વલસાડ નગરપાલિકા ભરતી: વલસાડમાં વર્ગ-2 અને વર્ગ -3ની નોકરી મેળવવાનો જોરદાર તક, વાંચો બધી જ માહિતી

Valsad Nagarpalika Bharti, વલસાડ નગરપાલિકા ભરતી: તાજેતરમાં વલસાડ નગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટની ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ માટે ઉમેદવારો પાસેથી ઓફલાઈન અરજીઓ મંગાવી છે.

Written by Ankit Patel
August 12, 2024 14:52 IST
વલસાડ નગરપાલિકા ભરતી: વલસાડમાં વર્ગ-2 અને વર્ગ -3ની નોકરી મેળવવાનો જોરદાર તક, વાંચો બધી જ માહિતી
વલસાડ નગરપાલિકા ભરતી Photo - X @co_valsadnp

Valsad Nagarpalika Bharti, વલસાડ નગરપાલિકા ભરતી: વલસાડ અને આજુ બાજુના વિસ્તારમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી કરવાની સુવર્ણ તક આવી ગઈ છે. તાજેતરમાં વલસાડ નગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટની ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ માટે ઉમેદવારો પાસેથી ઓફલાઈન અરજીઓ મંગાવી છે.

વલસાડ નગરપાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, પોસ્ટની સંખ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, નોકરી પ્રકાર, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

વલસાડ નગરપાલિકા ભરતીની માહિતી

સંસ્થાવલસાડ નગરપાલિકા
પોસ્ટફાયરમેન અને ડ્રાઈવર કમ પંપ ઓપરેટર
જગ્યા4
નોકરીનું સ્થળવલસાડ
અરજી કરવાની છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયાના 30 દિવસની અંદર
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ23 જુલાઈ 2024
વેબસાઈટhttps://www.valsadmunicipality.com/

વલસાડ નગરપાલિકા ભરતી, પોસ્ટની વિગતો

વલસાડ નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓી ભરતી માટે ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ચિવાલય ગાંધીનગરના ઠરાવ મુજબ મંજૂર થયેલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જે આ પ્રમાણે છે.

પોસ્ટવર્ગજગ્યા
વિભાગીય ફાયર ઓફિસરવર્ગ-21
ડ્રાઈવર કમ પંપ ઓપરેટરવર્ગ-33
કુલ4

વલસાડ નગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

વિભાગીય ફાયર ઓફિસર માટે શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક
  • સીસીસી પરક્ષી પાસ
  • નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરનો ડિવિઝનલ ફાયર ઓફિસરનો કોર્ષ પાસ
  • હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલીડ લાઈસન્સ
  • ફાયર સેવાઓમાં ફાયર ઓફિસર-સ્ટેશન ઓફિસર-સબ ઓફિસર અથવા સમકક્ષ જગ્યા ઉપર સળંગ નોકરીનો ચાર વર્ષનો અનુભવ ધરાવતો હોવો જીઓએ.
  • વયમર્યાદા- 45 વર્ષથી વધુ નહીં

ડ્રાઈવર કમ પંપ ઓપરેટર માટે શૈક્ષણિક લાયકાત

  • સીધી ભરતીથી પસંદગીમાં નિમણૂક થવા માટે ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એચ.એસ.સી. અથવા તેની સમકક્ષ સરકારે માન્ય કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ
  • નેશનલ ફાયર એકેડમી, વડોદરા અથવા ગુજરાત સરકાર માન્ય આઈ.ટી.આઈ.માંથી ફાયરમેન-ફાયર ટેક્નોલોજી અથવા સમકક્ષ કોર્ષ સરકાર માન્ય સંસ્થામાંથી GCVT/NCVT પાસ હોવા જોઈએ.
  • હેવી મોટર વ્હિકલ લાઇસન્સ ફરજિયાત હોવું જોઈએ.
  • સ્વીમિંગની જાણકારી જરૂરી
  • ફાયર સેવાઓમાં ફાયરમેન અથવા ડ્રાઇવર કમ પંપ ઓપરેટરની કામગીરીનો એક વર્ષનો અનુભવ અથવા અન્ય જગ્યાએ હેવી મોટર વ્હાન ચલાવવાનો બે વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
  • વય મર્યાદા – 35 વર્ષથી વધું નહીં.

નોટિફિકેશન

વલસાડ નગરપાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, પોસ્ટની સંખ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, નોકરી પ્રકાર, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

આ પણ વાંચોઃ-

અરજી કેવી રીતે કરવી?

વલસાડ નગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી વિભાગીય ફાયર ઓફિસર વર્ગ – 2 અને ડ્રાઇવર કપ પંપ ઓપરેટર વર્ગ-3ની જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારે સંસ્થાની વેબસાઈટ https://www.valsadmunicipality.com/ પરથી અરજી ફોર્મ ડાઉલોડ કરી શકશે અને નિયત અરજી ફોર્મ ભરી R.P.A.D અથવા સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન – 30 માં નગરપાલિકા કચેરીને મોકલી આપવાની રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ