UPSC Bharti 2024, UPSC CAPF Recruitment 2024 : સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) માં સહાયક કમાન્ડન્ટની 506 ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 14 મે 2024 છેલ્લી તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.
યુપીએસસી દ્વારા બહાર પાડેલી સહાયક કમાન્ડન્ટની ભરતી માટે શૈક્ષણિક લાકયાક, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધીમાં ચોક્કસ વાંચવા. ઉમેદવાર upsconline.nic.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકે છે. આસિસ્ટન્ટ કમાન્ડન્ટના પદ માટે પુરુષ અને સ્ત્રી બંને ઉમેદવારો અરજી કરી શકે છે.
UPSC Bharti 2024 : સહાયક કમાન્ડન્ટ ભરતીની મહત્વની માહિતી
સંસ્થા યુનિયક પબ્લિક સર્વિસ કમિશન પોસ્ટ સહાયક કમાન્ડન્ટ કૂલ જગ્યા 506 અરજી કરવાની છેલ્લી તારીખ 14 મે 2024 ક્યાં અરજી કરવી upsconline.nic.in
UPSC Bharti 2024 : સહાયક કમાન્ડન્ટ ભરતી પોસ્ટની વિગતો
પોસ્ટ ખાલી જગ્યા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) 186 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) 120 કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) 100 ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) 58 સશાસ્ત્ર સીમા બાલ (SSB) 42
UPSC Bharti 2024 : સહાયક કમાન્ડન્ટ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
યુપીએસસી સહાયક કમાન્ડન્ટ ભરતી માટે અરજી કરવા રસ ધરાવતા ઉમેદવારો સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી લીધેલી હોવી જોઈએ. એટલે કે ગ્રેજ્યુએટ ઉમેદવાર અરજી કરી શકે છે.
UPSC Bharti 2024 : સહાયક કમાન્ડન્ટ ભરતી માટે વય મર્યાદા
ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ હોવી જોઈએ અને 1 ઓગસ્ટ 2024ના રોજ 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એટલે કે, તેમનો જન્મ 2 ઓગસ્ટ 1999 પહેલાં થયો ન હોવો જોઈએ અને 1 ઓગસ્ટ 2004 પહેલાં નહીં. ઉચ્ચ વય મર્યાદા રાજ્યના નિયમો મુજબ ઘટાડો કરવામાં આવશે.
UPSC Bharti 2024 : સહાયક કમાન્ડન્ટ ભરતી માટે અરજી ફી
UPSC CAPF 2024 માટેની અરજી ફી રૂ 200 છે. મહિલા અને SC અને ST કેટેગરીના ઉમેદવારોને પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ- UPSC Bharti 2024 : સહાયક પ્રોફેસરની ભરતી, સરકારી નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
UPSC Bharti 2024 : સહાયક કમાન્ડન્ટ ભરતીનું નોટિફિકેશન
યુપીએસસી દ્વારા બહાર પાડેલી સહાયક કમાન્ડન્ટની ભરતી માટે શૈક્ષણિક લાકયાક, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.
UPSC Bharti 2024 : સહાયક કમાન્ડન્ટ ભરતી માટે અરજી કેવી રીતે કરવી?
- પગલું 1: upsconline.nic.in પર ઓનલાઈન ફોર્મ સબમિટ કરતા પહેલા, નવા ઉમેદવારોએ તે જ વેબસાઈટ પર આપેલી લિંક દ્વારા વન-ટાઇમ રજિસ્ટ્રેશન (OTR) પૂર્ણ કરવું પડશે.
- પગલું 2: OTR પૂર્ણ કર્યા પછી, ઉમેદવારો અરજી પ્રક્રિયામાંથી પસાર થઈ શકે છે.
- પગલું 3: હાલના ઉમેદવારો, જેમણે UPSC CAPF ની અગાઉની કોઈપણ આવૃત્તિ અથવા કમિશન દ્વારા આયોજિત કોઈપણ અન્ય પરીક્ષા માટે OTR પૂર્ણ કર્યું છે, તેઓએ ફરીથી નોંધણી કરવાની જરૂર નથી કારણ કે UPSC વેબસાઈટ પર OTR જીવનભર માન્ય છે.
- પગલું 4: આ ઉમેદવારો તેમની નોંધણીની વિગતો આપીને અરજી ફોર્મ ભરી શકે છે.