આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દેશભરના યુપીએસસી પરીક્ષા પાસ કરનાર 999 ઉમેદવારોમાં ગુજરાતના 16 ઉમેદવારોનો સમાવેશ થાય છે. યુપીએસસીમાં સફળ થયેલા ઉમેદવારોમાં અતુલ ત્યાગીનો રેન્ક 145 છે. નોંધનિય છે કે,ગત વર્ષે યુપીએસસીની પરીક્ષામાં ગુજરાતના માત્ર 6 ઉમેદવારો જ પાસ થયા છે. આમ આ વખતે ગુજરાતના ઉમેદવારોની મહેનત રંગ લાવી છે અને ગત વર્ષ કરતા ઉમેદવારો પાસ થયા છે.
UPSC પાસ કરનાર ગુજરાતના ઉમેદવારોનું નામ, વિષય અને રેન્ક
નામ | વિષય | રેન્ક | |
---|---|---|---|
અતુલ ત્યાગી | અંગ્રેજી સાહિત્ય | 145 | |
દુષ્યંત ભેડા | ઇતિહાસ | 262 | |
વિષ્ણુ શશીકુમાર | PSIR | 394 | |
ચંદ્રેશ સખાલા | PSIR | 414 | |
જોગાણી ઉત્સવ | જિયોગ્રાફી | 712 | |
માનસી મીણા | સોશિયોલોજી | 738 | |
કાર્તિકેય કુમાર | સાઇકોલોજી | 812 | |
મૌસમ મહેતા | પોલિટિકલ સાયન્સ | 814 | |
મયૂર પરમાર | ગુજરાતી સાહિત્ય | 823 | |
આદિત્ય અમરાણી | સોશિયોલોજી | 865 | |
કેયૂર પારગી | પોલિટિકલ સાયન્સ | 867 | |
નયન સોલંકી | ગુજરાતી સાહિત્ય | 869 | |
મંગેરા કૌશિક | જિયોગ્રાફી | 894 | |
ભાવનાબેન વાઢેર | એન્ટ્રોપોલોજી | 904 | |
ચિંતન દૂધેલા | ફિલોસોફી | 914 | |
પ્રણવ ગૈરોલા | પોલિટિકલ સાયન્સ | 925 |
UPSC CSE પ્રિલિમિનરી પરીક્ષા 5 જૂન, 2022ના રોજ યોજાઈ હતી અને પરીક્ષાનું પરિણામ 22 જૂને બહાર પાડવામાં આવ્યું હતું. મુખ્ય પરીક્ષા 16 થી 25 સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવી હતી અને પરિણામ 6 ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. ઇન્ટરવ્યુ 18 મેના રોજ પૂર્ણ થયા હતા.