VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : નોકરી શોધી રહેલા વડોદરામાં રહેતા ઉમેદવારો માટે વડોદરામાં જ પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉમેદવારોને વોક ઈન ઇન્ટરવ્યૂ માટે જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવા આમંત્રિત કર્યા છે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે વિવિધો પોસ્ટની માહિતી, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ, અરજી પ્રક્રિયા, અરજી ફી, પગાર ધોરણ સહિતની તમામ અગત્યની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટેની મહત્વની વિગતો
સંસ્થા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પોસ્ટ વિવિધ ખાલી જગ્યા 4 વોઈ ઈન ઈન્ટરવ્યૂ તારીખ 18 જુલાઈ 2024 (સવારે નવ વાગ્યે) ઇન્ટવ્યૂ સ્થળ સરદાર પટેલ પ્લેનેટોરિયમ, કમાટી બાગ, વડોદરા વેબસાઈટ https://vmc.gov.in/
વડોદરા મહાનગરપાલિકા ભરતીની પોસ્ટની વિગતો
પોસ્ટ ખાલી જગ્યા મ્યુનિસિપલ / સિવિલ એન્જિનિયર 2 MIS નિષ્ણાત 1 IEC નિષ્ણાત 1 કૂલ 4
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે લાયકાત અને અનુભવ
મ્યુનિસિપલ/સિવિલ એન્જિનિયર
- જાહેર આરોગ્ય ઇજનેરી અથવા એન્જિનિયરિંગમાં ડિપ્લોમા.
- ડિઝાઇન અને માળખાકીય કાર્યોની દેખરેખ ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ
MIS નિષ્ણાત
- પોસ્ટ ગ્રેજ્યુએટ/ગ્રેજ્યુએટ/ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ/ઇલેક્ટ્રોનિક્સ અથવા MCA/PGDCA.
- સરકારી/અર્ધ સરકારી/સ્વાયત્ત સંસ્થા / પ્રતિષ્ઠિત ખાનગી કંપનીમાં 3-5 વર્ષનો કામનો અનુભવ
IEC નિષ્ણાત
- માસ કોમ્યુનિકેશનમાં ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએટ / જાહેરમાં સ્નાતક / ડિપ્લોમા સંબંધો/ પત્રકારત્વ/ સામાજિક કાર્ય/ વિકાસનો અભ્યાસ કરેલો હોવો જોઈએ.
- સંબંધીત ક્ષેત્રમાં 3થી 5 વર્ષનો અનુભવ
વડોદરા મહાનગરપાલિકા ભરતી પગાર ધોરણ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતીના નોટિફિકેશન પ્રમાણે આ ભરતી કરાર આધારીત કરવામાં આવવાની છે. 11 માસના કરાર અંતર્ગત ઉમેદવારને પ્રતિ મહિને વિવિધ પોસ્ટ માટે વિવિધ પગાર ફીક્સ આપવામાં આવશે જે નીચે પ્રમાણે છે.
પોસ્ટ પગાર મ્યુનિસિપલ / સિવિલ એન્જિનિયર ₹40,000 MIS નિષ્ણાત ₹35,000 IEC નિષ્ણાત ₹35,000
વડોદરા મહાનગરપાલિકા ભરતીનું નોટિફિકેશન
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે વિવિધો પોસ્ટની માહિતી, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ, અરજી પ્રક્રિયા, અરજી ફી, પગાર ધોરણ સહિતની તમામ અગત્યની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
અરજી કેવી રીતે કરવી?
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવેલી લાયકાત ધરાવતા ઉમેદવારોએ આપેલા જરૂરી દસ્તાવેજો સાથે લેખમાં દર્શાવેલા સરનામા પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સવારે 9 વાગે પહોંચી જવું ત્યારબાદ 10 વાગ્યાથી ઈન્ટરવ્યૂ શરું થશે.
આ પણ વાંચો
- GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, ક્લાસ 1 અને ક્લાસ 2ની સરકારી નોકરી મેળવવાની સૂવર્ણ તક
- રાજકોટ મહાનગરપાલિકા ભરતી : મેડિકલ ઓફિસરથી લઈને સ્ટાફ નર્સ સુધીની પોસ્ટ, ₹ 75,000 સુધીનો પગાર, વાંચો વિગતો
- બનાસ ડેરી ભરતી : બનાસકાંઠાની આ ડેરીમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
- બેંક ભરતી : IBPS એ ક્લાર્કની 6000થી વધુ નોકરીઓ બહાર પાડી, કોલેજ પાસ ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક
ક્યારે છે વોક ઈન ઈન્ટરવ્યૂ?
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે 18 જુલાઈ 2024, ગુરુવારે સવારે નવ વાગ્યે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને 10 વાગ્યાથી ઈન્ટરવ્યૂ શરુ થશે.





