/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/viramgam-nagarpalika-Bharti.jpg)
વિરમગામ નગરપાલિકા ભરતી - photo - facebook
Viramgam nagarpalika Bharti, વિરમગામ નગરપાલિકા ભરતી: વિરમગામમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. વિરમગામ નગરપાલિકા દ્વારા કરાર આધારિત મ્યુનિસિપલ ઇજનેરની ભરતી બહાર પાડી છે. આ માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ ભરતી જાહેર થયાના 15 દિવસની અંદર અરજી કરવાની રહેશે.
વિરમગામ નગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, વય મર્યાદા, નોકરીનું સ્થળ, અરજી કરવાનો પ્રકાર, પગાર ધોરણ, સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
વિરમગામ નગરપાલિકા ભરતી અંગેની અગત્યની માહિતી
| સંસ્થા | વિરમગામ નગરપાલિકા |
| પોસ્ટ | મ્યુનિસિપલ એન્જીનીયર |
| જગ્યા | 1 |
| વય મર્યાદા | 18થી 35 |
| એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
| નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
| ભરતી જાહેર થયાની તારીખ | 5 નવેમ્બર 2024 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ભરતી જાહેર થયાથી 15 દિવસની અંદર |
પોસ્ટની વિગત
વિરમગાન નગરપાલિકા જિલ્લા અમદાવાદ ખાતે તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ફિક્સ પગારથી કોમન કેડરના મ્યુનિસિપલ એન્જીનીયરની એક જગ્યા માટે ભરતી કરવા માટે સંસ્થાએ ભરતી બહાર પાડી છે.
શૈક્ષણિક લાયકાત
વિરમગામ નગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સિવિલ એન્જીનીયર (ડિગ્રી)ની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિક્તા આપવામાં આવશે.
વય મર્યાદા
મ્યુનિસિપલ એન્જીનીયરની પોસ્ટ માટે ઉમેદવારો 18 વર્ષ અને 35 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતા હોવા જોઈએ
પગાર ધોરણ
હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરતી હોવાના કારણે આ પોસ્ટ ઉપર પસંદ થયેલા ઉમેદવારોને 16,500 રૂપિયા પ્રતિ માસ ફિક્સ પગાર મળશે.
અરજી કરેવી રીતે કરવી
- રસ ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 15માં અરજી કરવાની રહેશે.
- ઉમેદવારોએ લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો, જન્મનો પુરાવો અને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડની નકલ સાથે રજિસ્ટર એડી અથવા સ્પી પોસ્ટથી અરજી મોકલવાની રહેશે
- ઉમેદવારોએ ચીફ ઓફિસર, વિરમગામ નગરપાલિકા, માંડલ રોડ, મહાત્મા ગાંધી હોસ્પિટલ સામે, વિરમગામ, તા.વિરમગામ, જિલ્લો અમદાવાદને મોકલી આપવાની રહેશે.
ઉમેદવારોને ધ્યાન રાખવા જેવી બાબતો
- ઉમેદવારોએ તમામ શૈક્ષણિક લાયકાત તથા ઉંમરના પુરાવાની પ્રમાણિત નકલો અરજી સાથે રજૂ કરવાની રહેશે.
- અધૂરી વિગત ધરાવતી તથા સમય મર્યાદા બહાર આવેલી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં
- ઉમેદવાર ભવિષ્યમાં કાયમી થવાનો હક દાવો કરી શકશે નહીં
- ભરતી અંગેની તમામ સત્તાના અબાધિત અધિકારો વિરમગામ નગરપાલિકાના રહેશે.
ભરતી જાહેરાત
આ પણ વાંચોઃ- વિદ્યાસહાયક ભરતી : ગુજરાતમાં વિદ્યાસહાયકોની 13582 નોકરીએ માટે અરજી પ્રક્રિયા આજથી શરુ, અહીં વાંચો બધી જ માહિતી
ઉમેદવારોને સૂચન છે કે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલી ભરતી જાહેરાતને ધ્યાન પૂર્વક વાંચીને અરજી કરવી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us