/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Vidhya-sahayak-bharti.jpg)
વિદ્યાસહાયક ભરતી 2024 - photo - Freepik
Vidhya Sahayak Bharti, વિદ્યાસહાયક ભરતી : શિક્ષકની નોકરીની રાહ જોઈ રહ્યા છો તો તમારી રાહનો અંત આવી ગયો છે. કારણ કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ગુજરાતી અને અન્ય માધ્યમમાં વિદ્યાસહાયકની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જે અંતર્ગત આજે 7 નવેમ્બર 2024થી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.
વિદ્યાસહાયક ભરતી માટે પોસ્ટની વિગતે માહિતી, શૌક્ષણિક લાયકાત, જગ્યાઓની વિગતો, પગાર ધોરણ, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી ચોક્કસ વાંચવા.
વિદ્યાસહાયક ભરતી માટે મહત્વની વિગતો
| સંસ્થા | ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ |
| પોસ્ટ | વિદ્યાસહાયક |
| જગ્યા | 13852 |
| માધ્યમ | ગુજરાતી અને અન્ય |
| ધોરણ | ધોરણ-1થી 8 |
| અરજી કરવાની શરુઆતની તારીખ | 7 નવેમ્બર 2024 (બપોરે 12 વાગ્યાથી) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 16 નવેમ્બર 2024 (સાંજે 5 વાગ્યા સુધી) |
| વેબસાઈટ | https://vsb.dpegujarat.in/ |
વિદ્યાસહાયક ભરતી માટે પોસ્ટની વિગતો
જિલ્લા શિક્ષણ સમિતિ-નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકો (ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8- ગુજરાતી અને અન્ય માધ્યમ)ની સીધી ભરતી માટે સરકાર દ્વારા મંજૂર થયેલી જગ્યાઓના પ્રમાણમાં સંબંધિત જિલ્લા-નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓ ઉપર નિમણૂંક માટે ભરતી બહાર પાડી છે.
| વિભાગ | માધ્યમ | જગ્યા |
| ધોરણ 1થી5 | ગુજરાતી | 5000 |
| ધોરણ 6થી 8 | ગુજરાતી | 7000 |
| ધોરણ1થી8 | અન્ય | 1852 |
| કુલ | 13852 |
શૈક્ષણિક લાયકાત
વિદ્યાસહાયક ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો પાસેથી સંસ્થાયે વિષયવાર શૈક્ષણિક લાયકાત માંગી છે. વિવિધ વિષય પ્રમાણેની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત વિશે વિગતવાર જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
વય મર્યાદા
- પ્રાથમિક શાળા (ધોરણ 1થી 5) માટે લઘુતમ વય મર્યાદા18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 33 વર્ષ છે
- ઉચ્ચ પ્રાથમિક શાળા (ધોરણ 6થી 8) માટે લઘુતમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 35 વર્ષ છે
- વયમર્યાદા અંગે છૂટછાટ વિશે બધી વિગતો નોટિફિકેશનમાં આવામાં આવી છે
અરજી કેવી રીતે કરવી
- અરજી કરના ઉમેદવારોએ ભરતી અંગેનું ઓનલાઈન અરજી પ્રત્રક vsb.dpegujarat.in ઉપર ભરી શકાશે
- ઉમેદવારોએ તારીખ 7 નવેમ્બર 2024થી 16 નવેમ્બર 2024 વચ્ચે પોતાની ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ 19 નવેમ્બર 2024ના રોજ સાંજના પાંચ વાગ્યા સુધી છે
નોટિફિકેશન
આ પણ વાંચોઃ- આત્મિય યુનિવર્સિટી ભરતીઃ રાજકોટમાં સારા પગારની નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી જ માહિતી
ઉમેદવારોએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
શિક્ષણ વિભાગના તારીખ 29 ઓક્ટોબર 2024ના પત્રથી મળેલ મંજૂરી અન્યયે આ જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલી છે. સરકારી પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોના જિલ્લાફેર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયેથી તમામ જિલ્લા - નગર શિક્ષણ સમિતિના રોસ્ટર આધારિત માંગણાપત્રક મેળવી માધ્યમવાર, વિભાગવાર, વિષયવાર અને કેટેગરીવાર જગ્યાઓ જિલ્લા પસંદગી કાર્યવાહી શરુ થતાં પહેલા વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us