Varachha bank Recruitment, વરાછા બેંક ભરતી : સુરતમાં રહેતા અને બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. વરાછા કો.ઓ.બેંક લિ. સુરત દ્વારા આઈટી વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ વિભાગમાં કુલ 11 જગ્યાઓ ભરવા માટે બેંકે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓફલાઈન અરજીઓ મંગાવી છે.
વરાછા બેંક ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફોર્મ, અરજી પ્રકાર, અરજી કરવાની છેલ્લી તારીખ, નોકરીનું સ્થળ સહિતની વિવિધ જાણકારી માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
વરાછા બેંક ભરતી માટે અગત્યની માહિતી
સંસ્થા વરાછા કો.ઓ.બેંક લિ. સુરત પોસ્ટ આઈટી વિભાગમાં વિવિધ પોસ્ટ જગ્યા 11 એપ્લિકેશન મોડ ઓફલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31-10-2024 અરજી ફોર્મ- વધારે વિગત માટે https://www.varachhabank.com/
વરાછા બેંક ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
પોસ્ટ જગ્યા CISO (ચીફ ઇન્ફોર્મેશન સિક્યુરિટી ઓફિસર) 1 IT મેનેજર 2 IT ઓફિસર 3 IT ક્લાર્ક 5
વરાછા બેંક ભરતી અંતર્ગત પોસ્ટ માટે લાયકાત
CISO (ચીફ ઇન્ફોર્મેશન સિક્યુરિટી ઓફિસર)
- શૈક્ષણિક લાયકાત – MCA/MSc. કોમ્પ્યુટર સાયન્સ/ સિસ્ટમ સુરક્ષામાં M.Sc (IT)/MBA
- B.E. (કમ્પ્યુટર/આઈટી) માસ્ટર ડિગ્રી જેમ કે MTech/M.E સાથે.
- સીઆઈએસએ, સીઆઈએસએમ, સીઆઈએસએસપી જેવા પ્રમાણપત્રો ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય અપાશે
- અનુભવ – સંલગ્ન ક્ષેત્રમાં 10 વર્ષ
- વય મર્યાદા – 45 વર્ષ
IT મેનેજર
- શૈક્ષણિક લાયકાત – MSc (IT)/MCA/કમ્પ્યુટર સાયન્સ અથવા સમકક્ષ લાયકાત
- અનુભવ – સંલગ્ન ક્ષેત્રમાં 7 વર્ષનો અનુભવ
- વય મર્યાદા – 45 વર્ષ
IT ઓફિસર
- શૈક્ષણિક લાયકાત – MSc (IT)/BSc (IT)/MCA/BCA/Computer Science
- અનુભવ – સંલગ્ન ક્ષેત્રમાં 5 વર્ષનો અનુભવ
- વય મર્યાદા – 40 વર્ષ
IT ક્લાર્ક
- શૈક્ષણિક લાયકાત – BSc (IT) / BCA / Computer Science
- અનુભવ – સંલગ્ન ક્ષેત્રમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ
- વય મર્યાદા – 35 વર્ષ
ભરતીનું નોટિફિકેશન
વરાછા બેંક ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફોર્મ, અરજી પ્રકાર, અરજી કરવાની છેલ્લી તારીખ, નોકરીનું સ્થળ સહિતની વિવિધ જાણકારી માટે ઉમેદવારોએ આ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
અરજી કેવી રીતે કરવી?
- વરાછા બેંક ભરતી માટે અરજી કરવા ઈચ્છાત ઉમેદવારોએ સૌથી પહેલા બેંકની સત્તાવાર વેબસાઈટ ઉપરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
- ત્યારબાદ ફોર્મમાં માંગેલી તમામ વિગતો ધ્યાન પૂર્વક ભરવી
- માંગેલા તમામ દસ્તાવેજો સાથે અરજી નીચે આપેલા સરનામા પર મોકલવી
- અરજી 31-10-2024 સુધીમાં બેંકને મળી જાય એવી રીતે મ
અરજી કરવાનું સરનામું
એડમિન ઓફિસસહકાર ભવન,ઋષિકેષ ટાઉનશિપ,વ્રજ ચોક,સરથાના જકાતનાકા,સુરત –પીન કોડ નંબર – 395013
આ પણ વાંચોઃ- એસીબી ભરતી: લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોમાં પરીક્ષા વગર નોકરી મેળવવાની સુવર્ણ તક, ₹ 60,000 પગાર, અહીં વાંચો બધી જ માહિતી
ઉમેદવારોને ખાસ સૂચન છે કે વરાછા બેંક ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું બેંકનું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું અને ત્યારબાદ જ અરજી કરવી.





