Vadodara Bharti 2025, Gujarat Bharti 2025, વડોદરા ભરતી 2025 : વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. પ્રાદેશિક કમિશનર, નગરપાલિકા કચેરી, વડોદરા ઝોન દ્વારા પ્રોજેક્ટ ઈજનેર (G.U.D.C.)ની બે જગ્યા માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે ઓફ લાઈન અરજીઓ મંગાવી છે.
વડોદરા ભરતી 2025 અંતર્ગત પ્રોજેક્ટ ઈજનેર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
Vadodara Bharti 2025 ની મહત્વની માહિતી
સંસ્થા પ્રાદેશિક કમિશનર, નગરપાલિકા કચેરી પોસ્ટ પ્રોજેક્ટ ઈજનેર જગ્યા 2 વય મર્યાદા મહત્તમ 36 વર્ષ નોકરીનો પ્રકાર 11 માસ કરાર આધારિત એપ્લિકેશન મોડ ઓફ લાઈન ભરતી જાહેર થયાની તારીખ 10 સપ્ટેમ્બર 2025 અરજી કરવાની છેલ્લી તારીખ ભરતી જાહેરત થયાના 10 દિવસમાં
વડોદરામાં નોકરી, પોસ્ટની વિગતો
વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. પ્રાદેશિક કમિશનર, નગરપાલિકા કચેરી, વડોદરા ઝોન દ્વારા પ્રોજેક્ટ ઈજનેર (G.U.D.C.)ની એક જગ્યા માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારને 11 માસના કરાર આધારિત નિમણૂંક આપવામા આવશે.
શૈક્ષણિક લાયકાત
- આ ભરતી માટે નોકરી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન સિવિલ એન્જીયરિંગ તથા સદર ડીગ્રી મેળવ્યા બાદનો 5 વર્ષનો અનુભવ
- અથવા બીઈ (સિવિલ) તથા સદર ડીગ્રી મેળવ્યા બાદ 7 વર્ષનો અનુભવન
- અથવા ડિપ્લોમા (સિવિલ) થતા સદર ડીગ્રી મેળવ્યા બાદનો 10 વર્ષનો અનુભવ
વય મર્યાદા અને પગાર ધોરણ
પ્રોજેક્ટ ઈજનેર પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની મહત્વમ ઉંમર 36 વર્ષ હોવી જોઈએ.
પગાર ધોરણ
પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરી, વડોદરા ઝોનમાં પ્રોજેક્ટ ઈજનેરની પોસ્ટ ઉપર 11 માસના કરાર આધારિત નિમણૂંક હોવાથી ઉમેદવારે પ્રતિ માસ ₹50,000 ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.
અરજી ક્યાં અને કેવી રીતે કરવી?
આ જગ્યાઓ ઉપર નિમણૂંક ઈચ્છા ઉમેદવારોએ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, વડોદરા ઝોન, છઠ્ઠો માળ, વુડા ભવન, એલ એન્ડ ટી સર્કલ પાસે, કારેલીબાગ, વડોદરાને પોતાની સંપૂર્ણ વિગતો તથા લાયકાતના પ્રમાણિત આધાર પુરાવા, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી સાથેની અરજી રજિસ્ટર એ.ડી.-સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી 10 દિવસની અંદર મોકલવાની રહેશે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ભરતી નોટિફિકેશન
અરજી કરવાનું સરનામું
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરીવડોદરા ઝોન, છઠ્ઠો માળ, વુડા ભવન, એલ.એન્ડ ટી સર્કલ પાસેકારેલીબાગ, વડોદરા