UPSC Jobs : યુપીએસસી દ્વારા 147 પદો પર ખાસ ભરતી, 35 થી 50 વર્ષના ઉમેદવાર અરજી કરી શકશે

UPSC Recruitment 2024 : યુપીએસસી દ્વારા 147 પદો પર ખાસ ભરતી કરવામાં આવી રહી છે,જેમા ઉમેદવારની ઉંમર 35 થી 50 વર્ષ હોવી જોઇએ. ઓનલાઈન અરજી 23 માર્ચ, 2024થી શરૂ થઇ ગઇ છે.

Written by Ajay Saroya
March 29, 2024 20:28 IST
UPSC Jobs : યુપીએસસી દ્વારા 147 પદો પર ખાસ ભરતી, 35 થી 50 વર્ષના ઉમેદવાર અરજી કરી શકશે
યુપીએસસી ભરતી 2024

UPSC Recruitment 2024 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા નવી 147 ભરતી માટે નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. યુપીએસસી ભરતી 2024 હેઠળ 147 પદ માટે 35 થી 50 વર્ષ સુધીના લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે. પસંદ થનાર ઉમેદવાર વેતન મેટ્રિક્સમાં લેવલ 11 સુધી માસિક વેતન મેળવવા પાત્ર હરહેશે.

UPSC Recruitment 2024 : 147 પદ માટે ભરતી

યુપીએસસી ભરતી 2024 હેઠળ 147 પદો પર નવી ભરતી કરવામાં આવશે. તેમાં સાયન્ટિસ્ટ બી, સ્પેશલિસ્ટ ગ્રેડ 3, આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર, સાયન્ટિસ્ટ બી અને આસિસ્ટન્ટ ડિરેક્ટર પર ભરતી કરવામાં આવશે.

UPSC Recruitment 2024 : ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ

યુપીએસસી ભરતી 2024ના 147 પદ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો એ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આયોગ દ્વારા ભરતી માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા 23 માર્ચથી શરૂ કરી દીધી છે. આ પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ, 2024 છે. ઉમેદવાર યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ https://www.upsconline.nic.in પર ઓનલાઇન અરજી કરી શકે છે.

UPSC Recruitment 2024 : વય મર્યાદા

યુપીએસસી ભરતી 2024ના 147 માટે અરજદારની વય મર્યાદા વિવિધ પદો અનુસાર અલગ અલગ છે. પદ મુજબ 35 થી 50 વર્ષના ઉમેદવાર અરજી કરી શકે છે.

UPSC Recruitment 2024 : ઉમેદવારની શૈક્ષણિક લાયકાત

યુપીએસસીના 147 પદ અનુસાર અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. સાયન્ટિસ્ટ બી પદ માટે ફિઝિક્સમાં માસ્ટર ડિગ્રી સાથે ટેસ્ટિંગમાં એક વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. તો સ્પેશલિસ્ટ ગ્રેડ 3 માટે એમબીબીએસ ડિગ્રી અને સંબંધિત વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જરૂરી છે. તેવી જ રીતે આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર, સાયન્ટિસ્ટ બી ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, આસિસ્ટન્ટ ડિરેક્ટર (સેફ્ટી) માટે પદ અનુસાર શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવ્યા છે.

UPSC Recruitment 2024 : ઉમેદવારની પસંદગી પ્રક્રિયા

યુપીએસસી ભરતી 2024 માટે સત્તાવાર નોટિફિકેશન મુજબ ઉમેદવારની પસંદગી પરીક્ષા અને ત્યારબાદ ઈન્ટરવ્યૂના આધારે નક્કી કરવામાં આવશે. આયોગ દ્વારા વિવિધ પદો માટેની પરીક્ષાની તારીખ પાછળથી જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો | સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી : જુનિયર એન્જીનિયરોની ભરતી, સરકારી નોકરી માટે કરો અરજી

UPSC Recruitment 2024 : એપ્લિકેશન ફી

યુપીએસસી ભરતી 2024ના 147 પદ માટે અરજ કરનાર જનરલ કેટેગરીના ઉમેદવારોએ 25 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. જો કે મહિલા, એસસી, એસટી અને શારીરિક ખામી ધરાવતા ઉમેદવારોને આ પદ માટેની એપ્લિકેશન ફ્રી માંથી મુક્તિ આપવામાં આવી છે. અરજદારોએ એપ્લિકેશન ફીની ઓનલાઈન ચૂકવણી કરવાની છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ