યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ આજે સિવિલ સર્વિસ મેઇન્સ 2022ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જે ઉમેદવારોએ યુપીએસસીની પરીક્ષા આપી હતી તેઓ સત્તાવાર વેબસાઇટ — upsc.gov.in જઇને પોતાનું પરિણામ જોઈ શકે છે. અહીંયા પરિણામ કેવી રીતે ચેક કરવું તેના વિશેની સરળ માહિતી જણાવી છે.
UPSCની પરીક્ષા 16 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર 2022 સુધી સબ્જેક્ટિવ મોડમાં લેવામાં આવી હતી. UPSC કમિશન દ્વારા આ પરિક્ષામાં પાસ થનર વિદ્યાર્થીઓના નંબર જાહેર કરવામાં આવ્યા છે જેને UPSCની સત્તાવાર વેબસાઇટ પર જોઇ શકાય છે.
UPSCના પરિણામ ચેક કરવાની રીત
- સૌથી પહેલા UPSCની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ.
- ત્યારબાદ રિઝલ્ટની લિંક પર ક્લિક કરો.
- અહીંયા આપેલી રિઝલ્ટ PDFમાં તમારો રોલ નંબર ચેક કરો.
- આ પીડીએફને ડાઉનલોડ કરો અને ત્યારબાદ તેની પ્રિન્ટ કાઢી રાખો.
પાસ થનાર ઉમેદવારોને ઇન્ટરવ્યૂહ માટે બોલાવાશે
UPSCની મેન્સ એક્ઝામ ક્વોલિફાઇ કરવાવાળા કેન્ડિડેટ્સને ઇન્ટરવ્યુ/પર્સેનેલિટી ટેસ્ટ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આ ઇન્ટરવ્યૂહ 275 ગુણનો હશે અને તેમાં કોઇ પણ મિનિમમ ક્વોલિફાઇડ માર્કસ હશે નહીં. આઈન્ટરવ્યૂહમાં પસંદગી પામનાર ઉમેદવારોની IAS, IPS, IFS, IRS અને IRTS સહિત વિવિધ ભારતીય મંત્રાલયો અને યુનિયન સિવિલ સર્વિસ વિભાગના પદો પર નિમણુંક કરવામાં આવશે.
ઇન્ટરૂવ્યૂહ માટે પસંદ થયેલા ઉમેદવારોને તેમના પર્સનલ ઇન્ટરવ્યૂહની તારીખ નિર્ધારિત સમયે જણાવાશે. આ ઈન્ટરવ્યૂહ ધૌલપુર હાઉસ, શાહજહાં રોડ, નવી દિલ્હી ખાતે આવેલા યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ઓફિસમાં લેવામાં આવશે.
મેઇન્સ એક્ઝામમાં પાસ થનાર ઉમેદવારોએ ઇન્ટરવ્યૂહ વખતે તેમની શૈક્ષણિક લાયકતો/અનામત અંગેના અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના જરૂરી રહેશે.