/indian-express-gujarati/media/media_files/2026/01/02/vmc-bharti-2026-2026-01-02-12-20-11.jpg)
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2026 Photograph: (X)
VMC Bharti 2026, વડોદરા મહાનગરપાલિકા ભરતી: વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ આવી ગયો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગમાં પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર (પુરુષ) માટે કૂલ 554 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
વડોદરા ભરતી 2026 અંતર્ગત પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2026 ની મહત્વની માહિતી
| સંસ્થા | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) |
| વિભાગ | આરોગ્ય વિભાગ |
| પોસ્ટ | પબ્લિક હેલ્થ વરકર અને ફિલ્ડ વર્કર |
| જગ્યા | 554 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 10-1-2026 |
| ક્યાં અરજી કરવી | https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx |
VMC ભરતી 2026ની પોસ્ટની વિગતો
| પોસ્ટ | જગ્યા |
| પબ્લિક હેલ્થ વર્કર (PHW) | 106 |
| ફિલ્ડ વર્કર પુરુષ (FW) | 448 |
વડોદરામાં નોકરીઓ માટે શૈક્ષણિક લાયકાત
પબ્લિક હેલ્થ વર્કર માટે શૈક્ષણિક લાયકાત
- ધોરણ 12 પાસ થતા સરકાર માન્ય સેનેટરી ઈન્સ્પેક્ટરનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ
- કમ્પ્યુટરનો બેઝીક કોર્સ પાસ કરેલો હોવો જોઈએ
- આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય
ફિલ્ડ વર્કર માટે શૈક્ષણિક લાયકાત
- ઓછામાં ઓછું ધોરણ 8 પાસ કરેલું હોવું જોઈએ
- સાયકલ ચલાવતા આવડવું જોઈએ.
- આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં ઉમેદવારોને પ્રાધાન્ય
વય મર્યાદા
- ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
- વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદાવરો માટે જાહાતની તારીખે 59 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
પગાર ધોરણ
વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની આ ભરતી તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત હોવાથી પસંદ પામેલા ઉમેદવારો ને પ્રતિમાસ ફિક્સ પગાર આપવામાં આવશે.
| પોસ્ટ | પગાર (ફિક્સ) |
| પબ્લિક હેલ્થ વર્કર | ₹16,462 |
| ફિલ્ડ વર્કર | ₹ 15,698 |
આ પણ વાંચોઃ-ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવા માટે ઉમેદવારોએ વડોદાર મહાનગરપાલિકાની વેબસાઈટ https://vmc.gov.in/ પર જવું
- અહીં ઓનલાઈન રિક્રૂટમેન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરવું જ્યાં વિવિધ ભરતી અંગે માહિતી દેખાશે
- ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે તે પોસ્ટની સામે એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરવું
- અહીં અરજી ફોર્મ ખુલશે જેમાં માંગેલી માહિતી ધ્યાન પૂર્વક ભરવી
- ત્યારબાદ ફોર્મ સબમીટ કરવું અને સબમીટ કરેલા ફોર્મની પ્રીન્ટ ચોક્કસ કાઢવી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us