VMC Bharti 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 : નોકરીની શોધમાં રહેલા વડોદરા અને આસપાસના વિસ્તારોમાં રહેતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસની જગાઓ માટે ભરતી બહાર પાડી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ટ્રેડમાં નોકરીની ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે વય મર્યાદા, પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અરજી પ્રક્રિયા સહિતની તમામ મહત્વ પૂર્વ વિગતો જાણવા ઉમેદવારોએ માટે આ સમાચાર અંત સુછી ભૂલ્યા વગર વાંચવા જોઈએ.
વડોદરા મહાનગરપાલિકા ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા વડોદરા મહાનગરપાલિકા પોસ્ટ એપ્રેન્ટિસ કુલ જગ્યા નોટિફિકેશનમાં ઉલ્લેખ કર્યો નહીં એપ્લિકેશન મોડ ઓફલાઇન અરજી કરવાની છેલ્લી તારખી 21 જૂન 2024 સત્તાવાર વેબસાઇટ https://vmc.gov.in નોટિફિકેશન લિંક https://vmc.gov.in/vmcdocs/Recruitment/Recruitment_Advertise/2024/Apprentice%20Advertisement%20June-2024.pdf
વડોદરા મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો
- ઓફિસ ઓપરેશન્સ એક્ઝીક્યુટીવ
- વાયરમેન
- ફીટર
- ઈલેક્ટ્રીશ્યન
- રેફ્રીજરેશન એન્ડ એરકન્ડીશન મીકેનીક
- ડ્રાફ્ટસમેન સિવિલ
- સર્વેયર
- હલ્થ સેનેટરી ઇસ્પ્પેક્ટર
- મીકેનીકલ મોટર વ્હીકલ
- મીકેનીકલ ડીઝલ
- ઓફિસ આસીસ્ટન્ટ (પ્યુન)
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડેલી એપ્રેન્ટિસ પોસ્ટની વિવિધ ભરતી માટે શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે. જોકે, ઓફિસ આસિસ્ટન્ટ માટે સ્નાકત પાસ કરેલું હોવું જોઈએ જ્યારે પટાવાળા માટે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત અન્ય પોસ્ટ માટે આઈટીઆઈમાં જેતે પોસ્ટ માટે ટ્રેડ પાસ કરેલું હોવું જોઈએ.
આ પણ વાંચોઃ- ગુજરાત વિદ્યાપીઠ ભરતી : ડ્રાઈવરથી લઈને આસિસ્ટન્ટ પ્રોફેસર સુધીની નોકરીઓ, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે વયમર્યાદા
વીએમસીએ જાહેર કરેલી ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએતો અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
આ પણ વાંચોઃ- ગુજરાત ભરતી 2024 : અમદાવાદ સહિત ગુજરાતની આ શૈક્ષણિક સંસ્થાઓમાં પટાવાળાથી લઈને પ્રિન્સિપાલ પોસ્ટ પર ભરતી
વડોદરા મહાનગરપાલિકા ભરતીનું નોટિફિકેશન
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે વય મર્યાદા, પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અરજી પ્રક્રિયા સહિતની તમામ મહત્વ પૂર્વ વિગતો જાણવા ઉમેદવારોએ માટે આપેલું નોટિફિકેશન અંત સુછી ભૂલ્યા વગર વાંચવા જોઈએ.
અરજી કેવી રીતે કરવી?
વડોદરા મહાનગરપાલિકાની ભરતી માટે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે.
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://vmc.gov.in/
- વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે.અરજીના કવર પર મોબાઇલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું. અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.અધુરી વિગતવાળી,જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
- અજી કરનાર ઉમેદવારે www.apprenticeshinindia.org પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે.
- ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં.127/1, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-390001 ના સરનામે જરૂરી
- પ્રમાણપત્રોની ખરી નકલો સહ તા. 21 જૂન 2024 સુધીમાં મોકલવાની રહેશે.
- એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી સ્નાતક કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.