UPSC: યુનિયન પબ્લિક સર્વિસ કમીશન (UPSC) દ્વારા આયોજિત સિવિલ સર્વિસ પરીક્ષા દેશની મુશ્કેલ પરીક્ષાઓ પૈકી એક માનવામાં આવે છે. જેમાં લાખો વિદ્યાર્થીઓ ભાગ લે છે. UPSC દ્વારા આ પરીક્ષા ત્રણ તબક્કામાં લેવાય છે. ત્રણ તબક્કામાં આયોજીત પરીક્ષાનો પહેલો તબક્કો પ્રીલિમ્સ, બીજો તબક્કો મેન્સ અને ત્રીજો તબક્કો ઈન્ટરવ્યૂનો હોય છે. પ્રીલિમ્સમાં સફળ ઉમેદવારોને મેઇન્સ પરીક્ષામાં ભાગ લેવાની તક મળે છે. મેન્સમાં સફળ થયેલા ઉમેદવારોને પર્સનાલિટી ટેસ્ટ એટલે કે ઈન્ટવ્યૂ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. તો ચાલો જાણીએ કેટલાક સંભવિત પ્રશ્નોના વિષય (UPSC Interview Questions) છે. જે યુપીએસસી ઈન્ટવ્યૂ દરમિયાન પૂછી શકાય.
પ્રશ્નઃ – કયું પ્રાણી ઘાયલ થયા બાદ માણસોની જેમ રડે છે?
જવાબઃ- રીંછ ઇજાગ્રસ્ત થયા બાદ માણસોની જેમ રડે છે.
પ્રશ્નઃ- કોઈપણ બેન્ક પૈસા કેવી રીતે કમાય છે?
જવાબઃ- એક બેન્ક પોતાના ગ્રાહકો ઉપર એસએમએસ ચાર્જ, ચેક બુક ચાર્જ, ડીડી પ્રોસેસિંગ ફીસ, મિનિમમ બેલેન્સ ન રાખવા પર, ચેક બાઉન્સ થવા ઉપર ચાર્જ, ડેબિટ, ક્રેડિટ કાર્ડ ચાર્જ, અન્ય એટીએમથી પૈસા કાઢવા પર ચાર્જ લગાવીને પૈસા કમાય છે.
આ પણ વાંચોઃ- MDM કચ્છમાં ભરતી, લાયકાતથી લઈને છેલ્લી તારીખ સુધી સંપૂર્ણ માહિતી
પ્રશ્નઃ- કઈ બાજુનું ફેફસું નાનું હોય છે?
જવાબઃ- ડાબી બાજુનું ફેફસું નાનું હોય છે. જેથી હૃદયને જગ્યા મળી શકે.
પ્રશ્નઃ- પાસવર્ડને હિંદીમાં શું કહેવામાં આવે છે.
જવાબઃ- પાસવર્ડને હિન્દીમાં કૂટ શબ્દ કહેવામાં આવે છે.
આ પણ વાંચોઃ- ભારતીય રેલવેમાં કેવી રીતે બની શકાય લોકો પાયલટ? વાંચો A to Z માહિતી
પ્રશ્નઃ- શું તમે જાણો છો ઘડપણમાં વાળ સફેદ થઈ જાય છે. આ પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે?
જવાબઃ- વૃદ્ધાવસ્થામાં ઉંમર વધવાની સાથે મેલેનિનનું પ્રોડક્શન ઓછું થવા લાગે છે. મેલેનિન તત્વથી આપણા વાળ કાળા થાય છે. વૃદ્ધાવસ્થામાં આની માત્રા ઓછી થવા લાગે છે. જેના કારણે વાળ સફેદ થવા લાગે છે.
પ્રશ્નઃ- એવી કઈ વસ્તુ છે જેને ખાતા પહેલા તોડવી પડે છે.
જવાબઃ- ઈંડાને ખાતા પહેલા તોડવામાં આવે છે.