VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં રહેતા અને ધોરણ 10 પાસ ઉમેદવારો માટે વડોદરામાં જ પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ સ્વીમિંગપુલો માટે લાઈફગાર્ડ કમ ટ્રેનરની જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ જગ્યાઓ ઉપર ઉમેદવારોની પસંદગી કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટી વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, અનુભવ, વય મર્યાદા, નોકરીનું સ્થળ, વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ, સ્થળ અને સમય જેવી મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
વડોદરા મહાનગરપાલિકા ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા વડોદરા મહાનગરપાલિકા પોસ્ટ લાઇફગાર્ડ કમ ટ્રેનર જગ્યા 8 વયમર્યાદા 30 વર્ષથી વધારે નહીં નોકરીનો પ્રકાર કરાર આધારિત એપ્લિકેશન મોડ વોક ઈન ઈન્ટરવ્યૂ ઇન્ટરવ્યૂ તારીખ 9-10-2024 સ્થળ સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સ્વીમિંગપુલ અરેના, ચાણક્યાપુરી ચાર રસ્તા પાસે, ન્યૂ સમા રોડ, વડોદરા, 390024
વડોદરા મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો
કેટેગરી જગ્યા પુરુષ 5 સ્ત્રી 3 કુલ 8
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી લાઇફગાર્ડ કમ ટ્રેનરની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર એસ.એસ.સી. પાસ હોવો જોઈએ. નિષ્ણાંત તરવૈયા તથા પાણીની તમામ રમતો શીખવવાનો અનુભવી હોવો જોઈએ. ડૂબતા માણસને બચાવવાની તથા કૃત્રિમ શ્વાસો શ્વાસ આપવાની ક્રિયાની બધી રીતોનો જાણકાર હોવો જોઈએ.
વય મર્યાદા અને પગાર ધોરણ
આ જગ્યા માટે ઇન્ટરવ્યૂ આપવા જનાર ઉમેદવારો 9 ઓક્ટોબ 2024ના રોજ 30 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ન હોવા જોઈએ. આ ઉપરાંત આ જગ્યા પર પસંદ પામેલા ઉમેદવારોને માસિક ઉચ્ચક પગાર તરીકે 15,000 રૂપિયા આપવામાં આવશે.
આ પણ વાંચોઃ- સ્ટાફ નર્સ ભરતી : ગુજરાત સરકારમાં સ્ટાફ નર્સની નીકળી બંપર ભરતી, ₹ 40,800 પગાર, વાંચો તમામ માહિતી
ભરતીની જાહેરાત
વોક ઈન ઇન્ટરવ્યૂ સ્થળ, તારીખ અને સમય
ઇન્ટરવ્યૂ તારીખ – 9-10-2024ઈન્ટરવ્યૂ સમય – 2.30 વાગ્યે બપોરેસ્થળ – સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સ્વીમિંગપુલ અરેના, ચાણક્યાપુરી ચાર રસ્તા પાસે, ન્યૂ સમા રોડ, વડોદરા, 390024
ઉમેદવારોને સૂચન કરવામાં આવે છે કે ઈન્ટરવ્યૂમાં જતા પહેલા લેખમાં આપેલી જાહેરાત એકવાર ચોક્કસ વાંચવી.





