/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Vidhya-sahayak-bharti.jpg)
વિદ્યાસહાયક ભરતી 2024 - photo - Freepik
Vidhyasahayak recruitment 2025, વિદ્યાસહાયક ભરતી : ગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરીઓ મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી બહાર પાડી છે. સંસ્થા દ્વારા ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8 માટે 4000થી વધુ દિવ્યાંગ વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા હાથધરી છે. આ ભરતી પૂર્ણ કરવા માટે સંસ્થાએ રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવી છે.
વિદ્યાસહાયક ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
વિદ્યાસહાયક ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર |
| પોસ્ટ | વિદ્યાસહાયક |
| જગ્યા | 4184 |
| ભરતી પ્રકાર | દિવ્યાંગ ઉમેદવારો માટે |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 10-4-2025 |
| ક્યાં અરજી કરવી | https://vsb.dpegujarat.in |
વિદ્યાસહાયક ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
| પોસ્ટ | વિભાગ | A | B | C | D&E | કુલ અંદાજીત જગ્યા |
| વિદ્યાસહાયક,વર્ગ-3 | ધોરણ 1થી5 | 1029 | 1327 | 0 | 1359 | 3715 |
| ધોરણ 6થી 8 | 136 | 162 | 0 | 171 | 469 | |
| કુલ | 4184 | |||||
શૈક્ષણિક લાયકાત
શિક્ષણ વિભાગના તારીખ 25-3-2025ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે ખાસ ભરતી ઝુંભેશ હેઠળ ફક્ત દિવ્યાંગજનો માટે આપવાની થતી વિદ્યાસહાયક ભરતી -2025ની જાહેરાત માટે વર્ષ 2023 અને અગાઉની તમામ ટેટ-1 અને ટેટ-2 પરીક્ષાના પ્રમાણપત્રો માન્ય રાખવામાં આવશે. શૈક્ષણિક લાયકાત અંગે વિગતવાર જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.
મહત્વની તારીખો
- વિદ્યાસહાયક ભરતી અંતર્ગત અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 1 એપ્રિલ 2025થી અરજી પ્રક્રિયા શરૂ થઈ છે જે 10 એપ્રિલ 2025 સુધી બપોરના 3 વાગ્યા સુધી ચાલશે
- સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ 11-4-2025ના રોજ સાંજના પાંચ વાગ્યા સુધી છે. (જાહેર રજાના દિવસ સિવાય)
નોટિફિકેશન
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કેવી રીતે કરવી?
- આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ https://vsb.dpegujarat.in ઉપર મુલાકાત લેવી
- અહીં ભરતી અંગેની માહિતી આપવામાં આવી હશે અને ઓનલાઈન અરજી નો ઓપ્શન પણ આપવામાં આવ્યો હશે.
- ઓનલાઈન અરજી પર જઈને અરજી કરી શકાશે.
- અરજીપત્રની હાર્ડકોપી રાજ્યના નક્કી કરાયેલા સ્વીકાર કેન્દ્ર ઉપર જરૂરી અસલ ગુણપત્રકો-પ્રમાણપત્રો સાથે ચકાસણી કરાવી, નિયત કરેલી ફી ભરી, સહીં કરેલી પહોંચ જરૂરથી મેળવવી, અને સ્વીકાર મારફત અરજી પત્રક ફાઇનલ સબમીટ કરાવવું.
- સ્વીકાર કેન્દ્ર મારફત અરજી પત્રક ફાઇનલ સબમીટ થયા સિવાયનું કોઈપણ અરજી પત્રક ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
- સ્વીકાર કેન્દ્ર અથવા ભરતી કાર્યાલયની કચેરી ટપાલ કે કુરીયર મારફતે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. આવી રીતે રજૂ થયેલ અરજીપત્રો રદ ગણવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us