Cheapest Country To Study For Indian Students : અમેરિકાએ એચ 1બી વિઝા ફી વધારીને 1,00,000 ડોલર કરી દીધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવેલા આ નિર્ણયથી ભારતીય ટેક પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓમાં ચિંતા વધી ગઈ છે. આ વિઝા દ્વારા સૌથી વધુ ભારતીયો યુવાનો અમેરિકા જાય છે. જોકે, બદલાતા વૈશ્વિક પરિદ્રશ્યમાં, હવે અન્ય દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે નવા વિકલ્પો ખુલી રહ્યા છે.
યુએસ, કેનેડા અને યુકેનો ક્રેઝ ઘટ્યો
માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ કેનેડા અને બ્રિટન જેવા લોકપ્રિય દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓનો રસ ઘટ્યો છે.
- કેનેડા: 32% ઘટાડો, 2.78 મિલિયનથી ઘટીને 1.89 લાખ પરમિટ.
- યુએસ: 34% ઘટાડો, 131,000 થી ઘટીને 86,110 એફ -1 વિઝા.
- યુકે: 26% ઘટાડો, 120,000 ઘટીને 88,732 સ્ટુડન્ટ વિઝા.
ચીન
ચીને તાજેતરમાં જ K visa રજૂ કર્યું છે, જે ખાસ કરીને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ના વિદ્યાર્થીઓ માટે છે. આ મલ્ટીપલ એન્ટ્રી, લાંબી માન્યતા અને વધુ સુગમતા આપશે. વિઝાધારકો શૈક્ષણિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક સંશોધન અને ઉદ્યોગસાહસિકતામાં કામ કરી શકશે.
ફ્રાંસ
ફ્રાંસમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે ખાસ જોગવાઈઓ છે. માસ્ટર ડિગ્રી અથવા તેથી વધુ અભ્યાસ કરતા અને ફ્રાન્સમાં એક સેમેસ્ટર પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ 5 વર્ષના શોર્ટ સ્ટે શેંગેન વિઝા મેળવી શકે છે. આ સિવાય રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ક્લાસીસ ઇન્ટરનેશનલ્સ પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેમાં ભારતીય વિદ્યાર્થીઓ એક વર્ષ સુધી ફ્રેન્ચ ભાષા શીખ્યા બાદ પોતાની પસંદગીનો કોર્સ લઈ શકે છે.
જર્મની
જર્મની ભારતીય વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી બની રહ્યું છે. આ હિસ્સો 2022માં 13.2% હતો તે વધીને 2024-25માં 32.6% થયો છે. અહીં ટ્યુશન ફી અત્યંત ઓછી છે. નવા સ્કિલ્ડ ઇમિગ્રેશન એક્ટ હેઠળ, ભારતીય વિદ્યાર્થીઓ હવે દર અઠવાડિયે 20 કલાક કામ કરી શકે છે અને ટૂંકા ગાળાના અભ્યાસ કાર્યક્રમો માટે મફત વિઝા પણ ઉપલબ્ધ છે.
ઓસ્ટ્રિયા
ઑસ્ટ્રિયાએ ભારતીય વિદ્યાર્થીઓ માટે બે વર્ષનો નવો માસ્ટર પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેમાં ઇન્સ્ટ્રીઝ એક્સપોઝરનો સમાવેશ થાય છે. અહીં અભ્યાસ કરવાનો ખર્ચ પણ બહુ ઓછો છે અને STEM ક્ષેત્રોમાં ભારતીય યુવાનોની માંગ છે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ દરમિયાન 20 કલાક સુધી કામ કરી શકે છે.
ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાએ ભારતીય યુવાનો માટે MATES પ્રોગ્રામ શરૂ કર્યો છે. તેમા 30 વર્ષ સુધીની ઉંમર ધરાવતા ભારતીય ગ્રેજ્યુઅટ અને નવી નવી નોકરી શરૂ કરનાર પ્રોફેશનલોને બે વર્ષ માટે ઓસ્ટ્રેલિયામાં કામ કરવાની તક મળશે. આમાં ICT, AI, ફિનટેક, એગ્રીટેક, માઇનિંગ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોના વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકે છે.