/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Gujarat-Vidhyut-sahayak-bharti-2024.jpg)
ગુજરાતમાં વિદ્યુત સહાયકની ભરતી - પ્રતિકાત્મક તસવીર - express photo
GEB bharti 2024, DGVCL ભરતી 2024, વિદ્યુત સહાયક ભરતી : ગુજરાત ઇલેક્ટ્રીકમાં નોકરી કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયકની ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે ડીજીવીસીએલ દ્વારા જાહેરાત આપવામાં આવી છે. સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે GUVNLની પેટા કંપની GETCO, DGVCL, MGVCL, UGVCL, PGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી કરવામાં આવશે. વિદ્યુત સહાયક ભરતી માટે સર ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી સંસ્થા દ્વારા અરજીઓ મંગાવી છે.
દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ દ્વારા બહાર પાડેલી વિદ્યુત સહાયક ભરતી માટે શૈક્ષણિક લાયકા, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ સહિતની અન્ય મહત્વની જાણકારીઓ માટે ઉમેદવારે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
GEB Recruitment 2024 : વિદ્યુત સહાયક ભરતી, મહત્વની માહિતી
| સંસ્થા | દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ |
| પોસ્ટ | વિદ્યુત સહાયક (જુનિયર ઈજનેર – ઈલેક્ટ. |
| કુલ જગ્યા | 394 |
| અરજી કરવાની શરુઆતની તારીખ | 12/03/2024 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 01/04/2024 |
| અરજી મોડ | ઓનલાઇન |
| ક્યાં અરજી કરવી | https://www.dgvcl.com/ |
વિદ્યુત સહાયક ભરતી માટે કયાં કેટલી જગ્યા
| સંસ્થા | ખાલી જગ્યા |
| GETCO | 207 |
| DGVCL | 78 |
| MGVCL | 28 |
| UGVCL | 28 |
| PGVCL | 53 |
| કુલ | 394 |
શૈક્ષણિક લાયકાત
દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ દ્વારા બહાર પાડેલી જાહેરાત પ્રમાણે વિદ્યુત સહાયકની પોસ્ટ માટે ઉમેદવારો બીઈ ઇલેક્ટ્રીકલ અને બી ટેક ઇલેક્ટ્રીકલમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.
પસંદી પ્રક્રિયા
ડીજીવીસીએલ દ્વારા બહાર પાડેલી વિદ્યુત સહાયકની ભરતી સંસ્થા દ્વારા નક્કી કરાયેલા ધારાધોરણ પ્રમાણે કરવામાં આવશે. ઉમેદવારોએ નિયત કરેલી છેલ્લી તારીખ પહેલા ઓનલાઇન અરજી કરવાની રહેશે.
આ પણ વાંચોઃ-ગુજરાત પોલીસમાં PSI અને લોકરક્ષકની નોકરીની સુવર્ણ તક, 12000થી વધુ વિવિધ પદ પર ભરતી થશે
વય મર્યાદા
વિદ્યુત સહાયકમાં અરજી કરનાર ઉમેદવારની ઉંમર 12 માર્ચ 2024 સુધીમાં 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ અને અનામત કોટાના વિદ્યાર્થીઓની ઉંમર 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
નોટિફિકેશન
વિદ્યુત સહાયક ભરતી માટે શૈક્ષણિક લાયકા, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ સહિતની અન્ય મહત્વની જાણકારીઓ માટે ઉમેદવારે આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું
મહત્વપૂર્ણ તારીખો
- ઓનલાઈન અરજી 12/03/2024 થી શરૂ થાય છે
- ઓનલાઈન અરજીઓ 01/04/2024 ના રોજ સમાપ્ત થશે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us