/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/us-h-1b-visa.jpg)
અમેરિકા H-1B માટે રજીસ્ટ્રેશન - photo- freepik
H-1B Visa Registration: અત્યારે અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીઓ ઉપર લટકતી તલવાર જેવી સ્થિતિ છે. અમેરિકાએ 104 ભારતીઓને દેશમાંથી હાંકી કાઢ્યા છે. આવી સ્થિતિમાં કાયદેસર રીતે અમેરિકા જવા માંગે છે તેમના માટે સારા સમાચાર આવી ગયા છે. અમેરિકામાં નોકરી શોધી રહેલા કુશળ કામદારો માટે H-1B વિઝા મહત્વપૂર્ણ છે.
આ વિઝા દ્વારા અમેરિકાની ટોચની ટેક અને ફાઇનાન્સ કંપનીઓ વિદેશથી લોકોને હાયર કરે છે. જો તમે પણ યુએસમાં નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. અમેરિકામાં H-1B વિઝા માટે નોંધણી 7 માર્ચ, 2025થી શરૂ થઈ રહી છે. નોંધણી પ્રક્રિયા 24 માર્ચ, 2025 સુધી ચાલુ રહેવાની છે. આ રીતે લોકોને રજીસ્ટ્રેશન માટે માત્ર 17 દિવસનો સમય મળશે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) એ જાહેરાત કરી છે કે 7 માર્ચ, 2025 થી સવારે 10:30 વાગ્યે નોંધણી શરૂ થશે. આ નાણાકીય વર્ષ 2026 માટે H-1B વિઝાની નોંધણી છે. આ સમય દરમિયાન, લોકો USCIS ના ઓનલાઈન એકાઉન્ટ દ્વારા નોંધણી કરાવી શકે છે. દરેક લાભાર્થી માટે અલગથી નોંધણી ફી પણ ચૂકવવાની રહેશે. આ નવી સિસ્ટમથી લાભાર્થીની પસંદગી પહેલા કરતા વધુ સરળ બનશે. વિઝા આપવા માટે USCIS જવાબદાર છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઓનલાઈન રહેશે.
નવા રજીસ્ટ્રેશન માટે નવું ખાતું બનાવવું પડશે
રસ ધરાવતા લોકોએ USCIS વેબસાઇટ પર ઑનલાઇન એકાઉન્ટ બનાવવું આવશ્યક છે. દરેક લાભાર્થીની નોંધણી આ ખાતા દ્વારા જ કરવાની રહેશે. લાભાર્થી એટલે તે વ્યક્તિ કે જેના માટે તમે વિઝા માટે અરજી કરી રહ્યા છો. તમારે દરેક લાભાર્થી માટે નોંધણી ફી પણ ચૂકવવી પડશે. આ ફી માત્ર ઓનલાઈન જ જમા કરવામાં આવશે. જો તમે પહેલાં ક્યારેય H-1B વિઝા માટે નોંધણી કરાવી નથી, તો તમારે નવું ઑનલાઇન એકાઉન્ટ બનાવવું પડશે.
જો તમે પહેલાં ક્યારેય H-1B વિઝા માટે નોંધણી કરાવી નથી, તો તમારે નવું ઑનલાઇન એકાઉન્ટ બનાવવું પડશે. જો તમે નાણાકીય વર્ષ 2021 થી 2024 વચ્ચે નોંધણી કરાવી હોય, પરંતુ 2025 માં નહીં, તો તમારું જૂનું એકાઉન્ટ હવે સંસ્થાકીય ખાતામાં રૂપાંતરિત થશે. આ ફેરફાર તમારા આગલા લોગિન પછી થશે. પ્રથમ વખત નોંધણી કરાવનાર કોઈપણ સમયે તેમનું ખાતું બનાવી શકે છે.
ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયર વિશેની વધુ માહિતી જાણવા માટે અહીં વાંચો.
સંસ્થાકીય એકાઉન્ટ્સ વિશે વધુ માહિતી અને વિડિયો ટ્યુટોરિયલ્સ USCIS વેબસાઇટ પર ઉપલબ્ધ છે. નાણાકીય વર્ષ 2026 માટેની ચોક્કસ માહિતી રજીસ્ટ્રેશન ખુલતા પહેલા વેબસાઈટ પર અપડેટ કરવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us