VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં રહેતા અને તગડા પગારની નોકરી મેળવવા ઈચ્છા ઉમેદવારો માટે એકદમ સારા સમાચાર આવી ગયા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીટી એન્જીનિયરની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ભરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની અન્ય માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે મહત્વની માહિતી
સંસ્થા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પોસ્ટ સીટી એન્જીનિયર જગ્યા 1 વય મર્યાદા 45 વર્ષથી વધારે નહીં અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2024 સત્તાવાર વેબસાઈટ www.vmc.gov.in ક્યાં અરજી કરવી https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx
વડોદરા મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીટી એન્જીનિયરની એક પોસ્ટ માટે ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
VMC સીટી એન્જીનિયર ભરતી માટે શૈક્ષણિક લાયકાત
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીટી એન્જીનિયર શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ચાર્ટર્ડ સિવિલ એન્જિનિયર અથવા ચાર્ટર્ડ એન્જિનિયર, સિવિલ એન્જિનિયરિંગ સ્નાતક કરેલું હોવું જોઈએ.
વડોદરા મહાનગરપાલિકા ભરતી, વય મર્યાદા અને પગાર ધોરણ
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર વધુમાં વધુ 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આ ઉપરાંત જો પગારની વાત કરીએ તો પસંદ કરેલા ઉમેદવારને પે મેટ્રિક 12 પ્રમાણે ₹ 78,800 થી ₹ 2, 09, 200 પગાર મળશે.
અરજી કેવી રીતે કરવી?
રસ ધરાવતા ઉમેદવારએ 26 સપ્ટેમ્બર 2024થી 15 ઓક્ટોબર 2024 સાંજના 4.59 વાગ્યા સુધીમાં www.vmc.gov.in વેબસાઈટ પર ઓલાઈન અરજી કરવાની રહેશે.
આ પણ વાંચોઃ- વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં 1.12 લાખ રૂપિયા વાળી નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો આજના તાજા સમાચાર
નોટિફિકેશન
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની અન્ય માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ઉમેદવારોને સૂનચ કરવામાં આવે છે કે ઓનલાઈન અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.





