/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/09/Ahmedabad-jobs.jpg)
અમદાવાદ ભરતી - photo-unsplash
Uttam Dairy Ahmedabad Bharti 2025, ઉત્તમ ડેરી અમદાવાદ ભરતી 2025: અમદાવાદ જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા એન્જીનિયર ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્તપાદક સંઘ લિ (ઉત્તમ ડેરી)એ તેના મુખ્ય પ્લાન્ટ તથા ચીલીંગ સેન્ટરો, બી.એમ.સી. યુનીટો તથા અન્ય યુનીટો ખાતે જરૂરી સિવિલ વર્ક મેઈન્ટેનન્સ કામ માટે સિવિલ એન્જીનિયરો પસંદ કરવા માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે.
અમદાવાદ ઉત્તમ ડેરી ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ અને સમય, જરૂરી દસ્તાવેજો સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
Ahmedabad Bharti 2025 ની મહત્વની માહિતી
| સંસ્થા | અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (ઉત્તમ ડેરી) |
| પોસ્ટ | સિવિલ એન્જીનીયર |
| જગ્યા | જાહેરાતમાં ઉલ્લેખ નથી |
| એપ્લિકેશન મોડ | વોક ઈન ઈન્ટરવ્યુ |
| ઈન્ટરવ્યુ તારીખ | 22-12-2025 અને 23-12-2025 |
| ઈન્ટરવ્યુ સ્થળ | સરનામું નિચે આપેલું છે |
ઉત્તમ ડેરી ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્તપાદક સંઘ લિ (ઉત્તમ ડેરી)એ તેના મુખ્ય પ્લાન્ટ તથા ચીલીંગ સેન્ટરો, બી.એમ.સી. યુનીટો તથા અન્ય યુનીટો ખાતે જરૂરી સિવિલ વર્ક મેઈન્ટેનન્સ કામ માટે સિવિલ એન્જીનિયરો પસંદ કરવા માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. ઉમેદવારો તારીખ 22 અને 23 ડિસેમ્બર 2025ના રોજ ઈન્ટરવ્યુમાં હાજર રહી શકે છે.
શૈક્ષણિક લાયકાત
ઉત્તમ ડેરી ભરતી અંતર્ગત ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારે સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જીનિયરની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
અનુભવ
જરૂરિયાત લાયકાત ધરાવતા અને એક કે તેથી વધુ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો ઈન્ટરવ્યુમાં હાજર રહી શકે છે.
પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને ₹40,000થી ₹50,000 પ્રતિ મહિને ફિક્સ પગાર ઉમેદવારોની યોગ્યતાને અનુલક્ષીને નક્કી થશે.
ઉમેદવારોએ ઈન્ટરવ્યુ સમયે કયા ડોક્યુમેન્ટ સાથે રાખવા
ઉમેદવારોએ તમામ શૈક્ષણિક પ્રમાણપત્રો, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધારકાર્ડ, અનુભવના પ્રમાણપત્ર તથા પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ જેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા
ઈન્ટરવ્યુ તારીખ અને સમય
ઉમેદવારોએ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે તારીખ 22-12-2025 તથા 23-12-2025ના રોજ બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી આપેલા સરનામા પર ઈન્ટરવ્યુ માટે હાજર રહેવું.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ભરતીની જાહેરાત
ઈન્ટરવ્યુ સ્થળ
અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (ઉત્તમ ડેરી)
રામદેવપીર મંદિરની સામે, એન.એમ. પડાલીયા ફાર્મસી કોલેજની બાજુમાં
સરખેજ-બાવળા હાઈવે રોડ, મુ. નવાપુરા. તા. સાણંદ, જી. અમદાવાદ - 382210
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us