/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Uttam-Dairy-recruitment-2024.jpg)
ઉત્તમ ડેરી ભરતી, photo - facebook
Uttam Dairy Ahmedabad Bharti 2024, ઉત્તમ ડેરી ભરતી : અમદાવાદ જિલ્લામાં રહેતા ઉમેદવારો માટે અમદાવાદની જાણિતી સહકારી ડેરીમાં નોકરી કરવાની સૂવર્ણ તક આવી ગઈ છે. અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અંતર્ગત આવતી ઉત્તમ ડેરી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ઉત્તમ ડેરીમાં એન્જીનિયરથી લઈને ટ્રેઇની સુધી વિવિધ પોસ્ટ પર ભરતી કરવાની છે. ઉત્તમ ડેરી દ્વારા બહાર પાડેલા નોટિફિકેશનમાં ભરવાની કુલ જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ઉત્તમ ડેરી ભરતી માટે લાયક ઉમેદવારો 7 એપ્રિલ 2024 સુધી પોતાની અરજી ભરીને મોકલવાની રહેશે. ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, વયમર્યાદા સહિતની તમામ મહત્વની માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
ઉત્તમ ડેરી ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | ઉત્તમ ડેરી |
| પોસ્ટ | વિવિધ |
| ખાલી જગ્યા | જરૂર પ્રમાણે |
| વયમર્યાદા | વિવિધ પોસ્ટ માટે અલગ અલગ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 7 એપ્રિલ 2024 |
| અરજી મોડી | ઓફલાઈન |
| ક્યાં અરજી કરવી | ઉત્તમ ડેરીના સરનામે |
ઉત્તમ ડેરી ભરતી માટે પોસ્ટનું નામ
- એંજિનિયર/મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ વગેરે
- લીગલ ઓફિસર
- પ્લાન્ટ ઇન્ચાર્જ /પ્રોડકશન મેનેજર
- જુનિયર આસિસ્ટન્ટ (એકા. )
- ટેકનિસિયન(ફીટર /વેલ્ડર વગેરે )
- ટેકનિકલ ઓફિસર (D.T )
- જુનિયર આસિસ્ટન્ટ (HR)
- આઈ.ટી.એંજિનિયર (સિસ્ટમ/સર્વર એડમીન)
- જુનિયર આસિસ્ટન્ટ (પરચેઝ )
- ઓફિસર (મેંટેનન્સ )
- જુનિયર આસિસ્ટન્ટ (પરિવહન )
- ટ્રાન્સપોર્ટ ઓફિસર
- ટ્રેઈની (Q.A )
- એકાઉન્ટન્ટ
- મેનેજર (પી&A )
- સ્ટેનો ટાઈપિસ્ટ (અંગ્રેજી –ગુજરાતી)
- જુનિયર આસિસ્ટન્ટ (દૂધ વિતરણ)
- ફિલ્ડ સુપરવાઇઝર
- જુનિયર સુપ્રિટેંડેંટ(HR)
- વેટેનરી ઓફિસર
ઉત્તમ ડેરી ભરતી માટે વય મર્યાદા
ઉત્તમ ડેરી દ્વારા બહાર પાડેલા સત્તવાર નોટિફિકેશન પ્રમાણે ભરતી કરવામાં આવનાર ઉમેદવારોની વય અલગ અલગ રાખવામાં આવેલ છે. તે મુજબ મેનેજર માટે વય મર્યાદા વધુમાં વધુ 45 વર્ષ,ઓફિસર મેંટેનન્સ અને પ્લાન્ટ ઇન્ચાર્જ,લીગલ ઓફિસર અને વેટેનરી ઓફિસર માટે વય મર્યાદા 35 વર્ષ રાખવામાં આવી છે. જ્યારે અન્ય તમામ જગ્યાઓ માટે વય મર્યાદા 30 વર્ષ રાખવામાં આવી છે.
ઉત્તમ ડેરી ભરતી માટે પગાર ધોરણ
અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી સંઘ (ઉત્તમ ડેરી ) દ્વારા ડેરીના કર્મચારીઓને તેમના ઠરાવો અને નિયમોને આધીન પગાર ચૂકવવામાં આવશે તેમજ કર્મચારીઓના કામ અને પોસ્ટ મુજબ પગાર નક્કી થતો હોય છે. અરજી કરતાં પહેલાં જાહેરાતની વિગતોનો કાળજી પૂર્વક અભ્યાસ કરી શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા હો અને પગારની વિગતો જાણી અરજી કરી શકો છો.
ઉત્તમ ડેરી ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં અંતર્ગત આવતી ઉત્તમ ડેરી દ્વારા ભરતી માટે આપવામાં આવેલી જાહેરાત મુજબ આપને ઓન લાઇન અરજી કરવાની નથી. પરંતુ સ્વહસ્તાક્ષરમાં અથવા ટાઈપ કરી તમારી શૈક્ષણિક લાયકાત,અનુભવની વિગત,પાસપોર્ટ સાઈઝનો ફોટો વગેરે સાથે અરજી કરવાની રહેશે. સમાચાર પત્રોમાં જાહેરાત તારીખ 29/03/2024 થી પ્રસિધ્ધ થતાં ઉમેદવારોએ 10 દિવસ સુધી એટલે કે 07 એપ્રિલ 2024 સુધી ઉત્તમ ડેરીને મળી જાય એ રીતે અરજીઓ મંગાવવામાં આવેલ હોઈ ઉમેદવારોએ સમયસર અરજી કરી દેવી જોઈએ. ઉત્તમ ડેરીમાં નોકરી મેળવવાની સારી તક છે.
ઉત્તમ ડેરી ભરતી નોટિફિકેશન
ઉત્તમ ડેરી ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા, અનુભવ સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
આ પણ વાંચોઃ- એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી : જુનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટની બમ્પર ભરતી, વાંચો સંપૂર્ણ વિગતો
અરજી મોકરવાનું સરનામું :
મેનેજિંગ ડિરેક્ટર (ઈન્ચાર્જ)
અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી.
ઉત્તમ ડેરી
મુ.નવાપુરા તા: સાણંદ જી : અમદાવાદ
એન.એમ.પડાલીયા ફાર્મસી કોલેજ પાસે
રામપીરના મંદિર સામે
અમદાવાદ – 382210


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us