/indian-express-gujarati/media/media_files/2025/12/24/uttam-dairy-ahmedabad-jobs-2025-12-24-12-22-15.jpg)
ઉત્તમ ડેરી અમદાવાદ ભરતી Photograph: (freepik)
Uttam Dairy Ahmedabad Bharti 2025: અમદાવાદ જિલ્લામાં રહેતા ઉમેદવારો માટે અમદાવાદની જાણિતી સહકારી ડેરીમાં નોકરી કરવાની સૂવર્ણ તક આવી ગઈ છે. અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અંતર્ગત આવતી ઉત્તમ ડેરી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં (ઉત્તમ ડેરી)પ્લાન્ટ હેડથી લઈને ફિલ્ડ સુપરવાઈઝર સુધી વિવિધ પોસ્ટ પર ભરતી કરવાની છે. ઉત્તમ ડેરી દ્વારા બહાર પાડેલા નોટિફિકેશનમાં ભરવાની કુલ જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
અમદાવાદ ઉત્તમ ડેરી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
અમદાવાદ ભરતી 2025ની મહત્વની માહિતી
સંસ્થા | અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (ઉત્તમ ડેરી) |
પોસ્ટ | પ્લાન્ટ હેડથી લઈને ફિલ્ડ સુપરવાઈઝર સુધી વિવિધ |
ખાલી જગ્યા | જરૂર પ્રમાણે |
અરજી મોડ | ઓફલાઈન |
વયમર્યાદા | વિવિધ પોસ્ટ માટે અલગ અલગ |
અરજી કરવાની છેલ્લી તારીખ | ભરતી જાહેર થયાના 10 દિવસની અંદર |
સમાચાર પત્રમાં ભરતી જાહેર થયાની તારીખ | 23-12-2025 |
ક્યાં અરજી કરવી | સરનામું નીચે આપેલું છે |
ઉત્તમ ડેરી ભરતી માટે કઈ કઈ પોસ્ટ?
- પ્લાન્ટ હેડ
- પ્રોડક્શન મેનેજર
- મેનેજર (HR)
- મેનેજર (ક્વોલિટી કંટ્રોલ)
- મેનેજર (માર્કેટિંગ)
- ચિલિંગ સેન્ટર ઈન ચાર્જ
- લિગલ ઓફિસર
- ટેક્નિકલ ઓફિસર (D.T.)
- I.T. એન્જીનિયર (સીસ્ટમ એડમિનિસ્ટ્રોર-સર્વર એડમીન)
- ટ્રાન્સ્પોર્ટ ઓફિસર- ઈન ચાર્જ
- I.C.D. હેડ
- વેટેરિનરી ઓફિસર
- સ્ટોર ઈનચાર્જ
- સિવિલ એન્જીનિયર
- એન્જિનિયર્સ (મિકેનિકલ/ઈલેક્ટ્રીકલ/ઈન્સ્ટ્રીમેન્ટેશન એન્ડ કંટ્રોલ)
- પ્રોજેક્ટ ઈનચાર્જ
- ટેકનિશિયન(ફિટર/વેલ્ડર/ઈલેક્ટ્રીશિયન/R.F.M./કમ્પ્યુટર હાડવેર એન્ડ નેટવર્કિંગ/ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી/ ડાટા એન્ટ્રી/)
- જુનિયર સુપ્રીટેન્ડન્ટ(HR/એડમીનીસ્ટ્રેશન)
- જુનિયર આસિસ્ટન્ટ (HR/એકાઉન્ટ્સ/ડિસ્પેચ/ચર્જેસ/માર્કેટિંગ/QA)
- જુનિયર આસિસ્ટન્ટ (ટ્રાન્સ્પોર્ટ)
- ફિલ્ડ સુપરવાઈઝર
ઉત્તમ ડેરી ભરતી માટે શૈક્ષણિક લાયકાત
ઉત્તમ ડેરી અમદાવાદ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને અનુભવ માંગવામાં આવ્યો છે.
પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને ડેરીના ધારાધોરણ પ્રમાણ જે તે પોસ્ટ પ્રમાણે પગાર ચૂકવવામાં આવશે.
વય મર્યાદા
પોસ્ટ | વયમર્યાદા |
પ્લાન્ટ હેડ | મહત્તમ 50 વર્ષ |
પ્રોડક્શન મેનેજર | મહત્તમ 40 વર્ષ |
મેનેજર (HR) | મહત્તમ 40 વર્ષ |
મેનેજર (ક્વોલિટી કંટ્રોલ) | મહત્તમ 40 વર્ષ |
મેનેજર (માર્કેટિંગ) | મહત્તમ 40 વર્ષ |
ચિલિંગ સેન્ટર ઈન ચાર્જ | મહત્તમ 35 વર્ષ |
લિગલ ઓફિસર | મહત્તમ 35 વર્ષ |
ટેક્નિકલ ઓફિસર (D.T.) | મહત્તમ 30 વર્ષ |
I.T. એન્જીનિયર (સીસ્ટમ એડમિનિસ્ટ્રોર-સર્વર એડમીન) | મહત્તમ 30 વર્ષ |
ટ્રાન્સ્પોર્ટ ઓફિસર- ઈન ચાર્જ | મહત્તમ 30 વર્ષ |
I.C.D. હેડ | મહત્તમ 40 વર્ષ |
વેટેરનરી ઓફિસર | મહત્તમ 35 વર્ષ-ફ્રેશનર અરજી કરી શકશે |
સ્ટોર ઈનચાર્જ | મહત્તમ 30 વર્ષ |
સિવિલ એન્જીનિયર | મહત્તમ 35 વર્ષ |
એન્જિનિયર્સ (મિકેનિકલ/ઈલેક્ટ્રીકલ/ઈન્સ્ટ્રીમેન્ટેશન એન્ડ કંટ્રોલ) | મહત્તમ 30 વર્ષ |
પ્રોજેક્ટ ઈનચાર્જ | મહત્તમ 35 વર્ષ |
ટેકનિશિયન | મહત્તમ 30 વર્ષ |
જુનિયર સુપ્રીટેન્ડન્ટ(HR/એડમીનીસ્ટ્રેશન) | મહત્તમ 35 વર્ષ |
જુનિયર આસિસ્ટન્ટ (HR/એકાઉન્ટ્સ/ડિસ્પેચ/ચર્જેસ/માર્કેટિંગ/QA) | મહત્તમ 30 વર્ષ |
જુનિયર આસિસ્ટન્ટ (ટ્રાન્સ્પોર્ટ) | મહત્તમ 30 વર્ષ |
ફિલ્ડ સુપરવાઈઝર | મહત્તમ 35 વર્ષ |
ઉત્તમ ડેરી ભરતી નોટિફિકેશન
ઉત્તમ ડેરી ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા, અનુભવ સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
અરજી કેવી રીતે કરવી
જાહેરાતમાં માંગેલી લાયકાત ધરાવતા ઉમેદવારોએ બાયોડેટા, તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટા સાથે અરજી ભરતી જાહેર થયાના 10 દિવસની અંદર મોકલવાની રહેશે. તમારી જાણ માટે સમાચાર પત્રમાં ભરતીની જાહેરાત 23-12-2025ના રોજ પ્રસિદ્ધ થઈ છે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી મોકરવાનું સરનામું
મેનેજિંગ ડિરેક્ટર
અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી.
ઉત્તમ ડેરી
મુ.નવાપુરા તા: સાણંદ જી : અમદાવાદ
એન.એમ.પડાલીયા ફાર્મસી કોલેજ પાસે
રામપીરના મંદિર સામે
અમદાવાદ – 382210


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us