ ભૂરાના કારણે ઓળખાતો હતો. જોકે, હવે આયુષી સિંહે પોતાની અને પોતાના પરિવારની ઓળખ બદલી દીધી છે. હવે તેમને અને તેમના પરિવારને ડીએસપી આયુષી સિંહના નામથી ઓળખવામાં આવશે.
મીડિયા સાથે વાત કરતા આયુષી સિંહે કહ્યું હતું કે તેમના પિતાનું સપનું હતું કે તે અધિકારી બને. હવે તેમનું સપનું પુરું થયું છે. આયુષી સિંહે જણાવ્યું કે રિઝલ્ટ આવ્યા બાદ તેમણે પોતાની માતાને જાણકારી આપી હતી કે તેણે પિતાનું સપનું પુરું કર્યું અને તે ભાવુ બની ગઈ હતી. આયુષી સિંહે કહ્યું કે અધિકારી બન્યા બાદ ખૂબ જ ખુશ છે. તેમની આ ઉપલબ્ધી પાછળ તેમના પરિવારનું મોટું યોગદાન છે.
આયુષી સિંહે UPSSCની પરીક્ષામાં 62મો રેંક મેળવ્યો છે. યોગેન્દ્ર સિંહના બે બાળકો છે. એક પુત્ર, આદિત્ય અને પુત્રી આયુષી, આદિત્ય, આઇઆઇટી દિલ્હીમાં એમટેક કરી રહ્યા છે. આયુષી સિંહે 2019માં દિલ્હી યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું અને પછી તેમણે 2021માં પોલિટિકલ સાયન્સથી એમએ કર્યું હતું. આયુષીએ નેટની પરીક્ષા આપી અને તેઓ પાસ કરી હતી. ત્યારબાદ ગત બે વર્ષથી યુપીપીએસસીની તૈયારી કરી હતી.