scorecardresearch

UPSC Result 2022 : એક જેવા નામ અને રોલ નંબર, UPSC ની 184માં રેંક પર બે ‘આયશા’ વચ્ચે મૂંઝવણ

UPSC Topper Success Story : દેશમાં પહેલા સ્થાન પર પટનાની ઇશિતા કિશોર અને બીજા સ્થાન પર બક્સરની ગરિમા લોહિયાને મળ્યું હતું. હવે મધ્ય પ્રદેશમાં યુપીએસસી પરિણામ 2022ને લઇને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

UPSC Topper Success Story, UPSC Topper Ayesha Success Story
UPSC ની 184માં રેંક પર બે 'આયશા' વચ્ચે મૂંઝવણ

સંઘ લોક સેવા આયોગ (UPSC)એ સિવિલ સેવા પરીક્ષા 2022ના ફાઇનલ રિઝલ્ટ મંગળવારે રજૂ કરી દીધું છે. રિઝલ્ટમાં ટોપ 4 સ્થાન પર આ વખતે છોકરીઓ છે. દેશમાં પહેલા સ્થાન પર પટનાની ઇશિતા કિશોર અને બીજા સ્થાન પર બક્સરની ગરિમા લોહિયાને મળ્યું હતું. હવે મધ્ય પ્રદેશમાં યુપીએસસી પરિણામ 2022ને લઇને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દવો કરવામાં આવી રહ્યો છે કે એક જ રોલ નંબર પર બે યુવતીઓને પરીક્ષા અને ઇન્ટરવ્યૂ આપ્યું અને બંનેનો 184મો રેંક મળ્યો છે.

બે યુવતીઓએ યુપીએસસી 2022માં એક જ રેંક મેળવવાનો દાવો કર્યો

યુપીએસસીની પરીક્ષામાં 184 રેંકને લઇને મધ્ય પ્રદેશની બે ઉમેદવારો દાવો કરી રહી છે. બંનેના નામ અને રોલ નંબર એક જ હોવાનું સામે આવ્યું છે. બંને ઉમેદવારો પૈકી એક દેવાસની આયશા ફાતિમા અને બીજી અલીરાજપુરની આયશા મકરાની છે. જોકે કોનો દાવો સાચો છે તે તપાસ બાદ જ જાણવા મળશે.

નઝીરુદ્દીનની પુત્રી દેવાસની આયશા ફાતિમા દાવો કરી રહી છે કે તેણે મેરિટમાં જગ્યા બનાવી છે. જ્યારે અલીરાજપુર જિલ્લાના સલીમુદ્દીનની પુત્રી આયશા મકરાનીએ પણ આજ દાવો કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે બંને આયશાને એક જ રોલ નંબર આપવામાં આવ્યો હતો. બંને યુવતીઓના એડમિટ કાર્ટમાં રોલ નંબર 7811744 લખેલો છે.

દેવાસની આયશા ફાતિમા અને અલીરાજપુરની આયશા મકરાની વચ્ચે મૂંઝવણ

બંને યુવતીઓ દાવો કરી રહી છે કે તેમણે પરીક્ષા આપી અને ઇન્ટરવ્યૂ પણ આપ્યો છે. આયશા મકરાનીના ભાઈ શાહબાજુદ્દીન મકરાનીએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે તેની બહેનને ગણિતથી યુપીએસસી પાસ કરી છે. શાહબાજુદ્દીને કહ્યું કે મારી માતાનું સપનું હતું કે મારી બહેન યુપીએસસી ક્રેક કરી અને આઇએએસ અધિકારી બની છે. તેને 184મો રેક મળ્યો છે. એક અન્ય ઉમેદવારનો ભ્રમ અને દાવા બાદ અમે યુપીએસસીનો સંપર્ક કર્યો છે અને ગુરુવારે ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

બીજી તરફ દેવાસની આયશા ફાતિમાના પિતા નઝીરુદ્દીને પણ દાવો કર્યો છે કે તેની પુત્રીની પસંદગી થઇ છે. નઝીરુદ્દીને કહ્યું કે યુપીએસસી આવી ભૂલ ન કરી શકે. હું આ મામલે ઉંડી તપાસની માંગણી કરું છું. સચ્ચાઇ સામે આવવી જોઇએ. તેમણે કહ્યું કે મારી પુત્રી 26 વર્ષની છે તેનો આ ચોથો પ્રયત્ન હતો. તેણે રાજનીતિ વિજ્ઞાન સાથે પરીક્ષા આપી હતી.

આયશા મકરાનીના એડમિટ કાર્ડમાં પર્સનેલિટી ટેસ્ટની તારીખ 25 એપ્રિલ અને ગુરુવારનો દિવસ લખેલો હતો. જ્યારે આયશા ફાતિમાના કાર્ડમાં પર્સનેલિટી ટે્ટની તારીખ 25 એપ્રિલ લખી હતી પરંતુ મંગળવારનો દિવસ હતો. કેલેન્ડર પ્રમાણે 25 એપ્રિલે મંગળવારનો દિવસ હતો. આયશા મકરાનીના ભાઈએ દાવો કર્યો છે કે યુપીએસસીથી એક મેઇલ મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે આયશાનું નામ ત્રણ ઉમેદવારોના નામની સમાનતાના કારણે બદલવામાં આવ્યું છે. અને બે ઉમેદવારોના નામ બદલાયા છે. શાહબાઝુદ્દીનનું કહેવું છે કે આખું નામ બદલ્યું ન્હોતું. નામ બદલીને આયશા ફાતિમા (આયશા મકરાની) કરી દીધું છે.

એકના એડમિટ કાર્ડ પર ક્યુઆર કોડ નથી

આ મામલો સામે આવ્યા બાદ બંનેના એડમિટ કાર્ડ જોવામાં આવ્યા તો અલીરાજપુરની આયશાના એડમિટ કાર્ટમાં કેટલીક ભૂલો જોવા મળી હતી. પહેલી ભૂલ એ હતી કે દેવાસવાળી આયશાને એડમિટ કાર્ડ પર યુપીએસસીનો વોટર માર્ક હતો જોકે, આલીરાજપુરની આયશાના એડમિટ કાર્ટ સાદા કાગળ ઉપર પ્રિન્ટ આઉટ જેવું લાગી રહ્યું હતું.

બીજી ભૂલ એ હતી કે દેવાસની આયશાના એડમિટ કાર્ડમાં ક્યુઆર કોડ પણ છે જ્યારે સ્કેન કરવા પર એજ જાણકારી સામે આવે છે જે એડમીટ કાર્ડ પર લખેલી છે. જોકે, આલીરાજપુરની આયશાના એડમિટ કાર્ડમાં ક્યૂઆર કોડ જ નથી.

Web Title: Upsc result 2022 topper success story madhya pradesh ayesha controversy

Best of Express