UPSC Recruitment 2025,UPSC ભરતી 2025 : કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ હેઠળ આવતી વિવિધ સુરક્ષા એજન્સીઓમાં નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા સ્નાતક ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા BSF, CRPF, CISF, ITBP અને SSBમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. UPSC એ કૂલ 357 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
UPSC ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પરીક્ષા પેટર્ન, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
UPSC ભરતી 2025ની અગત્યની માહિતી
સંસ્થા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) પોસ્ટ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ વિભાગ BSF, CRPF, CISF, ITBP અને SSB જગ્યા 357 વય મર્યાદા 20થી 25 વર્ષ એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 25-3-2025 ક્યાં અરજી કરવી upsconline.gov.in
UPSC ભરતી 2025 પોસ્ટની વિગતો
પોસ્ટ જગ્યા CRPF 204 CISF 92 SSB 33 BSF 24 ITBP 4 કૂલ 357
શૈક્ષણિક લાયકાત
- જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છે છે તેમની પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે.
- અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે જો તેઓ PET/PST રાઉન્ડ માટે લાયક હોય અને તેમની ડિગ્રી સબમિટ કરવાની રહેશે
વય મર્યાદા
- UPSC CAPF 2025 માટે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય મર્યાદા 1 ઓગસ્ટ, 2025 ના રોજ 20 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- ઉમેદવારનો જન્મ 2 ઓગસ્ટ, 2000 પહેલા અને 1 ઓગસ્ટ, 2005 પછી થયો ન હોવો જોઈએ.
- અનામત વર્ગો માટે વયમાં છૂટછાટ આપવામાં આવશે.
અરજી ફી
કેટેગરી ફી બિનઅનામત ઉમેદવારો માટે ₹ 200 મહિલા, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના ઉમેદવારો માટે 0
UPSC CAPF પરીક્ષાની તારીખ અને એડમિટ કાર્ડ
- UPSC CAPF 2025ની પરીક્ષા 3 ઓગસ્ટ, 2025ના રોજ લેવામાં આવશે.
- પ્રવેશ કાર્ડ પરીક્ષાની તારીખ પહેલાના અઠવાડિયાના છેલ્લા કામકાજના દિવસે જારી કરવામાં આવશે.
પરીક્ષા પેટર્ન અને ભાષા વિકલ્પ
- પેપર 1: સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી (જનરલ એપ્ટિટ્યુડ એન્ડ ઈન્ટેલિજન્સ – 250 માર્ક્સ)
- પેપર 2: 2 PM થી 5 PM (સામાન્ય અભ્યાસ, નિબંધ અને સમજ – 200 ગુણ)
- પેપર 1 ઓબ્જેક્ટિવ પ્રકારનું હશે અને પ્રશ્નો હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં હશે.
- પેપર 2 માં નિબંધ અંગ્રેજી અથવા હિન્દીમાં લખી શકાય છે, પરંતુ ચોક્કસ લેખન અને સંદેશાવ્યવહાર કૌશલ્ય સાથે સંબંધિત ભાગો ફક્ત અંગ્રેજીમાં જ હશે.
લેખિત પરીક્ષા પછી પસંદગી પ્રક્રિયા
- લેખિત પરીક્ષા પછી ઉમેદવારોએ નીચેની કસોટીઓમાંથી પસાર થવું પડશે.
- શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)
- શારીરિક ધોરણ પરીક્ષણ (PST)
- ઇન્ટરવ્યુ/વ્યક્તિગત કસોટી
- તબીબી ધોરણ પરીક્ષણ
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી
UPSC Recruitment 2025 અંતર્ગત અરજી કરવા માટે ઉમદેવારોએ સંસ્થાની વેબસાઈટ upsconline.gov.inની મુલાકાત લેવી. અહીં રિક્રૂટમેન્ટ સેક્સનમાં જઈને ઓનલાઈન અરજી કરી શકાશે.