scorecardresearch

VMC Bharti 2023 : ધો 8 પાસ ઉમેદવારો માટે વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

vadodara municipal corporation recruitment : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનએ પબ્લિક હેલ્થ વર્કર(PHW), ફિલ્ડ વર્કર (પુરૂષ)(FW) 554 જગ્યાઓ 2023 માટે ભરતી નોટિફીકેશન (Job Notification) બહાર પાડી છે.

vadodara municipal corporation recruitmentvadodara municipal corporation recruitment
વડોદરા મહાનગરપાલિકામાં ભરતી

Vadodara Municipal corporation recuritment : ધોરણ 8 પાસ ઉમેદવારો નોકરીની રાહ જોતા હોય તો તેમના માટે સારા સમાચાર આવી ગયા છે. વડોદરા મહાનગરપાલિકામાં 8 ધોરણ પાસ ઉમેદવારો માટે ભરતી બહાર પાડી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનએ પબ્લિક હેલ્થ વર્કર(PHW), ફિલ્ડ વર્કર (પુરૂષ)(FW) 554 જગ્યાઓ 2023 માટે ભરતી નોટિફીકેશન (Job Notification) બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારોએ વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇ vmc.gov.in ઉપર અરજી કરી શકે છે.

ભરતી અંગેની મહત્વની માહિતી

  • સંસ્થાનું નામ વડોદરા મહાનગરપાલિકા
  • કુલ જગ્યા 554
  • પોસ્ટ પબ્લિક હેલ્થ વર્કર,ફિલ્ડ વર્કર
  • શૈક્ષણિક લાયકાત કોઈ પણ માન્ય શાળાનું ધોરણ 8 પાસ થયેલ પ્રમાણપત્ર જરૂરી

ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવા જેવું

  • સાઇકલ ચલાવતા આવડવી જરૂરી છે.
  • હેલ્થવર્કર તરીકે અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • વડોદરા શહેરના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • આ પોસ્ટ પર અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 45 વર્ષ નક્કી કરવામાં આવી છે

પબ્લિક હેલ્થ વર્કર

  • ધોરણ-12 પાસ / સરકાર માન્ય સેનિટરી ઈન્સ્પેક્ટર કોર્સ અથવા MPHW કોર્સ પાસ અને કમ્પ્યુટર બેઝિક નોલેજ હોવું જરૂરી છે.વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ફિલ્ડ ડયુટી બજાવી ચૂકેલા ઉમેદવારો માટે ધોરણ-10 પાસ કરી સરકાર માન્ય સેનેટરી ઈન્સ્પેકટરનો કોર્સ પાસ કરેલો હોય અથવા સરકાર માન્ય મલ્ટી પર્પઝ હેલ્થ વોકરનો કોર્સ પાસ કરેલો હોવો જરૂરી છે.
  • હેલ્થકેર કાર્યમાં અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય.
  • વડોદરા શહેરના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 45 વર્ષ હોવી જોઇએ.
  • આ પોસ્ટમાં પસંદગી પામનારા ઉમેદવારોને રૂ. 11,550 માસિક પગાર આપવામાં આવશે.

ક્યાં અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://vmc.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

ભરતીની મહત્વપૂર્ણ તારીખો :

  • ઓનલાઈન અરજી શરૂ થાય છે 31/01/2023
  • ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે 09/02/2023

ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ શું છે?

વડોદરા મહાનગરપાલિકા (VMC) ભરતીની છેલ્લી તારીખ 09 ફેબ્રુઆરી 2023 છે

Web Title: Vadodara municipal corporation recruitment notification jobs alert vmc jobs

Best of Express