VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરા અને આસપાસના વિસ્તારોમાં રહેતા અને નોકરીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે ઘરઆંગણે નોકરી મેળવવાની સૂવર્ણ તક આવી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વધુ એક ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સૈનિક (ફાયરમેન)ની 24થી વધુ જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી છે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, શારીરિક લાયકાત, અરજી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની રીત, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ભૂલ્યા વગર વાંચવા.
વડોદરા મહાનગરપાલિકા ભરતીની અગત્યની માહિતી
સંસ્થા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પોસ્ટ સૈનિક (ફાયરમન) જગ્યા 24+ 8(સંભવિત ખાલી થનાર) વય મર્યાદા 20થી 30 વર્ષ વચ્ચે એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 6 ઓગસ્ટ 2024 ક્યાં અરજી કરવી https://vmc.gov.in/Recruitment/ApplyOnline.aspx?PostId=V469
વડોદરા મહાનગરપાલિકા ભરતી, પોસ્ટની વિગતો
કેટેગરી જગ્યા SC 2 ST 6 SEBC 3 EWS 3 UR 18 નોંધઃ- કૂલ જગ્યાઓ પૈકી શા.ખો.ખા માટે 6
વડોદરા મહાનગરપાલિકા ભરતી, સૈનિક માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવ
- ધોરણ 10 પાસ
- સરકાર માન્ય સંસ્થાનો ફાયરમેન કોર્સ પાસ કરેલો હોવો જોઈએ
- બટાવ કાર્ય આવડે તે મુજબનું તરતા આવડવું જોઈએ.
- ગુજરાતી લખતાં વાંચતા, બોલતા આવડવું જોઈએ.
- ઉમેદવારની ઉંમર 20થી ઓછી નહીં અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
ફાયરમેન માટે શારિરીક લાયકાત
- ઉંચાઈ- 165 સે.મી.
- વજન- 50 કિલોગ્રામ
- છાતી- સામાન્ય 81 સેમી અને ફુલાવેલી 86 સેમી
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પગાર ધોરણ
આ ભરતી અંતર્ગત પસંદ થયેલા ઉમેદવારોને પ્રથમ ત્રણ વર્ષ માટે 26000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળશે. ત્યારબાદ સરકારના નાણાં વિભાગના ઠરાવો પ્રમાણે કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યેથી નિયત પગાર ધોરણ સાતમા પગારપંચ મુજબ લેવલ-2 (પે મેટ્રીક્સ ₹ 19,900- ₹ 63,200)થી નિયમોનુસાર સમાવવામાં અંગે વિચારણા કરવામાં આવશે.
અરજી ફી
વડોદરા મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ફાયરમેન પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છતા બિન અનામત કક્ષાના ઉમેદવારોએ અરજી ફી પેટે ₹ 400 અને અનામત વર્ગના ઉમેદવારોએ ₹ 200 અરજી પેટે ઓનલાઈન ભરવાના રહેશે.
ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે?
ફાયરમેનની ભરતી માટે સૌ પ્રથમ શારીરિક કસોટી લેવામાં આવશે. દરેક ટેસ્ટ સફળતા પૂર્વક પાસ કરવાના રહેશે. જે તે ટેસ્ટમાં અસફળ રહેલા ઉમેદવાર આગળના ટેસ્ટ તેમજ આગળની પ્રક્રિયા માટે ડિસ્ક્વોલિફાયર ગણાશે. શારીરિક ટેસ્ટની વિગતો આ પ્રમાણે છે.
ટેસ્ટનો પ્રકાર માપદંડ રોપ ક્લાઈમ્બિંગ (વર્ટિકલ) 06 મીટર (પગની મદદ વગર) સ્વિમિંગ ટેસ્ટ 100 મીટર 3 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે ડીપ ડાઈવિંગ (ત્રણ પ્રયત્ન) પાણીમાં નાખેલ વસ્તુ બહાર કાઢવાની રહેશે રનિંગ વિથ હોઝ પાઈપ 100મીટર 20 સેકેન્ડ પૂર્ણ કરવાની રહેશે લોંગ જમ્પ (ત્રણ પ્રયત્ન) ઓછામાં ઓછું 3 મીટર રનિંગ 800 મિટર 5 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે.
શારીરિક કસોટીના તમામ ટેસ્ટમાં સફળતા પૂર્વક ક્વોલીફાયર થનાર તમામ ઉમેદવારો માટે સ્પર્ધાત્મક પરીક્ષા અથવા મૌખિક કસોટી બાબતે ઉમેદવારની સંખ્યાને ધ્યાને લઈ નિર્ણય કરવામાં આવશે.
સ્પર્ધાત્મક લેખિત કસોટી માટે આ પ્રમાણે સિલેબસ તથા પરીક્ષા પદ્ધતિ રહેશે
વિષય ગુણ ફાયરના કોર્ષને અનુરૂપ પ્રશ્નો 50 ગુજરાતનું સામાન્ય જ્ઞાન, ગણિત અને ગુજરાતી ભાષાનું જ્ઞાન 30 કમ્પ્યુટર અંગેનું સામાન્ય જ્ઞાન 10 વડોદરા મહાનગરપાલિકા તથા શહેર વિષયક પ્રશ્નો 10 કુલ 100
ઉપરોક્ત મુજબ સિલેબસ તેમજ લેખિત પરીક્ષા કૂલ 100 માર્ક્સ, કૂલ 100 પ્રશ્નો તથા દરેક પ્રશ્ન માટે 1 ગુણ રહેશે. દરેક પ્રશ્નના ખોટા જવાબ માટે 0.25 નેગેટીવ માર્કિંગ રહેશે. તથા પરીક્ષાનો સમય 90 મિનિટ રહેશે. તથા પરીક્ષામાં પાસ થનાર માટે લઘુતમ લાયકી ગુણ 35 માર્ક્સ રહેશે.
પ્રથામિક કસોટીના પરિણામના આધારે જે ઉમેદવારો અરજી ચકાસણીને પાત્ર થતા હોય, તેમણે વડોદરા મહાનગરપાલિકા જણાવે ત્યારે જરૂરી પ્રમાણપત્રો, દસ્તાવેજો સ્કેન કરીને વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈ https://vmc.gov.in/OnlineRecruitment/Recruitment.aspx પર ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.
વડોદરા મહાનગરપાલિકા ભરતીનું નોટિફિકેશન
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, શારીરિક લાયકાત, અરજી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની રીત, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.
આ પણ વાંચોઃ
- ગુજરાતમાં ધોરણ 10 પાસ ઉમેદવાર માટે સરકારી નોકરીની ઉત્તમ તક, અહીં વાંચો પગાર, ઉંમર સહિત બધી માહિતી
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : સરકારી નોકરી મેળવવાનો વધુ એક ગોલ્ડન ચાન્સ, પગારથી લઈને છેલ્લી તારીખ સુધી, વાંચો બધી માહિતી
ઉમેદવારોને ખાસ જણાવવાનું કે અરજી કરતા પહેલા ઉમેદવારોએ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું અને ત્યારબાદ ઓનલાઈન અરજી કરવી.





