UPSC CMS Recruitment : યુપીએસસી ભરતી : યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ મેડિકલ ઓફિસરની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણએ 827 જગ્યાઓ ભરવાની છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને આ પોસ્ટ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવી છે.
યુપીએસસી દ્વારા બહાર પડાયેલી જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 10 એપ્રિલ 2024ના રોજથી શરુ થઈ ગઈ છે. જે 30 એપ્રિલ સુધી ચાલશે. આ ભરતી માટેની પરીક્ષા 14મી જુલાઈના રોજ લેવામાં આવશે. મેડિકલ ઓફિસરની ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, ભરતી પ્રક્રિયા, પરીક્ષા પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કેવી રીતે કરવી સહિતની મહત્વની માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
UPSC CMS Recruitment, યુપીએસસી ભરતી માટે મહત્વની વિગતો
સંસ્થા યુનિયન પલ્બિક કમિશન પોસ્ટ મેડિકલ ઓફિસર ખાલી જગ્યા 827 વય મર્યાદા 32 વર્ષ સુધી અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 ક્યાં અરજી કરવી upsconline.nic.in.
યુપીએસસી ભરતી માટે પોસ્ટની વિગતે માહિતી
પોસ્ટ ખાલી જગ્યા મેડિકલ ઓફિસર જનરલ ગ્રેડ 163 રેલવેમાં આસિસ્ટન્ટ ડિવિઝનલ મેડિકલ ઓફિસર 450 દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલાં જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર 14 દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર ગ્રેડ -2 200
યુપીએસસી ભરતી અરજી ફી
UPSC ભરતી માટે અરજી કરનાર જનરલ કેટેગરી, અન્ય પછાત કેટેગરી અને આર્થિક રીતે નબળા કેટેગરીના ઉમેદવારો માટે ₹200 ની અરજી ફી વસૂલવામાં આવશે. આ ઉપરાંત તમામ કેટેગરીના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની અરજી ફી આપવામાં આવશે નહીં.
વય મર્યાદા
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 32 વર્ષ સુધી રાખવામાં આવી છે, જ્યારે આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 1 ઓગસ્ટ, 2024ને આધારે ગણવામાં આવશે. આ ઉપરાંત વય મર્યાદા 32 વર્ષ સુધીની રહેશે. સરકારી નિયમો મુજબ વધારો કરવામાં આવશે.ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જુદી જુદી જગ્યાઓ માટે અલગ-અલગ રાખવામાં આવી છે, તેથી લાયકાત સંબંધિત વિગતવાર માહિતી માટે ઉમેદવારોએ આ સમચાારમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.
આ પણ વાંચો | સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી : ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, ₹92,000 સુધી પગાર
પસંદગી પ્રક્રિયા
UPSC ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી 500 ગુણની લેખિત પરીક્ષા, 100 માર્કના ઇન્ટરવ્યુ પછી દસ્તાવેજની ચકાસણી અને તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવશે.
આ પણ વાંચોઃ- ISRO Vacancy 2024 : ઈસરોમાં નોકરીની સુવર્ણ તક, પગાર ₹ 81000 સુધી, જાણો લાયકાત અને અરજી કરવાની છેલ્લી તારીખ
નોટિફિકેશન
મેડિકલ ઓફિસરની ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, ભરતી પ્રક્રિયા, પરીક્ષા પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કેવી રીતે કરવી સહિતની મહત્વની જાણકારી માટે આપેલું નોટિફિકેશન વાંચવું.
અરજી કેવી રીતે કરવી?
- UPSC ભરતી માટે ઉમેદવારોએ ઓનલાઈન મોડમાં અરજી કરવી પડશે. અમે નીચે ઓનલાઈન અરજી કરવા માટે સીધી લિંક આપી રહ્યા છીએ.પહેલા તેના પર upsconline.nic.in. ક્લિક કરો.
- તમે ઓનલાઈન એપ્લીકેશન બટન પર ક્લિક કરતાની સાથે જ તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે જેમાં પૂછવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે.
- જરૂરી દસ્તાવેજો વગેરે અપલોડ કરવાના રહેશે.
- એપ્લિકેશન ફોર્મ સફળતાપૂર્વક ભર્યા પછી
- તમારી કેટેગરી મુજબ એપ્લિકેશન ફી ચૂકવો
- અંતિમ અરજી ફોર્મ સબમિટ કરો.
- એપ્લિકેશન ફોર્મની સુરક્ષિત પ્રિન્ટઆઉટ લેવાનું ભૂલશો નહીં.





