UPSC ભરતી 2025 : સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો તમામ વિગતો

UPSC Recruitment 2025 : UPSC ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

UPSC Recruitment 2025 : UPSC ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
UPSC Recruitment 2025

UPSC ભરતી 2025, સરકારી નોકરી - photo - freepik

UPSC Recruitment 2025, UPSC ભરતી 2025 : સરકારી નોકરીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) સંયુક્ત તબીબી સેવા (CMS) માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત કૂલ 705 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી અંતર્ગત અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.

UPSC ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

UPSC ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાયુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)
પોસ્ટસંયુક્ત તબીબી સેવા
જગ્યા705
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા32 વર્ષથી વધારે નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ11 માર્ચ 2025
ક્યાં અરજી કરવીupsconline.nic.in

UPSC ભરતી 2025 પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર (સેન્ટ્રલ હેલ્થ સર્વિસ)226
મદદનીશ વિભાગીય તબીબી અધિકારી ADMO (ભારતીય રેલ્વે)450
જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર GDMO ગ્રેડ II (નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ) NDMS9
જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર જીડીએમઓ (દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન)20

શૈક્ષણિક લાયકાત

MBBS પરીક્ષાની લેખિત અને પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરવી જરૂરી છે. જે ઉમેદવારોએ MBBSની અંતિમ પરીક્ષા આપી હોય અથવા હાજર હોય તેઓ અરજી કરવા પાત્ર હશે.

વય મર્યાદા

  • ઉમેદવારની ઉંમર 32 વર્ષથી ઓછી હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારો એસસી, એસટી કેટેગરીને પાંચ વર્ષની અને ઓબીસીને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે.
  • ઉમેદવારનો જન્મ 2 ઓગસ્ટ 1991 પહેલા થયો ન હોવો જોઈએ. વય મર્યાદા 1 ઓગસ્ટ 2025 ના આધારે ગણવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષા 500 માર્ક્સ અને ઇન્ટરવ્યૂ 100 માર્કસની રહેશે.
  • લેખિત પરીક્ષામાં બે પેપર હશે. બંને પેપર 250-250 માર્કસના હશે. દરેક પેપર 2-2 કલાકનું હશે. લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.

યુપીએસસી ભરતીની મહત્વની તારીખો

આ ભરતી માટેની અરજી પ્રક્રિયા પણ 19મી ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 11 માર્ચ 2025 છે. ફી જમા કરાવવાની છેલ્લી તારીખ પણ માર્ચ 11, 2025 છે. લેખિત પરીક્ષાની તારીખ 20મી જુલાઈ 2025 છે. આ ભરતીમાં લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યુના તબક્કા હશે. UPSC CMS 2025 અરજી ફોર્મમાં સુધારા કરવાની છેલ્લી તારીખ 18 માર્ચ, 2025 છે.

ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયર વિશેની વધુ માહિતી જાણવા માટે અહીં વાંચો.

અરજી કેવી રીતે કરવી?

  • UPSC ભરતી 2025 ભરતી માટે અરજી કરવા ઉમેદવારોએ યુપીએસસીની વેબસાઈટ upsconline.nic.in પર જવું
  • અહીં કરિયર ઓપ્શનમાં જઈને જેતે પોસ્ટ માટે અરજી કરી શકાશે.
  • અરજી કરતા પહેલા નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.
  • અરજી ફાઈનલ સબમીટ થયા બાદ પ્રીન્ટ કાઢી લેવી.

નોટિફિકેશન

ઉમેદાવરોને સૂચન છે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન ભરતી અંતર્ગત અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

Advertisment
નોકરી કરિયર ભરતી સરકારી નોકરી