UPSC Result: ખેડૂતના દિકરાએ કોચિંગ વગર UPSCમાં મેળવ્યો 20મો રેન્ક, આંખથી બરાબર જોઇ શકતો પણ નથી

UPSC Success Stories: બિહારના નવાદા જિલ્લાના રહેવાસી રવિરાજની પસંદગી અગાઉ બિહાર પબ્લિક સર્વિસ કમિશનમાં મહેસૂલ અધિકારીના પદ માટે પસંદ કરાયેલા જિલ્લા ટોપર રહી ચૂક્યા છે. કોચિંગ વગર UPSC પરીક્ષા પાસ કરનાર રવિરાજ આંખથી બરાબર જોઈ શકતા નથી.

UPSC Success Stories: બિહારના નવાદા જિલ્લાના રહેવાસી રવિરાજની પસંદગી અગાઉ બિહાર પબ્લિક સર્વિસ કમિશનમાં મહેસૂલ અધિકારીના પદ માટે પસંદ કરાયેલા જિલ્લા ટોપર રહી ચૂક્યા છે. કોચિંગ વગર UPSC પરીક્ષા પાસ કરનાર રવિરાજ આંખથી બરાબર જોઈ શકતા નથી.

author-image
Ajay Saroya
New Update
Raviraj UPSC Topper

Raviraj UPSC Topper: બિહારના નવાદાના રવિરાજે UPSC પરીક્ષામાં ઓલ ઈન્ડિયા 20મો રેન્ક મેળવ્યો છે. Photograph: (Jansatta)

Raviraj UPSC Topper Success Stories: યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025 નું અંતિમ પરિણામ શુક્રવારે (6 માર્ચ 2026) જાહેર કરવામાં આવ્યું હતું. આયોગે પરિણામની સાથે ટોપર્સની યાદી પણ જાહેર કરી હતી. આ યાદીમાં એવા કેટલાય નામ છે જેમની સફળતાની કહાણી કોઈપણ વ્યક્તિને પ્રેરણા આપી શકે છે. UPSC ટોપર્સની આ યાદીમાં આવું જ એક નામ છે બિહારના નવાદા જિલ્લાના રહેવાસી રવિરાજ, જેમણે ઓલ ઈન્ડિયા લેવલમાં 20મો રેન્ક મેળવ્યો છે. રવિરાજની કહાણી ખરેખર આ પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકો માટે પ્રેરણાદાયી છે.

Advertisment

ખેડૂતનો દિકરો છે રવિરાજ

બિહારના નવાદા જિલ્લાનાના અકબરપુર ક્ષેત્રના માહુલી ગામના રહેવાસી રવિરાજે પોતાની દૃઢ ઇચ્છાશક્તિ અને મહેનતથી સાબિત કરી દીધું છે કે સખત મહેનતથી કોઈ પણ અવરોધ પાર કરી સફળતા મેળવી શકાય છે. તેમની સફળતાએ માત્ર નવાદા જિલ્લાનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે. રવિરાજ એક ખેડૂતનો પુત્ર છે અને બિહાર પબ્લિક સર્વિસ કમિશનમાં મહેસૂલ અધિકારી તરીકે ચૂંટાયા બાદ અગાઉ ડિસ્ટ્રિક્ટ ટોપર રહી ચૂક્યા છે.

રવિરાજ આંખથી બરાબર જોઈ શકતો નથી

રવિરાજની આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ બની જાય છે કારણ કે તે દૃષ્ટિ બાધિત છે અને આંખથી બરાબર જોઈ શકતા નથી. રવિરાજે પ્રારંભિક શિક્ષણ નવાદાની દયાળ પબ્લિક સ્કૂલમાંથી મેળવ્યું હતું. તેમણે સત્યેન્દ્ર નારાયણ સિંહ ઇન્ટર સ્કૂલમાંથી ઇન્ટરમિડિયેટ શિક્ષણ પૂર્ણ કર્યું અને સીતારામ સાહુ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

આ પણ વાંચો | રાજસ્થાનના અનુજ અગ્નિહોત્રી બન્યા UPSC ટોપર, અહીં જુઓ Top 10 લીસ્ટ

Advertisment

કોચિંગ વગર પાસ કરી UPSC પરીક્ષા

રવિરાજે પોતાની તૈયારી વિશે જણાવ્યું હતું કે, તેમણે આ પરીક્ષા કોચિંગ વગર પાસ કરી છે. તેમણે કહ્યું કે, તેઓ દરરોજ 8 થી 10 કલાક અભ્યાસ કરતા હતા. આ પહેલી ઘટના છે જ્યારે તેમના વિસ્તાર માંથી કોઈએ યુપીએસસીમાં આટલો સારો રેન્ક મેળવ્યો છે. રવિરાજની માતા વિભા સિંહા અને પિતા રંજન કુમાર સિંહા દિકરાની સફળતાથી ખૂબ જ ખુશ છે. તેની માતાએ તેના પુત્રના સંઘર્ષ અને સફળતાની કહાણી મીડિયાને જણાવી હતી.

કરિયર યુપીએસસી સક્સેસ સ્ટોરી