VMC Recruitment 2023 : વડોદરા મહાનગરપાલિકા ભરતી, પોસ્ટ, લાયકાત સહિતની માહિતી અહીં વાંચો

Vadodara Municipal Corporation recruitment, VMC Bharti 2023 : વડોદરા મહા નગરપાલિકામાં પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કરની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થા દ્વારા સીધી ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવી છે.

Written by Ankit Patel
November 23, 2023 11:52 IST
VMC Recruitment 2023 : વડોદરા મહાનગરપાલિકા ભરતી, પોસ્ટ, લાયકાત સહિતની માહિતી અહીં વાંચો
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી

Vadodara Municipal Corporation recruitment, VMC Bharti 2023 : વડોદરા મહા નગરપાલિકામાં નોકરી કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. વડોદરા મહા નગરપાલિકામાં પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કરની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થા દ્વારા સીધી ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવી છે. આ માટે ઉમેદવારે www.vmc.gov.ln વેબસાઇટ પર તા. 21/11/2023 થી તા 30/11/2023 સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.

લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ વડોદરા મહાનગરપાલિકામાં પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર જગ્યાઓ સીધી ભરતી માટેની લાયકાત, વયમર્યાદા, ખાલી જગ્યાઓ સહિતની તમામ માહિતી માટે આ આર્ટિકલ અંત સુધી ચોક્કસ વાંચવો.

VMC Recruitment 2023 : વડોદરા મહાનગરપાલિકા ભરતી, મહત્વની માહિતી

સંસ્થાવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન – VMC
પોસ્ટપબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર
કુલ જગ્યાઓ554
અરજી કરવાની શરુવાતની તારીખ21/11/2023
અરજી કરવાની છેલ્લી તારીખ30/11/2023
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttp://www.vmc.gov.in/

VMC Recruitment 2023 : વડોદરા મહાનગરપાલિકા ભરતી, શૈક્ષણિક લાયકાત તથા અનુભવ

પબ્લિક હેલ્થ વર્કર

  • ધોરણ – 12 પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સપેક્ટરનો કોર્સ પાસ.
  • અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ.
  • વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે ધોરણ – 10 પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્સ પાસ અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ.
  • કોમ્પ્યુટર બેઝીક કોર્સ પાસ.
  • આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં ઉમેદવારને પ્રાધાન્ય.
  • વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

ફિલ્ડ વર્કર

  • ઓછામાં ઓછું ધોરણઃ ૮ પાસ.
  • સાયકલ ચલાવતાં આવડવું જોઇએ.
  • આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં ઉમેદવારને પ્રાધાન્ય.
  • વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

VMC Recruitment 2023 : વડોદરા મહાનગરપાલિકા ભરતી, પગાર ધોરણ

  • પબ્લિક હેલ્થ વર્કર – માસિક ₹ 14,931 (ઉચ્ચક)
  • ફિલ્ડ વર્કર – માસિક ₹ 14,238/- (ઉચ્ચક)

VMC Recruitment 2023 : વડોદરા મહાનગરપાલિકા ભરતી, વયમર્યાદા

જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહી અને 45 વર્ષથી વધુ નહી.

VMC Recruitment 2023 : વડોદરા મહાનગરપાલિકા ભરતી, નોટિફિકેશન

આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતિઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી મેળવવાની રહેશે. આ ઉપરાંત આપેલું નોટિફિકેશન પણ ચોક્કસ વાંચવું

VMC Recruitment 2023 : વડોદરા મહાનગરપાલિકા ભરતી, અરજી કઈ રીતે કરવી ?

  • વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in ની મુલાકાત લો
  • જોબ નોટિફિકેશન પેજ પર ક્લિક કરો.
  • ઉમેદવારોએ નોંધણી કરવી જોઈએ અને લોગિન દ્વારા અરજી કરવી જોઈએ.
  • ઉમેદવારોએ જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ