વડોદરા મહાનગરપાલિકા ભરતી, જુનિયર ક્લાર્ક સહિત 73 જગ્યા, પગાર, વયમર્યાદા સહિતની સંપૂર્ણ માહિતી

VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરા શહેરમાં નોકરી કરવીની સૂવર્ણ તકી આવી ગઈ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ 73 જગ્યાઓ પર ભરતી કરવા જઈ રહ્યું છે. અહીં વાંચો ભરતી અંગેની સંપૂર્ણ માહિતી.

Written by Ankit Patel
March 18, 2024 12:45 IST
વડોદરા મહાનગરપાલિકા ભરતી, જુનિયર ક્લાર્ક સહિત 73 જગ્યા, પગાર, વયમર્યાદા સહિતની સંપૂર્ણ માહિતી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી

VMC Recruitment 2024 : વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરા અને આસપાસના જિલ્લામાં રહેતા નોકરી વાંચ્છુક ઉમેદવારો માટે નોકરીના સમાચાર સમાચાર આવી ગયા છે. વોડદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટની 73 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે આયુષ મેડિકલ ઓફિસર, જુનિયર ક્લાર્ક, કેસ રાઇટર, પટાવાળા, આયાબેન અને ડ્રેસરની જગ્યાઓ ભરવાની છે. રસ ધરાવતા ઉમેદવારો 22 માર્ચ સુધી ઓનલાઇન અરજીઓ મોકલી શકે છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને બહાર પાડેલી વિવિધ 73 જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

વડોદરા મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી

સંસ્થાવડોદરા મહાનગરપાલિકા
પોસ્ટઆયુષ મેડિકલ ઓફિસર, જુનિયર ક્લાર્ક સહિત વિવિધ
કુલ જગ્યા73
અરજી કરવાની છેલ્લી તારીખ22 માર્ચ 2024
ક્યાં અરજી કરવીhttps://vmc.gov.in/Recruitment/Recruitment.aspx

પોસ્ટની વિગતે માહિતી

પોસ્ટનું નામખાલી જગ્યા
આયુષ મેડીકલ ઓફિસર06
જુનિયર ક્લાર્ક08
કેસ રાઇટર19
પટાવાળા13
આયાબેન21
ડ્રેસર06
કુલ જગ્યા 73

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટેની લાયકાત

આયુષ મેડિકલ ઓફિસર (કરાર આધારિત)

  • શિક્ષણ – આયુર્વેદ અથવા હોમિયોપેથીમાં સ્નાતકની ડિગ્રી
  • પગાર – ₹ 22,000 પ્રતિ મહિને ફિક્સ
  • વયમર્યાદા – 58 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.

જુનિયર ક્લાર્ક (આઉટ સોર્સિંગ)

  • શિક્ષણ – કોઈપણ વિષયમાં સ્નાતક અને કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં ડિપ્લોમા અથવા પ્રમાણપત્ર કોર્સ.
  • અનુભવ – MIS સિસ્ટમમાં 3 થી 5 વર્ષનો અનુભવ
  • પગાર – ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નિયમો મુજબ
  • વયમર્યાદા – 58 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.

આ પણ વાંચોઃ- અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : સહાયક જુનિયર ક્લાર્કની 612 જગ્યાઓની ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

કેસ રાઈટર (આઉટ સોર્સિંગ)

  • શિક્ષણ – ધોરણ 12 પાસ
  • અનુભવ – આરોગ્ય વિભાગમાં વર્ગ 4 તરીકે ઓછામાં ઓછો 5 વર્ષનો કામ કરવાનો અનુભવ
  • પગરા – ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નિયમો મુજબ
  • વયમર્યાદા – 58 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.

પટાવાળા (આઉટસોર્સિંગ)

  • શિક્ષણ – લઘુત્તમ 8મું ધોરણ પાસ, પ્રાધાન્યમાં અંગ્રેજીમાં નિપુણતા
  • પગાર – શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમો મુજબ
  • વયમર્યાદા – 45 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.

આયાબેન (આઉટ સોર્સિંગ)

  • શિક્ષણ – લઘુત્તમ ચોથું ધોરણ પાસ
  • અનુભવ – સમાન ક્ષેત્રમાં 3 વર્ષનો અનુભવ
  • પગાર – શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમો મુજબ
  • વયમર્યાદા – 45 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.

આ પણ વાંચોઃ- જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી, જુનિયર ક્લાર્ક સહિત 44 જગ્યાઓ પર ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી

ડ્રેસર – UCHC (આઉટ સોર્સિંગ)

  • શિક્ષણ – ધોરણ 7 પાસ ગુજરાતી શિક્ષિત
  • અનુભવ – સમાન ક્ષેત્રમાં કામનો અનુભવ
  • પગાર – શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમો અનુસાર
  • વયમર્યાદા – 45 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.

વડોદરા મહાનગરપાલિકા ભરતી અંગે નોટિફિકેશન

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને બહાર પાડેલી વિવિધ 73 જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.

વડોદરા મહાનગરપાલિકા ભરતી અંગે મહત્વની નોંધ

ઉપરોક્ત જગ્યાઓ ઉપરાંત ઉપરોક્ત સંવર્ગો માટે ભવિષ્યમાં ખાલી પડેલી અથવા નવી મંજૂર થયેલી કરાર આધારિત અથવા આઉટસોર્સ કરેલી જગ્યાઓ ભરવા માટે 2 વર્ષ સુધીની રાહ યાદી તૈયાર કરવામાં આવશે. તમામ ઉમેદવારોએ સત્તાવાર જાહેરાત વાંચ્યા પછી જ ઓનલાઈન અરજી કરવી જોઈએ.

કેવી રીતે અરજી કરવી?

ભરતી માટે પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ