/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Uttam-Dairy-recruitment-2025.jpg)
ઉત્તમ ડેરી ભરતી અમદાવાદ - photo - Social media
Uttam Dairy Ahmedabad Bharti 2025, ઉત્તમ ડેરી ભરતી : અમદાવાદ જિલ્લામાં રહેતા ઉમેદવારો માટે અમદાવાદની જાણિતી સહકારી ડેરીમાં નોકરી કરવાની સૂવર્ણ તક આવી ગઈ છે. અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અંતર્ગત આવતી ઉત્તમ ડેરી દ્વારા મેનેજીંગ ડિરેક્ટર પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ પોસ્ટ ઉપર ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવાર પાસે અરજીઓ મંગાવી છે.
ઉત્તમ ડેરી ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, વયમર્યાદા સહિતની તમામ મહત્વની માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
ઉત્તમ ડેરી ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | ઉત્તમ ડેરી |
| પોસ્ટ | મેનેજિંગ ડિરેક્ટર |
| ખાલી જગ્યા | 1 |
| એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
| વયમર્યાદા | 50 વર્ષથી અંજદ |
| ભરતીની જાહેરાત સમાચાર પત્રમાં પ્રસિદ્ધ થયા તારીખ | 12 ફેબ્રુઆરી 2025 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ભરતી જાહેર થયાના 10 દિવસની અંદર |
| ક્યાં અરજી કરવી | ઉત્તમ ડેરીના સરનામે |
ઉત્તમ ડેરી ભરતી માટે શૈક્ષણિક લાયકાત
આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારે ડેરી ટેક્નોલોજી, ફૂડ ટેક્નોલોજી, એન્જીનિયરિં, વેટેનરી સાયન્સની ડિગ્રી કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર સમાન ક્ષેત્રમાં 10થી 12 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
ઉત્તમ ડેરી ભરતી માટે પગાર ધોરણ
અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી સંઘ (ઉત્તમ ડેરી ) દ્વારા ડેરીના કર્મચારીઓને તેમના ઠરાવો અને નિયમોને આધીન પગાર ચૂકવવામાં આવશે તેમજ કર્મચારીઓના કામ અને પોસ્ટ મુજબ પગાર નક્કી થતો હોય છે.
ઉત્તમ ડેરી ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં અંતર્ગત આવતી ઉત્તમ ડેરી દ્વારા ભરતી માટે આપવામાં આવેલી જાહેરાત મુજબ આપને ઓન લાઇન અરજી કરવાની નથી. પરંતુ સ્વહસ્તાક્ષરમાં અથવા ટાઈપ કરી તમારી શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગત, પાસપોર્ટ સાઈઝનો ફોટો વગેરે સાથે અરજી કરવાની રહેશે. સમાચાર પત્રોમાં જાહેરાત તારીખ 12/02/2025 જ્યારે (જાહેરતામાં દર્શાવેલી તારીખ 8 ફેબ્રુઆરી 2025) પ્રસિદ્ધ થયાથી 10 દિવસ સુધીમાં ઉમેદવારોએ અરજી કરવાની રહેશે.
ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયર વિશેની વધુ માહિતી જાણવા માટે અહીં વાંચો.
ઉત્તમ ડેરી ભરતી નોટિફિકેશન
ઉત્તમ ડેરી ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા, અનુભવ સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
અરજી મોકરવાનું સરનામું :
મેનેજિંગ ડિરેક્ટર (ઈન્ચાર્જ)અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી.ઉત્તમ ડેરીમુ.નવાપુરા તા: સાણંદ જી : અમદાવાદ એન.એમ.પડાલીયા ફાર્મસી કોલેજ પાસેરામપીરના મંદિર સામે અમદાવાદ – 382210


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us